________________
૩૮
હણ લોકોનું હિંદમાં આગમન
૪ મે, ૧૯૩૨ વાયવ્ય સરહદના પહાડે ઓળંગીને જે નવી આફત હિંદ ઉપર આવી પડી તે હૂણ લેકની આક્ત હતી. આગળ ઉપર રેમન , સામ્રાજ્ય વિષે વાત કરતાં મેં તને દૂણ લોકો વિષે કંઈક કહ્યું હતું. યુરોપમાં તેમને સાથી માટે આગેવાન ઍટીલા હતે. કેટલાંક વરસો સુધી તેણે રેમ અને કન્ઝાન્ટિનેપલને થરકાંપ કરી મૂક્યાં હતાં. એમને જ મળતી “વેત દૂ’ નામે ઓળખાતી દ્રણ લેકેની બીજી એક જાતિ તે જ અરસામાં હિંદમાં આવી હતી. આ બંને મધ્ય એશિયાની ગોપ અથવા તો અનિકેત જાતિઓ હતી. ઘણે વખતથી એ લેકે હિંદની સરહદ ઉપરના પ્રદેશમાં ઘૂમ્યા કરતા હતા અને ત્યાંના લોકોને ભારે ત્રાસ આપતા હતા. તેમની સંખ્યા વધવાથી અથવા કદાચ પાછળથી બીજી જાતિઓનું તેમના ઉપર દબાણ થવાથી તેમણે હિંદ ઉપર રીતસરની ચડાઈ કરી. | ગુપ્તવંશના પાંચમા રાજા સ્કંદગુપ્તને દૂણ લોકોના આ હુમલાને સામનો કરવો પડ્યો. તેણે તેમને હરાવ્યા અને પાછો હાંકી કાઢ્યા પરંતુ બારેક વરસ પછી તે પાછા આવ્યા. ધીમે ધીમે તેઓ ગંધાર અને ઉત્તર હિંદના ઘણાખરા ભાગમાં ફેલાઈ ગયા. તેમણે બદ્ધ લેકોને રિબાવ્યા અને અનેક પ્રકારે કેર વર્તાવ્યો.
- લાંબા વખત સુધી તેમની સાથે લડાઈ ચાલુ રહી હશે પરંતુ ગુપ્ત રાજાઓ તેમને હાંકી કાઢી શક્યા નહિ. દૂણ લેકનાં નવાં નવાં ઝુંડ આવતાં ગયાં અને એ લોકો મધ્ય હિંદમાં પણ ફેલાઈ ગયા તથા તેમને સરદાર તેરમાન રાજા બની બેઠે. એ પણ ખરાબ તે હવે જ પરંતુ તેને પછી ગાદીએ આવેલે તેને પુત્ર મિહિરગલ તે નરદમ જંગલી અને રાક્ષસના જે ક્રૂર હતે. કલ્હણ “રાજતરંગિણી' નામના પિતાના કાશ્મીરના ઇતિહાસમાં જણાવે છે કે પર્વતની ઊંચી ભેખડ ઉપરથી હાથીઓને ખીણમાં ગબડાવી મૂકવા એ મિહિરગુલના આવા ઘણા