________________
૩૫
પાર્થિયા અને સાસાની
ર૬ એપ્રિલ, ૧૯૩૨ હવે આપણે રોમન સામ્રાજ્ય અને યુરોપની રજા લઈએ અને દુનિયાના બીજા ભાગમાં જઈએ. એ સમય દરમ્યાન એશિયામાં શું બની રહ્યું હતું તે આપણે જોવું જોઈએ અને ચીન તથા હિંદુસ્તાનની વાત પણ આગળ ચલાવવી જોઈએ. વળી બીજા દેશે પણ હવે ઈતિહાસના ક્ષિતિજ ઉપર દેખાવા લાગે છે એટલે તેમને વિષે પણ આપણે થોડી ઘણી વાત કરવી પડશે. વાત એમ છે કે જેમ જેમ આપણે આગળ ચાલીશું તેમ તેમ અનેક સ્થળો વિષે એટલું બધું કહેવાનું આવશે કે નાસીપાસ થઈને કદાચ હું એ કાર્ય છોડી જ દઉં એમ પણ બને.
મારા એક પત્રમાં પાર્થિયામાં કારહીના રણક્ષેત્ર ઉપર રેમના પ્રજાતંત્રના સૈન્યને ભારે પરાજય થયો હતો તેનો ઉલ્લેખ કર્યો હતે. તે વખતે હું પાર્થિયન લેકે વિષે અને હાલ જ્યાં આગળ ઈરાન અને મેસોપોટેમિયા છે તે સ્થળે તેમણે કેવી રીતે રાજ્ય સ્થાપ્યું તેની વાત કરવા રોકાય નહોતે. તને યાદ હશે કે સિકંદર પછી તેને સેનાપતિ સેલ્યુકસ તથા તેના વંશજો હિંદુસ્તાનથી માંડીને પશ્ચિમે આવેલા એશિયામાઈનર સુધી વિસ્તરેલા સામ્રાજ્ય ઉપર રાજ્ય કરતા હતા. લગભગ ત્રણ વરસ સુધી તેમણે ત્યાં રાજ્ય કર્યું. ત્યાર પછી પાથિયન નામની મધ્ય એશિયાની એક જાતિએ તેમને ત્યાંથી હાંકી કાઢયા. આજના ઈરાનના અથવા તે સમયના તેના નામ મુજબ પાર્થિયાના આ પાર્થિયન લેકેએ જ પ્રજાતંત્રના છેવટના દિવસે દરમ્યાન રેમન લોકોને હરાવ્યા હતા. પ્રજાતંત્ર પછી રોમન સામ્રાજ્ય પણ તેમને પૂરેપૂરા જેર કરી શક્યું નહોતું. લગભગ અઢી સદી સુધી તેમણે પાર્થિયા ઉપર હકૂમત ચલાવી. ત્યાર પછી ત્યાં આગળ કાંતિ થઈ અને તેમને હાંકી કાઢવામાં આવ્યા. ઈરાનના લેકે પિતે જ તેમના વિદેશી શાસકેની સામે ઊડ્યા અને તેમને હાંકી કાઢી તેમની જગાએ પોતાની જ જાત અને ધર્મના પુરુષને તેમણે પિતાને રાજા બનાવ્યું. આ રાજાનું નામ અર્દેશર પહેલે હતું. અને તેને વંશ સાસાની વંશ કહેવાય. અર્દેશર જરથોસ્તી ધર્મને