________________
રામ વિરુદ્ધ કાચેજ
૧૫
આવતા. પ્રાચીન મિસરની જેમ પ્રાચીન ગ્રીસ અને રેશમનાં સમૃદ્ધિ અને ગૈારવના પાયામાં પણ ગુલામીની વ્યાપક પ્રથા રહેલી હતી.
તે સમયે હિંદુસ્તાનમાં પણ આવી ગુલામીની પ્રથા પ્રચલિત હતી ખરી? ઘણું કરીને તે હિંદમાં એવી પ્રથા પ્રચલિત નહોતી. ચીનમાં પણ એ પ્રથા નહોતી. એને અર્થ એ નથી કે પ્રાચીન હિંદુસ્તાન અને ચીનમાં ગુલામી હતી જ નહિ. અહીં જે ગુલામી હતી તે ઘરગતુ હતી. થેાડાક ઘરના નોકર ગુલામ ગણાતા. ખેતરોમાં કે ખીજે ક્યાંક એકસાથે મોટી સ ંખ્યામાં કામ કરનાર મજૂર-ગુલામોનાં ટોળાં હિંદુસ્તાન કે ચીનમાં નહોતાં. આમ આ બે દેશો ગુલામીનાં અતિશય હીન સ્વરૂપોમાંથી ઊગરી ગયા.
આ રીતે રામનો વિકાસ થતો ગયો. એથી પૅટ્રીશિયન લેાકાને લાભ થયા અને તેઓ નિપ્રતિદિન વધારે ને વધારે ધનિક તથા માતબર થતા ગયા. એ દરમિયાન પ્લેબિયન લેાકા તા ગરીબ જ રહ્યા અને પૅટ્રીશિયન લોકા તેમને દબાવતા રહ્યા. વળી પૅટ્રીશિયન અને પ્લેબિયન એ બંને મળીને ગરીબ ગુલામોનું દમન કરતા.
રામની ચઢતી થતી જતી હતી તે સમયે તેને રાજ્યવહીવટ કેવી રીતે ચાલતો હતો? મેં આગળ જણાવ્યું છે કે રામના રાજ્યવહીવટ સેનેટ કરતી હતી અને ચૂંટાયેલા બે કૉન્સલા સેનેટના સભ્યોની નિમણૂક કરતા હતા. કાન્સલને કાણુ ચૂટતું? મત આપવાને હક ધરાવતા નાગરિકા. શરૂ શરૂમાં રેશમ નાના નગરરાજ્ય જેવું હતું ત્યારે બધા નાગરિકે રામમાં અથવા તેની નજીક રહેતા હતા. એ વખતે એકઠા મળી મત આપવાનું લેાકાને માટે મુશ્કેલ નહાતું. પણ રામના રાજ્યના વિસ્તાર વધતા ગયા તેમ તેમ તેના ધણા નારિકા રામથી દૂર દૂર રહેવા લાગ્યા અને એક સ્થળે ભેળા થઈને મત આપવાનું તેમને માટે સુગમ રહ્યું નહિ. તે સમયે, આજે આપણે જેને · પ્રતિનિધિ શાસન ' કહીએ છીએ તેને વિકાસ થયા નહોતા. તું જાણે છે કે આજે તે દરેક મતદાર-વિભાગ પાર્લમેન્ટ, ઍસેમ્બ્લી કે કોંગ્રેસ માટે પોતાનો પ્રતિનિધિ ચૂંટી કાઢે છે. અને આ રીતે એક નાનું મંડળ આખી પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. આ પ્રથા પ્રાચીન કાળના રામન લેાકાને સૂઝી નહેાતી. આથી, આ પરિસ્થિતિમાં રામન લોક રામમાં જ પોતાની ચૂંટણી કરતા અને દૂર વસતા રામના ત્યાં આવી પોતાના મત આપી શકતા નહિ. દૂર વસતા મતદારાને રામમાં
C