________________
૧૨૨ જગતના ઇતિહાસનું રેખાદર્શન દિશા તરફ આ દશ્ય જોયું હતું તેથી એ દિશામાં તેણે તેને મોકલ્યા. એ દૂતે બુદ્ધની એક મૂર્તિ અને બ્રાદ્ધધર્મના ગ્રંથે લઈને પાછા ક્ય. ધર્મની સાથે સાથે હિંદની કળાની અસર પણ ચીનમાં પહોંચી અને ચીનથી કેરિયા અને ત્યાંથી જાપાન સુધી ગઈ
હન વંશના સમયની બીજી બે મહત્વની હકીકતે નોંધને પાત્ર છે. લાકડાનાં બીબાંવતી છાપવાની કળા એ સમયે શેધાઈ પરંતુ એક હજાર વરસ સુધી એ શેધને બહુ ઉપયોગ ન થયું. આમ છતાંયે આ બાબતમાં ચીન યુરોપથી ૫૦૦ વરસ આગળ હતું.
ધવા લાયક બીજી બીના એ છે કે એ સમયમાં ત્યાં સરકારી અમલદારો માટે પરીક્ષાની પ્રથા શરૂ થઈ. છોકરા-છોકરીઓને પરીક્ષા પસંદ નથી હોતી અને એ બાબતમાં મારી તેમના પ્રત્યે સહાનુભૂતિ છે. પરંતુ તે જમાનામાં પરીક્ષા લઈને સરકારી અધિકારીઓ નીમવાની ચીનની પ્રથા એ તે અજબ વસ્તુ ગણાય. બીજા દેશમાં તે ગઈ કાલ સુધી મોટે ભાગે લાગવગથી સરકારી નોકરીમાં નિમણુક થતી અથવા તે કઈ ખાસ વર્ગ કે કેમમાંથી થતી. ચીનમાં તો જે કઈ પરીક્ષા પાસ કરે તેની નિમણૂક કરવામાં આવતી. આ પરીક્ષાની પ્રથા આદર્શ પદ્ધતિ તે ન જ કહી શકાય, કેમકે કઈ માણસ કેન્યૂશિયસના ગ્રંથની પરીક્ષામાં પાસ થાય ખરે પરંતુ તે સારે સરકારી અમલદાર ન પણ નીવડે. પરંતુ લાગવગ કે કઈ બીજી એવી જ રીતે નિમણૂક કરવાની પ્રથા કરતાં તે આ પરીક્ષાની પ્રથા ઘણી ચડિયાતી હતી. લગભગ ૨,૦૦૦ વરસે સુધી ચીનમાં આ પ્રથા ચાલુ રહી. હજી હમણું જ એ નાબૂદ કરવામાં આવી છે.