________________
ચિન અને હન વશે।
૧૧૧
એના સમયથી સમગ્ર ચીનમાં એકતાની ભાવના પ્રગટી અને એકતાની પરંપરા ચાલુ થઈ.
આ પછી ચીનમાં હન વંશ સત્તા ઉપર આવ્યેા. એને અમલ લગભગ ૪૦૦ વરસ ચાલ્યા. એ વંશની શરૂઆતના શાસકામાં એક સામ્રાની પણ થઈ છે. એ વંશના છઠ્ઠો સમ્રાટ વુતી હતા. એ ચીનના સમર્થ અને પ્રખ્યાત રાજકર્તાઓમાંના એક હતા. પચાસથીયે વધારે વરસ સુધી તેણે રાજ્ય કર્યુ. ઉત્તરના પ્રદેશ ઉપર નિરંતર હુમલા કર્યાં કરતા તાતાર લેાકેાને તેણે હરાવ્યા. પૂર્વમાં કારિયાથી માંડીને પશ્ચિમે કાસ્પિયન સમુદ્ર સુધીના પ્રદેશ ઉપર ચીનના એ સમ્રાટની આણ વર્તતી હતી અને મધ્ય એશિયાની બધી જાતિ તેનું આધિપત્ય સ્વીકારતી હતી. એશિયાના નકશા ઉપર તું નજર કરશે તે તેની સત્તા નીચેના વિશાળ ક્ષેત્રને અને ઈશુ પૂર્વેની પહેલી અને ખીજી સદીમાં ચીન કેટલું સમ હતું તેના તને કંઈક ખ્યાલ આવશે. એ જમાનાની રામની મહત્તા વિષે આપણે ઘણું વાંચીએસાંભળીએ છીએ. અને એમ માનવાને પ્રેરાઈ એ છીએ કે તે સમયે રામ દુનિયામાં સર્વોપરી હતું. રામને ‘દુનિયાની સ્વામિની ’ કહેવામાં આવતું હતું. તે સમયે રામ મહાન હતું એ ખરું અને તેની મહત્તા ઉત્તરાત્તર વધતી જતી હતી એ પણ સાચું, પરંતુ ચીન તેનાથી વધારે મોટું અને બળવાન સામ્રાજ્ય હતું. ઘણું કરીને વુતીના સમયમાં ચીન અને રામે એકબીજા સાથે સંપર્ક સાધ્યા. પાર્થિયન લેાકેાની મારફતે એ બંને દેશે. વચ્ચે વેપાર ચાલતા હતા. જેને આજે ઈરાન અને મેસેટેમિયા કહેવામાં આવે છે તે પ્રદેશમાં એ લાકા વસતા હતા. પછીથી રામ અને પાથિયા વચ્ચે લડાઈ થઈ ત્યારે એ વેપાર અટકી પડયો, અને રામે સમુદ્રમાગે ચીન સાથે સીધા વેપાર કરવાને પ્રયત્ન કર્યાં. રામનું એક વહાણ ચીનને દરે આવ્યું પણ ખરું. પરંતુ આ તો ઈશુ પછીની ખીજી સદીમાં બનવા પામ્યું. અને આપણે તા હયે ઈશુ પહેલાંના જમાનાની વાત કરીએ છીએ.
હન વંશના અમલ દરમિયાન ઐાધમ ચીનમાં દાખલ થયા. ઈશુના કાળ પહેલાં પણ ચીનમાં ઔદ્ધધર્મની જાણ થઈ હતી. પરંતુ એમ કહેવાય છે કે, ચીનના તત્કાલીન સમ્રાટે માથાની આસપાસ ઝળહળતી પ્રભાવાળા સેાળ ફૂટ ઊંચા મનુષ્યનું અદ્ભુત સ્વપ્ત જોયું ત્યાર પછી ચીનમાં તેના ફેલાવા થવા માંડ્યો. સ્વમામાં તેણે પશ્ચિમ