________________
આામનો એક માસ અને સ્વગ્ન સમી યાત્રા ૯૯
-
-
સ્વાતંત્ર્યના અને આપણા દેશને ગરીબાઈના શાપમાંથી મુક્ત કરવા માટેના સંગ્રામમાં ઝંપલાવે છે. પરંતુ સ્વતંત્રતાની દેવીને પ્રસન્ન કરવી મુશ્કેલ છે. પ્રાચીન સમયની પેઠે આજે પણ તે પોતાના ભક્તો પાસેથી મનુષ્યની કુરબાનીની — નર-અલિની – અપેક્ષા રાખે છે. આજે મારા જેલવાસના ત્રણ માસ પૂરા થયા; ત્રણ માસ ઉપર આ જ દિવસે, એટલે કે ૨૬ મી ડિસેબરે, હું વનમાં છઠ્ઠી વખત સરકારને હાથે પકડાયા. તને ફરીથી આ પત્રા લખવાનું શરૂ કરતાં મે વધારે વિલંબ કર્યાં છે. પરંતુ વમાનથી જ મન ભરેલું હાય ત્યારે દૂર દૂરના પ્રાચીન સમય વિષે વિચારવું કેટલું મુશ્કેલ બની જાય છે એ તું સમજે છે. જેલમાં રીઠામ થતાં અને બહારના બનાવા વિષે ચિંતા કરવાનું છેડતાં મને કઈંક સમય લાગે છે. હું તને નિયમિત રીતે પત્રા લખવા પ્રયત્ન કરીશ. પણ હાલ હું ખીજી જેલમાં છું. જેલને આ ફેરફાર મને રુચ્યા નથી અને તેથી મારા કામમાં જરા વિક્ષેપ પડે છે. અહી આગળ મારી ક્ષિતિજની મર્યાદા પહેલાંના આવા કાઈ પણ સ્થાન કરતાં વધારે ઊંચી છે. મારી સામેની દીવાલ અને ચીનની વિશાળ દીવાલ વચ્ચે કઈ નહિ તે ઊંચાઈમાં સામ્ય છે ખરું ! એ લગભગ ૨૫ ફૂટ ઊંચી લાગે છે અને રાજ સવારે એના ઉપર થઈ તે અમારી પાસે આવતાં સૂર્યંને દેઢ કલાક વધારે લાગે છે.
પણ આપણી ક્ષિતિજ ઘેાડા સમય પૂરતી જ મર્યાદિત રહેશે. હમણાં તે। વિશાળ નીલવણું સમુદ્ર, પહાડા અને રણાને યાદ કરવાં અને દશ માસ ઉપર હું, તું અને તારી મા ત્રણેએ સ્વયાત્રા કરી હતી તેનું સ્મરણ કરવું, એ જ સમાધાનકારક છે.