________________
૧૦૪
જગતના ઈતિહાસનું રેખાદર્શન જેમ ઉત્પાદન વધતું જાય છે તેમ તેમ દુનિયાની સંપત્તિ વધે છે અને કંઈ નહિ તે મૂઠીભર લેકેને વધારે આરામ અને નવરાશ મળે છે. અને આવી રીતે જેને સંસ્કૃતિ કહેવામાં આવે છે તેને વિકાસ થાય છે.
હકીક્ત આ છે : અને છતાંયે લેકે આપણા ઉન્નત અને પ્રગતિશીલ યુગની, આપણું આધુનિક સુધારાની અજાયબીઓની, આપણી મહાન સંસ્કૃતિ અને વિજ્ઞાનની બડાશે હાંકે છે; છતાયે ગરીબ લેકે તે હજીયે ગરીબ અને દુ:ખી જ છે, અને મહાન પ્રજાઓ માંહોમાંહે લડે છે અને લાખે માણસની કતલ થાય છે તથા આપણા જેવા વિશાળ દેશ ઉપર પારકાઓ રાજ્ય કરે છે. જે આપણે પિતાના ઘરમાં પણ સ્વતંત્ર ન હોઈએ તે એ સુધારાથી આપણને શો લાભ? પણ હવે આપણે જાગ્રત થયાં છીએ અને આપણું કાર્ય પાર પાડવાને આપણે કમર કસી છે.
તે આપણે દરેક જણ મહાન પરાક્રમના કાર્યમાં ભાગ લઈ શકીએ અને માત્ર હિંદને જ નહિ પણ આખી દુનિયાને બદલાતી અવસ્થામાં નિહાળી શકીએ એવા આ ભારે ઊથલપાથલના જમાનામાં જીવીએ છીએ એ આપણું કેવું અહોભાગ્ય! તું તે ભાગ્યશાળી બાળા છે. રશિયામાં ન યુગ પ્રવર્તાવનાર ક્રાંતિ થઈ તે વરસમાં અને તે જ માસમાં તું જન્મી હતી. અને આજે તારા પિતાના જ દેશમાં તું કાંતિ ભાળી રહી છે તથા સંભવ છે કે, થોડા વખત પછી તું એમાં ભાગ પણ લેતી થશે. દુનિયામાં બધે આજે ભારે હાડમારી છે અને બધે પરિવર્તન ચાલી રહ્યું છે. દૂર પૂર્વમાં જાપાને ચીનની ગળચી પકડી છે અને પશ્ચિમમાં જ નહિ પણ આખી દુનિયામાં જૂની વ્યવસ્થા. હચમચી ઊઠી છે અને કડડભૂસ તૂટી પડવાની અણી પર છે. કેટલાક દેશે નિઃશસ્ત્રીકરણની વાત કરે છે ખરા, પણ એકબીજાની સામે શંકાની નજરે જોતા રહી તેઓ નખશીખ શસ્ત્રસજજ રહેવાની પેરવી રાખે છે. જેણે દુનિયા ઉપર આટલા બધા વખત સુધી દર ચલાવ્યું તે મૂડીવાદને આ સંધ્યાકાળ છે. એને અંત અનિવાર્ય છે, અને જ્યારે એને અંત આવશે ત્યારે બીજા ઘણયે નાનાં અનિષ્ટોની સાથે દુનિયાને માથેથી એક મોટું અનિષ્ટ દૂર થશે.