________________
૧૨૪
જગતના ઇતિહાસનું રેખાદર્શન
હાદ્દેદારો હતા અને તે બન્ને ચૂંટણીથી નિમાતા. ઘણા કાળ સુધી માત્ર અમીરવના લોકેા જ સેનેટના સભ્ય થઈ શકતા. રામની પ્રજા એ વમાં વહેંચાયેલી હતી. એક તો પૅટ્રીશિયન અથવા તે જમીનદાર અમીરવ અને બીજો પ્લેબિયન અથવા સામાન્ય પ્રજાજાના વ. રામના રાજ્યના અથવા પ્રજાતંત્રને ઘણાં વરસો સુધીના ઇતિહાસ એ મોટે ભાગે આ એ વર્ષાં વચ્ચેના સધને તિહાસ છે. બધી સત્તા પૅટ્રીશિયનેાના હાથમાં હતી અને સત્તાની સાથે પૈસા તો જાય જ. પ્લેબિયન અથવા પ્લેમ લેાકા પાસે કશી સત્તા નહાતી કે પૈસા નહાતા. આ પ્લેબિયન લોકેા સત્તા મેળવવા માટે લડ્યા કરે છે અને ધીમે ધીમે નજીવી સત્તાના થાડા ટુકડા તેમને ભાગે આવે છે. એ વસ્તુ જાણવા જેવી છે કે પ્લેબિયન લોકાએ સત્તા મેળવવા માટેની તેમની લાંબી લડાઈમાં એક પ્રકારના અસહકારના સફળતાથી ઉપયોગ કર્યાં હતા. રામમાંથી તેએ એકસાથે કૂચ કરીને ચાલી નીકળ્યા અને નવું શહેર વસાવીને રહ્યા. આથી પૅટ્રીશિયન લેાકા ભડકી ગયા, કેમકે પ્લેબિયા વિના તેમને ચાલે એમ નહાતું. એટલે તેમણે તેમની જોડે સમાધાન કર્યું અને તેમને થાડા હક આપ્યા. ધીમે ધીમે તેમને રાજ્યના મોટા હાદ્દાઓ પણ મળવા લાગ્યા અને સેનેટના સભ્ય થવાનો હક પણ
પ્રાપ્ત થયા.
.
પૅટ્રીશિયન અને પ્લેબિયન વર્ગના ઝઘડાની વાત કરતાં કરતાં, રામમાં તેમના સિવાય બીજા લોકેા નહાતા એમ આપણે માની લઈએ એવા સંભવ છે. પરંતુ એ બે વર્ષાં ઉપરાંત રામના રાજ્યમાં ગુલામોની બહાળી વસતી હતી. તેમને કંઈ પણ હક નહાતા. તે રાજ્યના નારિકા પણ નહેાતા, અને મત આપવાને પણ તેમને અધિકાર નહોતો. ગાય અને કૂતરાની માફક તે તેમના માલિકની ખાનગી મિલકત ગણાતા હતા. માલિક પોતાની મરજી મુજબ તેમનું વેચાણ કરી શકતા અથવા તેમને સજા કરી શકતા. અમુક સ ંજોગામાં તેમને કેટલીક વાર છૂટા પણ કરવામાં આવતા. આવા છૂટા થયેલા ગુલામોના પણ એક વર્ગ હતા. તેને ક્રીડ મેન' એટલે કે મુક્ત-ગુલામાને વ કહેવામાં આવતા. પશ્ચિમ તરફની પુરાણી દુનિયામાં હમેશાં ગુલામોની ભારે માંગ રહેતી. આ માંગ પૂરી પાડવાને માટે ગુલામોનાં મોટાં મેટાં બજારો ઊભાં થયાં. પુરુષ, સ્ત્રી અને બાળકાને પણ ગુલામ તરીકે વેચવા માટે પકડવાને દૂર દૂરના પ્રદેશમાં હુમલાઓ લઈ જવામાં