________________
સમસ્ત જગતના એક સાવભૌમ રાજ્યની કુપના
૧૭
હતી પરંતુ આટલા બધા લાંબા સમય દરમ્યાન પણ રામ એ વિષયમાં કંઈ પણ મહાન સર્જન ન કરી શક્યું. ખરેખર ધણી બાબતમાં રામની સંસ્કૃતિ એ તે ગ્રીક સ ંસ્કૃતિની ફિક્કી છાયા સમાન લાગે છે. પરંતુ એક વસ્તુ એવી છે કે જેમાં રોમન લકાએ દુનિયાને માદન કર્યું છે એમ મનાય છે. એ વસ્તુ તે મન કાયદો. પશ્ચિમમાં વકીલ લેાકાને આજે પણ રોમન કાયદાના અભ્યાસ કરવા પડે છે; કેમકે યુરોપના દેશાના કાયદા એના ઉપરથી ઘડાયા છે એમ કહેવાય છે.
બ્રિટિશ સામ્રાજ્યની વારંવાર રોમન સામ્રાજ્ય સાથે તુલના કરવામાં આવે છે. ખાસ કરીને અંગ્રેજ લેાકા જ એમ કરે છે અને એ સરખામણીથી ભારે સ ંતોષ અનુભવે છે. બધાં જ સામ્રાજ્યો વત્તેઓછે અંશે પ્રકૃતિમાં સરખાં જ હોય છે. ઘણા લેાકેાનું શોષણ કરીને તે માતે છે. પરંતુ રોમન લેાકા અને અંગ્રેજ લેાકેા વચ્ચે ખીજું પણ એક ભારે મળતા પણું છે અને પ્રજામાં કલ્પનાશક્તિના કેવળ અભાવ છે ! દુનિયા ખાસ કરીને પોતાના લાભને અર્થે જ બનાવવામાં આવી છે એવા અડગ વિશ્વાસથી આત્મસ ંતોષ અનુભવતા તે જિંદગી ગુજારે છે — શંકા કે મુશ્કેલી તેમને કદીયે પજવતાં નથી.