________________
૧૦૬
જગતના ઇતિહાસનું રેખાદર્શન
ઈરાનમાં વિશાળ સામ્રાજ્ય કેવી રીતે ઊભું થયું અને ‘ શાહ-અન-શાહ દરાયસે હિંદમાં સિંધ સુધી તેની હદ વધારી, એ સામ્રાજ્યે નાનકડા ગ્રીસને ગળી જવા કેવી રીતે પ્રયત્ન કર્યાં પણ છેવટે તેને માલૂમ પડયું કે એ નાનકડા દેશ પણ તેને સામનેા કરી શકે છે અને ટકી શકે છે એ બધું આપણે જોયું. પછી ગ્રીસના ઈતિહાસને ટૂંકા પણુ તેજસ્વી યુગ શરૂ થયા. એ વિષે પણ મેં તને કંઈક કહ્યું છે. એ યુગમાં ત્યાં અનેક પ્રતિભાશાળી અને મહાન પુરુષો પેદા થયા અને તેમણે અત્યંત સુંદર સાહિત્ય તથા અપ્રતિમ રમણીયતાવાળી કળાકૃતિ નિર્માણ કરી.
2
ગ્રીસના સુવર્ણયુગ લાંખે કાળ ન ટક્યો. મેસેડૈનના સિક ંદરે પોતાની જીતાથી ગ્રીસની કીર્તિ દૂર દૂર સુધી ફેલાવી, પણ તેના આગમનની સાથે જ ગ્રીસની ઉન્નત સંસ્કૃતિ ધીમે ધીમે લુપ્ત થવા લાગી. સિક ંદરે ઈરાનના સામ્રાજ્યને નાશ કર્યાં અને વિજેતા તરીકે હિંદની સરહદ પણ તેણે આળગી. તે મહાન સેનાપતિ હતા એ વિષે શક નથી. પરંતુ એને વિષે અગણિત દંતકથા ચાલી આવે છે અને તેથી તેને જેટલી કીર્તિ મળી છે તેને પાત્ર તે જણાતા નથી. સોક્રેટીસ, પ્લેટા, ફિડિયસ, સાફેક્લેસ અને એવા ખીજા ગ્રીસના મહાપુરુષો વિષે ભણેલાગણેલા લેાકેા જ કઈક જાણે છે. પણ ઍલેકઝાંડરનું નામ કાણે નથી સાંભળ્યું ? મધ્ય એશિયાના દૂર દૂરને ખૂણે એ સિક ંદર નામથી વિખ્યાત છે અને અનેક શહેરે એના નામે હજીયે આળખાય છે.
જ
સિકંદરે જે કઈ કર્યું... તે પ્રમાણમાં બહુ અલ્પ હતું. ઈરાનનું સામ્રાજ્ય જર્જરિત થઈ ગયું હતું અને હચમચી રહ્યું હતું એટલે તે લાંબે વખત ટકી શકે એમ નહોતું. તેની હિંદ પરની ચઢાઈ એક લૂંટના દરોડા જેવી જ હતી અને તેનું કશુંયે મહત્ત્વ નથી. તે વધારે જીવ્યેા હાત તા કદાચ તેણે કંઈક વધારે સંગીન કાર્ય કર્યું હત. પણ જુવાનીમાં જ તે મરણ પામ્યો અને તત્કાળ એનું સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું. એનું સામ્રાજ્ય તે વધારે ન ટક્યું, પણ એનું નામ હજીયે ટકી રહ્યું છે.
સિકંદરની પૂર્વ તરફની કૂચનું એક ભારે પરિણામ એ આવ્યું કે પૂર્વ અને પશ્ચિમને સબધ તાજો થયો. સંખ્યાબંધ ત્રીકા પૂર્વના મુલકામાં ગયા અને ત્યાંનાં જૂનાં શહેરામાં અથવા તેમણે વસાવેલી નવી વસાહતોમાં તેમણે વસવાટ કર્યાં. સિક ંદર પહેલાં પણ પૂર્વ અને પશ્ચિમને