________________
૧૧૪ જગતના ઇતિહાસનું રેખાદર્શન અને ભૂમધ્ય સમુદ્રની આસપાસના મુલકમાં, તે સામ્રાજ્ય થયું તે પહેલાં પણુ જગતના સર્વોપરી રાજ્ય તરીકે માનવામાં આવતું અને બીજાં રાને તેનાં ખંડિયાં રાજ્ય તરીકે લેખવામાં આવતાં. એની પ્રતિષ્ઠા
એટલી બધી હતી કે એશિયામાઈનરમાં આવેલા ગ્રીક રાજ્ય પરગેમમ તથા મિસર જેવા કેટલાક દેશના રાજાઓએ ખરેખાતા પિતાના અમલ નીચેના મુલકે રેમન રાજ્યની પ્રજાને ભેટ તરીકે આપી દીધા. તેમને એમ લાગતું હતું કે રેમનું સામર્થ અપાર છે અને તેને સામને થઈ શકે નહિ. છતાંયે મેં તને કહ્યું છે તેમ, તે પ્રજાતંત્ર હતું ત્યારે કે સામ્રાજ્ય બન્યા પછી પણ રોમના રાજ્ય ભૂમધ્ય સમુદ્ર ઉપર આવેલા મુલકે સિવાયના મુલકે ઉપર શાસન કર્યું નથી. ઉત્તર યુરોપના “બર્બર ” લેકે કદી પણ તેને વશ થયા નહેતા અને રેમે પણ તેમના ઉપર બહુ લક્ષ આપ્યું નહોતું. પરંતુ રેમના રાજ્યની સત્તાને વ્યાપ અથવા વિસ્તાર ગમે એટલે હોય પણ તેની પાછળ સમસ્ત જગતના સાર્વભામ રાજ્યની ભાવના અથવા કલ્પના પેદા થઈ હતી અને તે સમયના પશ્ચિમના મોટા ભાગના લેકોએ એ કલ્પના કે ભાવના વધાવી લીધી હતી. આ ભાવનાને કારણે જ રેમનાં સામ્રાજ્ય આટલા બધા લાંબા કાળ સુધી ટકી રહ્યાં અને જ્યારે તે સત્વહીન થઈ ગયાં ત્યારે પણ તેમની અને તેમના નામની ભારે પ્રતિષ્ઠા કાયમ રહી.
જેનું પ્રભુત્વ આખી દુનિયા ઉપર હેય એવા સાર્વભૌમ રાજ્યની કલ્પના કેવળ રેમમાં જ ઉદ્ભવી હતી. એવું નથી. પ્રાચીન કાળમાં ચીન તેમજ હિંદુસ્તાનમાં પણ એ કલ્પના પ્રચલિત હતી, એમ આપણને માલૂમ પડે છે. તને ખબર છે કે ઘણીવાર ચીનના રાજ્યને વિસ્તાર રેમના રાજ્ય કરતાં ઘણું વધારે હતે. પશ્ચિમમાં છેક કાસ્પિયન સમુદ્ર સુધી તે વિસ્તર્યું હતું. ચીનને સમ્રાટ પિતાને “સ્વર્ગને પુત્ર” કહેવડાવત અને ચીનના લેકે તેને વિશ્વ-સમ્રાટ અથવા આખી દુનિયાને રાજા માનતા હતા. એ વાત સાચી કે કેટલીક જાતિઓ અને પ્રજાઓ તેને હેરાન કરતી હતી અને સમ્રાટની આજ્ઞા માનતી નહોતી. પરંતુ ઉત્તર યુરોપના લેકેને રોમન લેકે જે અર્થમાં “બર્બર ” કહેતા હતા તે જ અર્થમાં ચીની લેકને મન પણ એ લેકે બર્બર હતા.
એ જ રીતે એક પ્રાચીન કાળથી હિંદમાં “ચક્રવર્તી” એટલે કે આખી દુનિયા ઉપર રાજ્ય કરતા રાજાઓનો ઉલ્લેખ આપણને મળી આવે છે. દુનિયા વિષેને તેમને ખ્યાલ અત્યંત સંકુચિત હવે એમાં શંકા