________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આ બાબતમાં લોકા ઉપર મુજબની દલીલો કરે છે, અને બને પક્ષા ખરા હોય એ સંભવિત છે. પણ રામના પતન પછી જે બૂરાઈ અને અનિષ્ટો પેદા થયાં એને માટે ખ્રિસ્તી ધર્મ જવાબદાર છે એમ કહેવું એ તેા કેવળ હાસ્યાસ્પદ છે. સાચું કહેતાં રામનુ પોતાનું પતન પણ એ બધાં અનિષ્ટોને જ આભારી હતું.
૧૯૨
પણ હું બહુ આગળ નીકળી ગયા. હું તો તને એ બતાવવા માગતો હતો કે યુરોપમાં જે કાળે સમાજવ્યવસ્થા ઓચિંતી પડી • ભાગી અને આખી પરિસ્થિતિ એકાએક પલટાઈ ગઈ ત્યારે. ચીનમાં તેમજ હિંદુસ્તાનમાં પણ એવા ઓચિંતા ફેરફારો થયા નહાતા. યુરોપમાં આપણે એક સ ંસ્કૃતિના અંત અને ખીજીના આરંભ થતા જોઈ એ છીએ. ધીમે ધીમે વિકાસ પામીને એ સંસ્કૃતિ આજનું સ્વરૂપ ધારણ કરવાની હતી. ચીનમાં આપણે એવી ઉચ્ચ કાટીની સંસ્કૃતિ અને સભ્યતા આવી જાતના વિક્ષેપ વિના જ સતતપણે ચાલુ રહેતી જોઈ એ છીએ. ત્યાં પણ ભરતીમેટ તે આવ્યાં હતાં. સારા યુગો, ખરાબ રાજા તથા સમ્રાટે ત્યાં પણ આવ્યા અને ગયા તેમજ રાજવશે. પણ બદલાયા. પરંતુ ત્યાંની સાંસ્કૃતિક પરંપરામાં કદી પણ વિક્ષેપ પડ્યો નથી. જ્યારે ચીન જુદાં જુદાં રાજ્યામાં વહેંચાઈ જાય છે અને તેમની વચ્ચે અંદર અંદર યુદ્ધ થાય છે ત્યારે પણ ત્યાં આગળ કળા અને સાહિત્ય ફાલતાં રહે છે, મનેાહર ચિત્રો ચીતરાતાં હોય છે, સુંદર કળશા ઘડાય છે તથા રળિયામણી ઇમારતો બંધાય છે. છાપવાની કળા પ્રચારમાં આવે છે તથા ચા પીવાની ફૅશન શરૂ થાય છે અને કાવ્યમાં તેનાં ગુણગાન કરવામાં આવે છે ! આમ ચીનમાં આપણને સાવ અને કળાની અતૂટ પરંપરા નજરે પડે છે કે જે ઉચ્ચ કાટીની સંસ્કૃતિમાંથી જ ઉદ્ભવી શકે.
હિતે વિષે પણ એમ જ છે. રામની જેમ અહીં પણ ચિંતા વિક્ષેપ આવતા નથી. અહીં પણ સારા અને માદા દિવસેા આવ્યા છે એમાં શંકા નથી. સાહિત્ય અને કળાના મનેહર સર્જનના યુગા તથા વિનાશ અને અધોગતિના યુગા અહીં પણ આવ્યા છે. પણ એ બધા કાળ દરમ્યાન હિંદમાં એક રીતે સંસ્કૃતિની ધારા અતૂટપણે ચાલુ રહી છે. હિંદુથી તે પૂર્વ તરફના દેશોમાં પ્રસરે છે. લૂંટફાટ કરવાને માટે આવેલા વનવાસી લોકાને પણ તે સભ્યતા શીખવે છે અને પોતામાં સમાવી દે છે.
તું એમ ન ધારીશ કે પશ્ચિમને ઉતારી પાડીને હું હિંદુ તથા ચીનના વખાણ કરવા માગું છું. હિંદુસ્તાન તથા ચીનની આજની