________________
૧૯૦ જગતના ઇતિહાસનું રેખાદર્શન અંત હતિ. રેમનાં ખંડિયેરે ઉપર પશ્ચિમમાં એક નવી જ દુનિયા, એક નવી જ સંસ્કૃતિ અને સુધારાને ઉદય થઈ રહ્યો હતો. કેટલીકવાર આપણે શબ્દો અને ઉક્તિઓથી ઊંધે રસ્તે દેરવાઈ જઈએ છીએ; કેમકે, તેના તે જ શબ્દો વપરાયા હોય તે ઉપરથી આપણે માની લઈએ છીએ કે તેને સર્વત્ર અને સર્વકાળે એક જ અર્થ થાય છે. રોમના પતન પછી પશ્ચિમ યુરોપના લેકે રેમની જ ભાષા વાપરતા રહ્યા પરંતુ એ ભાષાની પાછળ જુદા જ ભાવ અને ખ્યાલ રહેલા હતા. લેકે કહે છે કે યુરોપના આજના દેશે ગ્રીસ અને રેમનાં સંતાનો છે. કંઈક અંશે આ સાચું છે પરંતુ એકંદરે એ કથન ભ્રામક છે. કેમકે ગ્રીસ અને રેમના કરતાં યુરેપના આજના દેશોનું દૃષ્ટિબિંદુ તદ્દન નિરાળું છે. ગ્રીસ અને રેમની પુરાણી દુનિયા લગભગ સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગઈ હતી. હજારથી પણ વધારે વરસે દરમ્યાન ત્યાં આગળ જે સભ્યતા કે સંસ્કૃતિ નિર્માણ થઈ હતી તે સડીને નષ્ટપ્રાય થઈ ગઈ એ પછી જ પશ્ચિમ યુરોપના અર્ધસુધરેલા અને અર્ધજંગલી દેશોએ ઇતિહાસના પૃષ્ઠ ઉપર દેખા દીધી અને ધીમે ધીમે તેમણે નવી સંસ્કૃતિ અને સુધારે નિર્માણ ક્ય. તેઓ રેમ પાસેથી ઘણું શીખ્યા અને પુરાણી દુનિયા પાસેથી તેમણે ઘણું ગ્રહણ કર્યું. પરંતુ એ શીખવાની ક્રિયા બહુ મુશ્કેલ અને મસાધ્ય હતી. સેંકડો વરસ સુધી તે એમ જ લાગતું હતું કે યુરોપમાં સુધારે અને સંસ્કૃતિ નિદ્રાવશ થયાં છે. ત્યાં આગળ અજ્ઞાન અને ધમધતાને અંધકાર પ્રવર્તતે હતે. એથી કરીને આ સદીઓને “ડાર્ક એજીઝ' એટલે કે, અંધકાર યુગ કહેવામાં આવે છે.
પણ આમ થવાનું કારણ શું? દુનિયા સાથી પાછી હઠે છે અને સદીઓના પરિશ્રમને અંતે એકઠું કરેલું જ્ઞાન શાથી લુપ્ત થાય છે અથવા ભુલાઈ જાય છે ? આ મહાન પ્રશ્નો છે અને આપણું સૌથી સમજદાર પુરુષોને પણ તે મૂંઝવી નાખે છે. એના જવાબ આપવાની કોશિશ હું નહિ કરું. વિચાર તેમજ આચારના ક્ષેત્રમાં મહાન એવા હિંદને આવો ભયંકર અધ:પાત થાય અને લાંબા વખત સુધી તે ગુલામ બની રહે અથવા તે જેનો ભૂતકાળ ઉજવળ હતું તે ચીન દેશ અંત વગરની લડાઈઓને શિકાર બની રહે એ અતિશય વિચિત્ર અને આશ્ચર્યકારક નથી ? માણસે કટકે કટકે કરીને એકઠું કરેલું અનેક યુગનું જ્ઞાન અને ડહાપણું સાવ લુપ્ત તે ન જ થઈ જતું હોય. પણ ગમે તે