________________
ર૭
રોમ વિરુદ્ધ કાર્યો જ
૫ એપ્રિલ, ૧૯૩૨ દૂર પૂર્વમાંથી હવે આપણે પશ્ચિમ તરફ વળીએ અને રેમનો વિકાસ કેવી રીતે થયું તે જોઈએ. એમ કહેવાય છે કે ઈશું પહેલાં આઠ વરસ ઉપર રોમની સ્થાપના થઈ હતી. આરંભના રોમન લેકે ઘણું કરીને આર્યોના વંશજ હતા. ટાઈબર નદીની પાસે આવેલી સાત ટેકરીઓ ઉપર તેમની કેટલીક વસાહત હતી. ધીમે ધીમે આ વસાહતને વિકાસ થયો અને છેવટે તેમાંથી શહેર બન્યું. આ નગરરાજ્યને વિકાસ અને વિસ્તાર ઉત્તરોત્તર વધતો જ ગયો અને ઈટાલીના છેક દક્ષિણ છેડા ઉપર સિસિલીની સામે આવેલા મેસીના સુધી બધે મુલક તેના અમલ નીચે આવ્યું.
ગ્રીસનાં નગરરાની વાત તે તને યાદ હશે. ગ્રીક લોકો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં નગરરાજ્યનો ખ્યાલ પિતાની સાથે લેતા ગયા અને ભૂમધ્ય સમુદ્રનો આખો કાંઠે તેમણે ગ્રીક વસાહત અને નગરરાજ્યથી ભરી દીધો. પણ રેમની બાબતમાં હકીકત તદ્દન જુદી જ છે. એ ખરું કે શરૂઆતમાં તો રામ અને ગ્રીસનાં નગરરાજ્ય વચ્ચે બહુ ફરક નહોતું. પરંતુ થોડા જ વખતમાં આસપાસની બીજી
જાતિઓને હરાવી રેમે પિતાનાં વિસ્તાર વધારવા માંડ્યો. આમ રેમના રાજ્યનો મુલક ધીરે ધીરે વધવા માંડ્યો અને ઈટાલીના મોટા ભાગનો તેમાં સમાવેશ થયો. આટલે મોટો પ્રદેશ એક જ નગરરાજ્યમાં ન જ સમાઈ શકે. તેયે એ આખા મુલકનો વહીવટ રોમમાંથી થત હતો; અને રોમમાં એક વિશેષ પ્રકારનું રાજ્યતંત્ર હતું. ત્યાં કઈ મોટો સમ્રાટ કે રાજા નહતું તેમ જ ત્યાં આજના જમાનાના જેવું પ્રજાતંત્ર પણ નહતું. આમ છતાંયે તે એક મર્યાદિત પ્રકારનું પ્રજાતંત્ર હતું અને જમીનની માલિકી ધરાવતાં ચેડાં ધનિક કુટુંબનું તેમાં પ્રભુત્વ હતું. રાજવહીવટ સેનેટ ચલાવતી એમ મનાતું હતું. આ સેનેટના સભ્યોની નિમણૂક બે “કન્સલ” કરતા. કન્સલ રાજ્યના સર્વોપરી