________________
૧૮૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન * કોસ્ટાન્ટિનોપલ શહેર વસાવનાર મહાન રેમન સમ્રાટ કૅન્સેન્ટાઈનને સમકાલીન હતા. પાછળના ગુપ્ત રાજાઓના સમયમાં રોમન સામ્રાજ્યના પશ્ચિમનું રોમન સામ્રાજ્ય અને પૂર્વનું રેમન સામ્રાજ્ય એવા બે ભાગલા પડ્યા અને છેવટે પશ્ચિમના સામ્રાજ્યને ઉત્તરના બર્બર લેકેએ ઉથલાવી પાડયું. આમ જ્યારે રેમન સામ્રાજ્ય નબળું પડતું જતું હતું તે અરસામાં હિંદુસ્તાનમાં એક અતિશય બળવાન રાજ્યની હસ્તી હતી તથા તેની પાસે મેટા મેટા સેનાપતિઓ અને પ્રચંડ સૈન્ય હતું. સમુદ્રગુપ્તને કેટલીક વાર હિંદને નેપોલિયન કહેવામાં આવે છે. પરંતુ મહત્ત્વાકાંક્ષી હોવા છતાં હિંદુસ્તાનની સરહદ પારના મુલકે જીતવાની તેણે કદીયે કોશિશ કરી નહતી.
ગુપ્તયુગ એ ઉદ્દામ સામ્રાજ્યવાદ, જી અને વિજય જમાનો હતો. દરેક દેશના ઈતિહાસમાં આવા સામ્રાજ્યવાદના ઘણાયે યુગે આવે છે પણ કાળાંતરે તેનું ઝાઝું મહત્ત્વ રહેતું નથી. પરંતુ એ યુગ દરમ્યાન કળા અને સાહિત્યનું અદ્ભુત પુનરુત્થાન થયું તેને જ કારણે ગુપ્તકાળ આગળ તરી આવે છે અને હિંદમાં તે અભિમાનપૂર્વક સ્મરણ કરવા યોગ્ય લેખાય છે.