________________
ગુણવંશના સમયને હિંદુ સામ્રાજ્યવાદ ૧૮૧ હતી તે હ્યુએન-ત્સાંગ નહિ પણ ફાાન હતા. તે બૈદ્ધધર્મ હતો અને ૌદ્ધ ધર્મગ્રંથની શોધમાં હિંદુસ્તાન આવ્યો હતો. તે આપણને જણાવે છે કે મગધના લકે સુખી અને આબાદ હતા. ન્યાયને અમલ હળવે હાથે કરવામાં આવતો હતો તથા કોઈને પણ દેહાંતદંડની સજા કરવામાં આવતી નહોતી. તે સમયે ગયા વેરાન અને ઉજ્જડ બની ગયું હૂતું, કપિલવસ્તુને સ્થાને જંગલ થઈ ગયું હતું, પણ પાટલીપુત્રમાં લેકે “ધનવાન, ગુણવાન અને સમૃદ્ધ હતા.” ભવ્ય અને સમૃદ્ધ બૌદ્ધ મઠો પણ સારી સંખ્યામાં હતા. ધોરી રસ્તાઓ ઉપર ઠેકઠેકાણે ધર્મશાળાઓ હતી અને ત્યાં આગળ પ્રવાસીઓ રહી શકતા તથા તેમને રાજ્ય તરફથી ખોરાક આપવામાં આવતું હતું. મોટાં મેટાં શહેરમાં સાર્વજનિક ઇસ્પિતાલે પણ હતી.
હિંદમાં બધે ફર્યા પછી ફાહ્યાન સિલેન ગયા અને ત્યાં તેણે બે વરસ ગાળ્યાં. પરંતુ તાઓ-ચિંગ નામના તેના સાથીને હિંદુસ્તાન એટલું બધું ગમી ગયું અને દ્ધ સાધુઓની પવિત્રતાની તેના ઉપર એટલી બધી અસર પડી કે તેણે અહીં જ રહેવાનો નિર્ણય કર્યો. ફાહ્યાન દરિયામાગે સિલેનથી ચીન ગયે અને અનેક સાહસ ખેડીને ઘણું વર્ષની ગેરહાજરી બાદ તે પિતાને ઘેર પહોંચ્યો. * બીજા ચંદ્રગુપ્ત અથવા તે વિક્રમાદિત્યે લગભગ ૨૩ વરસ રાજ્ય ર્યું. એની પછી એનો પુત્ર કુમારગુપ્ત ગાદીએ આવ્યું. તેણે ૪૦ વરસ જેટલા લાંબા સમય સુધી રાજ્ય કર્યું. ત્યાર પછી ૪૫૩ ની સાલમાં સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. તેને એક ભયંકર જોખમને સામને કરે પડ્યો. એને લીધે મહાન ગુપ્ત સામ્રાજ્ય આખરે નબળું પડ્યું. પરંતુ એ વિષે તને મારા બીજા પત્રમાં વાત કરીશ.
અજંતાનાં કેટલાંક અપ્રતિમ ભીંતચિત્રે તેમજ ત્યાંના વિશાળ ખંડે તથા મંદિર ગુપ્ત કળાના નમૂના છે. તું એ જશે ત્યારે તે કેટલાં અભુત છે તેની તને પ્રતીતિ થશે. કમનસીબે એ ભીંતચિત્ર ધીમે ધીમે ખરતાં જાય છે કેમકે ખુલ્લી હવામાં તે લાંબે વખત ટકી શકતાં નથી.
તને એ જાણીને આનંદ થશે કે ગુપ્ત સમ્રાટેની પત્નીઓને મહાદેવી ઉપાધિથી સંબોધવામાં આવતી. આ રીતે ચંદ્રગુપ્તની રાણીને મહાદેવી કુમારદેવી એવા નામથી સંબોધન થતું.
જ્યારે હિંદમાં ગુપ્ત રાજાઓનો અમલ ચાલતું હતું ત્યારે દુનિયાના બીજા ભાગમાં શા બન બની રહ્યા હતા ? પહેલે ચંદ્રગુપ્ત