________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન પ્રદેશના બરફ અને હિમનદીઓ તરફ જ મને તે વિશેષ આકર્ષણ હતું. પરંતુ લંકાના થડા દિવસના નિવાસથી ઉષ્ણ પ્રદેશનાં સૌંદર્ય અને મોહિનીને મને કંઈક અનુભવ થયો અને તેમની ઝંખના કરતા તથા તેમની ફરીથી મૈત્રી કરવાની આશા સેવતો હું પાછો ફર્યો.
લંકામાં આપણે આરામને મહિને ધારવા કરતાં વહેલે પૂરો થઈ ગયો, અને સમુદ્રની સાંકડી પટી ઓળંગી હિંદને દક્ષિણને નાકે આપણે આવી પહોંચ્યાં. તને આપણી કન્યાકુમારીની મુલાકાત યાદ છે? કહે છે કે, ત્યાં આગળ એક કુમારી દેવી વસે છે અને તે ભારતમાતાની ચોકી કરે છે. આપણું સુંદર નમોને મચડીને વિકૃત કરવામાં એક પશ્ચિમના લેકે એને “કેપ કેમેરીન” કહે છે. તે વખતે આપણે ખરેખર ભારતમાતાના ચરણ આગળ બેઠાં હતાં અને અરબી સમુદ્રનાં પાણી બંગાળના ઉપસાગરનાં પાણીને મળતાં આપણે ભાળ્યાં હતાં. એ બંને સાગરે ભારતમાતાનું પૂજન કરી રહ્યા છે, એવી કલ્પના કરતાં આપણને તે સમયે કે આનંદ થયો હતે ! ત્યાં આગળ અભુત શાંતિ હતી; અને મારું મન હજારે માઈલ દેડીને દૂર હિંદના બીજા છેડા સુધી પહોંચી ગયું, જ્યાં શાશ્વત હિમથી આચ્છાદિત હિમાલય આવેલું છે અને અસીમ શાંતિ પણ પ્રવર્તે છે. પરંતુ એ બેની વચ્ચે કેટકેટલાં અશાંતિ, કલહ, દુઃખ, અને ગરીબાઈ છે !
કન્યાકુમારી છોડીને પછી આપણે ઉત્તર તરફ ચાલ્યાં. ત્રાવણકોર, ચીન અને મલબારની ખાડીઓમાં થઈને આપણે મુસાફરી કરી. એ બધાં સ્થાને કેટલાં મનહર હતાં ! અને ગીચ ઝાડીઓથી છવાયેલા કાંઠા વચ્ચે થઈને ચાંદનીમાં આપણી હડી કેવી આગળ સરતી હતી–જાણે એક સ્વમ ન હોય! પછી આપણે મૈસૂર, હૈદરાબાદ અને મુંબઈ થઈને અલ્લાહાબાદ પહોંચ્યાં. આ નવ મહિના પહેલાંની એટલે કે ગયા જૂન માસની વાત છે.
પરંતુ આજકાલ તે હિંદમાં બધા માર્ગે વહેલામેડા સૈને એક જ સ્થાને લઈ જાય છે. બધા પ્રવાસે, પછી તે સ્વપ્રવાસ હેય કે સારો પ્રવાસ, જેલમાં જ સમાપ્ત થાય છે! એટલે હું ફરી પાછો મારી સુપરિચિત દીવાલની પાછળ આવી પહોંચ્યો છું. અને વિચાર કરવાની તથા તને પત્ર લખવાની પુષ્કળ નવરાશ હવે મને પાછી મળી છે. પણ મારા પત્રો તને નયે પહોંચે. આપણી લડત ફરી પાછી ચાલુ થઈ છે અને હિંદનાં સ્ત્રીપુરુષો અને છોકરા છોકરીઓ