________________
સમસ્ત જગતને એક સાર્વભૌમ રાજ્યની કલ્પના ૧૧૫ નથી. એલા હિંદુસ્તાનને વિસ્તાર જ એટલે બધે એ હતો કે તે સમયના લેકેને તે આખી દુનિયા સમાન લાગતો હતે. આથી આખા હિંદ ઉપરનું આધિપત્ય તેમને સમસ્ત દુનિયાનું આધિપત્ય ભાસતું.એની બહારની બીજી પ્રજાઓ “બર્બર' અથવા મ્લેચ્છ ગણાતી. જેના ઉપરથી આ દેશનું નામ ભારતવર્ષ પડયું છે તે પિરાણિક ભરત આ ચક્રવર્તી સમ્રાટ હતા. એવી પરંપરાગત માન્યતા છે. મહાભારતની વાત પ્રમાણે યુધિષ્ઠિર અને તેના ભાઈઓ પણ આવા ચક્રવર્તી પદ અથવા સમસ્ત દુનિયાના આધિપત્ય માટે લડ્યા હતા. અશ્વમેધ યજ્ઞ પણ આખી દુનિયા ઉપર સાર્વભૌમત્વ સ્થાપવાનાં આહ્વાન અને સૂચનરૂપ હતા. શરૂઆતમાં ઘણું કરીને અશોકનું પણ એ જ ધ્યેય હતું પરંતુ એને પશ્ચાત્તાપ થયે અને કરુણાવશ થઈને તેણે પછીથી યુદ્ધમાત્રને નિષેધ કર્યો. આગળ ઉપર તું જશે કે ગુપ્તવંશી અને બીજા એવા સામ્રાજ્યવાદી રાજાઓની આકાંક્ષા પણ એ જ હતી.
આ ઉપરથી તને સમજાશે કે અસલના વખતમાં સામાન્ય રીતે લેકે વિશ્વ-સમ્રાટ અને જગતના એકચક્રી અથવા સાર્વભૌમ રાજ્યની ભાષામાં વિચાર કરતા હતા. એ પછી લાંબે વખતે રાષ્ટ્રવાદ અને નવીન પ્રકારને સામ્રાજ્યવાદ આવ્યું. અને એ બંનેએ મળીને દુનિયામાં ભારે ખાનાખરાબી અને અનર્થ કર્યા. વળી પાછી આજે વિશ્વરાજ્યની વાતે થવા લાગી છે. એ વિશ્વ રાજ્યમાં મોટા સામ્રાજ્ય કે સર્વોપરી સમ્રાટને સ્થાન નથી. એમાં તે આખી દુનિયાના એક એવા પ્રકારના લેતંત્રની કલ્પના કરવામાં આવી છે કે જે એક પ્રજા જાતિ કે વર્ગનું બીજી પ્રજા, જાતિ કે વર્ગથી થતું શોષણ અટકાવે. નજીકના ભવિષ્યમાં આવું કંઈનીપજશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. પરંતુ આજે દુનિયાની દશા બહુ ભૂરી છે અને એની દુર્દશા દૂર કરવાને બીજો કોઈ રસ્તો દેખાતો નથી.
મેં ઉત્તર યુરોપના બર્બર ” લેકને વારંવાર નિર્દેશ કર્યો છે. હું એ શબ્દનો ઉપયોગ કરું છું એનું કારણ એટલું જ છે કે રેમન લેકેએ તેમને એ જ નામથી ઉલ્લેખ કર્યો છે. મધ્ય એશિયાના ગેપ લેક અને બીજી પણ કેટલીક જાતિઓની પેઠે એ લેકે પણ તેમના પાડોશી રેમન લેકે અથવા તે હિંદુસ્તાનના લેકના જેટલા સભ્ય કે સંસ્કારી નહતા એ વિષે જરાયે શંકા નથી. પરંતુ તેઓ ખુલ્લી હવામાં જીવન ગાળતા હોવાથી તેમના કરતાં તેઓ વધારે ખડતલ અને વીર્યવાન હતા. પાછળથી તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો અને રોમ જીતી લીધું ત્યારે પણ તે લેકે સામાન્ય રીતે નિર્દય દુશ્મન તરીકે ત્યાં