________________
૨૧
આરામના એક માસ અને સ્વગ્ન સમી યાત્રા ૨૩ માર્ચ, ૧૯૩૨
નૈની જેલમાંથી પ્રાચીન તિહાસ વિષે હું તને લખતા હતા તે વાતને ચૈાદ માસ થઈ ગયા. એ પછી ત્રણ માસ બાદ અરબી સમુદ્ર પરથી એ ટૂં કા પત્રા આ પત્રમાળામાં મે ઉમેર્યાં હતા. એ વખતે ક્રેાવિયા સ્ટીમરમાં બેસીને હું લંકા તરફ જઈ રહ્યો હતો. હું એ પત્રો લખતો હતા ત્યારે સમુદ્રના વિસ્તૃત પટ મારી સામે પથરાયેલા હતા અને એ દૃશ્ય જોતાં મારી આંખેા ધરાતી નહોતી. પછી આપણે લંકા પહોંચ્યાં. ત્યાં આપણે એક માસ અત્યંત આનંદ અને આરામમાં ગાળ્યા અને આપણાં દુઃખા અને ઉપાધિએ વીસરવા પ્રયત્ન કર્યો. એ મનેહર દ્વીપના એક છેડાથી ખીજા છેડા સુધી આપણે પ્રવાસ કર્યાં અને તેનાં અપ્રતિમ સાંધ્ય અને પ્રાકૃતિક સમૃદ્ધિ નિહાળીને આપણે રામહ અનુભવ્યેા. કાંડી, નારા છલિયા અને પ્રાચીન મહત્તાનાં ખંડિયેરા તેમજ અવશેષોથી ભરપૂર અનુરુદ્ઘપુર, વગેરે જે જે સ્થળેાએ આપણે ગયાં એ બધાંનું સ્મરણ કેટલું બધું આહ્લાદક છે ! પણ એ સૈાના કરતાં, જીવનથી તરવરતા અને આપણી તરફ પોતાની હજારો આંખા વડે જોઈ રહેતા ગીચ શીતળ જંગલનું, પાતળાં, એકદમ ટટાર અને સીધાં રમણીય સાપારી વૃક્ષાનું, અસંખ્ય નાળિયેરીનાં ઝાડાનું, અને જ્યાં આગળ દ્વીપના નીલમના જેવા હરિયાળા વણુના સમુદ્ર તથા આકાશના નીલ વણુ સાથે સયાગ થાય છે તે તાડવ્રુક્ષાવાળા દરિયાકિનારાનું સ્મરણ હું અધિક પ્રેમથી કરું છું. વળી, સાગરનાં ચમકતાં જળ મૃદુ લહરીઓથી કાંઠાની રેતી પર ગેલ કરતાં તથા તાડનાં પાંદડાંઓમાં થઈ ને સૂસવતા પવન વાતા એ પણુ વીસરાતું નથી.
ઉષ્ણ કટિબંધની એ તારી પ્રથમ મુસાફરી હતી અને જેનું સ્મરણ પણ લગભગ ભુસાઈ ગયું છે તેવી પહેલાંની એક ટૂંકી મુલાકાત બાદ કરતાં મારે માટે પણ એ નવા જ અનુભવ હતા. ત્યાંની ગરમીની મને ખીક રહેતી હતી. સમુદ્ર, પહાડ અને ખાસ કરીને ઉચ્ચ
6-2