________________
૪૦ દેશ તથા સંસ્કૃતિઓની ચડતી-પડતી
૬ મે, ૧૯૩૨ ચીનથી દૂર રહ્યાને આપણને ઘણા દિવસે થઈ ગયા. હવે આપણે પાછાં ત્યાં જઈએ અને તેની વાત આગળ ચલાવીએ તથા પશ્ચિમમાં જ્યારે રેમની પડતી થવા માંડી હતી અને ગુપ્ત રાજાઓના અમલ દરમ્યાન હિંદનું રાષ્ટ્રીય પુનરુત્થાન થઈ રહ્યું હતું ત્યારે ચીનમાં શું બની રહ્યું હતું તે જોઈએ. રેમની ચડતી કે પડતીની ચીન ઉપર નહિ જેવી જ અસર થઈ હતી. એ બંને રાજ્ય એકબીજાથી બહુ જ દૂર હતાં. હું તને આગળ ઉપર કહી ગયો છું કે ચીનનું રાજ્ય મધ્ય એશિયાની જાતિઓને પિતાના રાજ્યની સરહદ ઉપરથી હાંકી કાઢતું તેનાં યુરોપ તથા હિંદ માટે ઘણાં ભયંકર પરિણામ આવ્યાં હતાં. આ જાતિઓ અથવા તેમણે જેમને આગળ હડસેલી તે જાતિઓ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં ગઈ. તેમણે સલ્તનત અને રાજ્યને ઉથલાવી નાખ્યા અને અંધાધુંધી કરી મૂકી. તેમાંના કેટલાક લેકેએ પૂર્વ યુરેપ તથા હિંદમાં વસવાટ કર્યો.
રેમ અને ચીન વચ્ચે સીધો સંપર્ક પણ હતું અને એ બંને રા એકબીજાના દરબારમાં પોતાના એલચીઓ રાખતાં. ચીની પુસ્તકમાં આવા સાથી આરંભના એલચીમંડળને ઉલ્લેખ મળી આવે છે તે ૧૬૬ની સાલમાં રેમના સમ્રાટ અન-તુને કહ્યું હતું. આ અન-તુન તે બીજે કઈ નહિ પણ મારા એક આગળના પત્રમાં મેં જેનો ઉલ્લેખ કર્યો હતો તે મારકસ ઍરેલિયસ ઍન્ટીનિયસ હતે.
રેમનું પતન એ યુરોપને માટે એક જબરદસ્ત ઘટના હતી. એ કેવળ એક શહેર કે સામ્રાજ્યનું જ પતન નહોતું. એક રીતે તે પૂર્વ તરફ કન્સાન્ટિનોપલમાં ત્યાર પછી પણ લાંબા વખત સુધી મન સામ્રાજ્ય ચાલુ રહ્યું અને એ સામ્રાજ્યનું પ્રેત તે લગભગ ૧૪૦૦ વરસ સુધી યુરોપ ઉપર ભમતું રહ્યું. પણ રમના પતનથી એક મહાન યુગનો અંત આવ્યું. ગ્રીસ અને રેમની પ્રાચીન દુનિયાનો એ