________________
૧
જગતના ઇતિહાસનું રેખાદર્શન
આવ્યા નહોતા. ઉત્તર યુરોપની આજની બધી પ્રજા ગૌથ, ફ્રેંક અને એવી ખીજી ખર જાતિઓની સતતી છે.
મેં તને રામના સમ્રાટની નામાવલી આપી નથી. ત્યાં સંખ્યાબંધ સમ્રાટ થઈ ગયા પણ ગણ્યાગાંઠયા અપવાદો સિવાય બધાયે સારી પેઠે ભૂંડા હતા. તેમાંના કેટલાક તો નર્યાં રાક્ષસા જ હતા. મને ખાતરી છે કે તે નીરાનું નામ તો સાંભળ્યું જ હશે પણ કેટલાક સમ્રાટો તો તેનાથીયે ઘણા બૂરા હતા. ઈરીન નામની એક સ્ત્રીએ તો સમ્રાણી બનવા ખાતર પોતાના સગા દીકરાને—જે સમ્રાટ હતા - ઘાત કર્યાં હતા. આ બનાવ કૉન્સ્ટાન્ટિનોપલમાં બન્યા હતા.
રામનો એક સમ્રાટ આ બધામાંથી નિરાળા તરી આવે છે. એનું નામ માર્કસ આરેલિયસ હતું. તે તત્ત્વચિંતક હતા એમ મનાય છે અને તેના વિચારો તથા ચિંતનાનું પુસ્તક મનન કરવા યોગ્ય છે. માર્ક સ આરેલિયસની ખેાટ તેની પછી ગાદીએ આવેલા તેના પુત્રે પૂરી કરી. તે રામમાં પાકેલા અત્યંત ભૂંડા બદમાશોનો શિરોમિણ હતો.
સામ્રાજ્યનાં આરંભનાં ત્રણસો વરસ રામ પશ્ચિમની દુનિયાનું કેન્દ્ર હતું. તે સમયે રોમ ખરેખર મોટુ શહેર હશે અને સંખ્યાબંધ આલેશાન મકાનોથી ભરપૂર હશે તથા સામ્રાજ્યના બધા પ્રદેશમાંથી અને તેની સરહદની પારના મુલકમાંથી પણ લેકા આવીને ત્યાં રહેતા હશે. સંખ્યાબધ વહાણા દૂરદૂરના દેશોમાંથી મનોહર વસ્તુઓ, દુર્લભ ખાદ્ય પદાર્થોં તથા કીમતી ચીજો ત્યાં લાવતાં હતાં. એમ કહેવાય છે કે દર વરસે ૧૨૦ વહાણાના એક કાલે મિસરનાં બંદરો અને રાતા સમુદ્રમાં થઈ તે હિંદુસ્તાન જતા હતા. ચોમાસાના પવનનો લાભ લઈ શકાય એ ટાંકણે તે વહાણા સ નીકળતાં. કેમકે એની તેમને બહુ સહાય મળતી. સામાન્ય રીતે તે દક્ષિણ હિંદનાં બંદરાએ જતાં. કીમતી માલ ભરીને, ફરી પાછો પવનને લાભ મળે એ લાગ જોઈ તે તે મિસર જવાને પાછાં વળતાં. મિસરથી પછી એ માલ જમીન તેમ જ દરિયા માર્ગે રામ પહેાંચતા.
પરંતુ મુખ્યત્વે કરીને આ બધો વેપાર તવંગર લોકાના લાભને અર્થે ખેડાતા. ગણ્યાગાંડચા શ્રીમંતેાના વૈભવવિલાસની પાછળ અસંખ્ય લેકાની યાતના અને હાડમારી છુપાયેલી હતી. ત્રણસો વરસયીયે વધારે વખત સુધી ર।મ પશ્ચિમની દુનિયાનું સર્વોપરી શહેર રહ્યુ. અને તે પછી કૉન્સ્ટાન્ટિનોપલ સ્થપાયું ત્યારે તેની સાથે એ સર્વોપરીપણાનું તે ભાગીદાર બન્યું. પ્રાચીન ગ્રીસે ટૂંક સમયમાં વિચારના ક્ષેત્રમાં ભારે સિદ્ધિ મેળવી