________________
વિહંગાવલોકન
૨૯ માર્ચ, ૧૯૩૨ યુગયુગાન્તરની આપણી સફરમાં આપણે ક્યાં સુધી પહોંચ્યાં ? મિસર, હિંદ, ચીન અને નાસાસના પ્રાચીન કાળ વિષે આપણે થોડી વાત કરી. આપણે જોયું કે પિરામીડે સરજનાર મિસરની પ્રાચીન અને અદ્ભુત સંસ્કૃતિ જર્જરિત થઈને દુર્બળ બની જઈ ખાલી છાયામાત્ર અને નિપ્રાણ આકાર અને પ્રતીકોની વસ્તુ થઈ રહી. ગ્રીસના પ્રદેશમાં વસતી પ્રજાએ નસાસનો નાશ એ પણ આપણે જોયું. હિંદ અને ચીનના ઇતિહાસના આરંભકાળની પણ આપણે કંઈક ઝાંખી કરી, જોકે પૂરતી સામગ્રીને અભાવે તે સમય વિષે આપણે વધારે જાણી શક્યાં નથી. છતાંયે તે સમયે એ બંને દેશોમાં સમૃદ્ધ સંસ્કૃતિ હતી એવી આપણને પ્રતીતિ થાય છે. અને હજાર વર્ષોથી એ બંને દેશો વચ્ચે સંસ્કારને અતૂટ સંબંધ ચાલ્યો આવે છે એ જોઈને આપણે તાજુબ થઈએ છીએ. આપણે એ પણ જોયું કે મેસેપેટેમિયામાં એક પછી એક સામ્રાજ્ય થડા સમય માટે ફાલ્યાંકૂલ્યાં અને છેવટે એ બધાં સામ્રાજ્યને ધોરી રસ્તે ચાલ્યાં ગયાં.
ઈ પૂ. લગભગ ૫૦૦ કે ૬૦૦ વરસ ઉપર જુદા જુદા દેશોમાં કેટલાક મહાન તત્વચિંતકે થઈ ગયા તેમને વિષે પણ આપણે થોડી વાત કરી. હિંદમાં બુદ્ધ અને મહાવીર, ચીનમાં ન્યૂશિયસ અને લાઓ-સે, ઈરાનમાં જરથુષ્ટ્ર અને ગ્રીસમાં પાઈથેગરાસ થઈ ગયા. આપણે જોયું કે બુદ્ધે કર્મકાંડી પુરહિત ઉપર અને હિંદમાં તે સમયે પ્રવર્તતા પ્રાચીન વૈદિક ધર્મના વિકૃત સ્વરૂપ ઉપર હલ્લે કર્યો; કેમકે તેમણે જોયું કે અનેક પ્રકારના વહેમો અને પૂજાઓ દ્વારા આમજનતાને ઠગવામાં આવતી હતી. જ્ઞાતિસંસ્થાને પણ તેમણે વખોડી કાઢી અને સમાનતાને ઉપદેશ કર્યો.
પછી આપણે જ્યાં એશિયા અને યુરોપ મળે છે ત્યાં પશ્ચિમમાં પહોંચ્યાં. ઈરાન અને ગ્રીસની ચડતી પડતીનું અવલેકન કરતાં કરતાં,