________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન ચંદ્રગુપ્તના અમલ દરમિયાન, જેને એશિયામાઈનરથી હિંદ સુધી મુલક મળ્યું હતું તે સિકંદરના સેનાપતિ સેલ્યુકસે પિતાના સૈન્ય સાથે સિંધુ નદી ઓળંગી હિંદ ઉપર ચડાઈ કરી. પરંતુ પિતાના આ
અવિચારી સાહસ માટે તેને તરત જ પસ્તાવું પડયું. ચંદ્રગુપ્ત તેને સખત હાર આપી અને જે રસ્તે આવ્યા હતા તે રસ્તે તે પાછો ફેર્યો. આ ચડાઈથી કશે લાભ મેળવવાને બદલે કાબુલ અને હેરાત સુધીના ગંધાર અથવા અફઘાનિસ્તાનના પ્રદેશને માટે ભાગ તેને ચંદ્રગુપ્તને આપી દેવો પડ્યો. ચંદ્રગુપ્ત સેલ્યુકસની પુત્રી સાથે લગ્ન પણ કર્યું. હવે તેનું સામ્રાજ્ય આખા ઉત્તર હિંદુસ્તાન ઉપર, અફઘાનિસ્તાનના થડા પ્રદેશ ઉપર, એટલે કે કાબુલથી બંગાળ સુધી અને અરબી સમુદ્રથી માંડીને બંગાળના ઉપસાગર સુધી વિસ્તર્યું હતું. માત્ર દક્ષિણ હિંદ તેની હકૂમત નીચે નહોતું. આ વિશાળ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર હતું.
સેલ્યુકસે મેગેસ્થનિસ નામના માણસને ચંદ્રગુપ્તના દરબારમાં પિતાના એલચી તરીકે મે . મેગેસ્થનિસ તે સમયને એક રસિક હેવાલ આપણે માટે મૂકી ગયું છે. પરંતુ આપણી પાસે એથી પણ વિશેષ રસિક હેવાલ છે જેમાંથી ચંદ્રગુપ્તના રાજ્યતંત્રનું વિગતવાર વર્ણન આપણને મળે છે. આ હેવાલ તે કટિલ્યનું અર્થશાસ્ત્ર. આ કૌટિલ્ય તે બીજો કઈ નહિ પણ આપણે જૂને મિત્ર ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત છે. અને અર્થશાસ્ત્ર એટલે સંપત્તિ વિષેનું શાસ્ત્ર.
આ અર્થશાસ્ત્રમાં ઘણા વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે અને તેમાં એટલી બધી વિવિધ બાબતેની ચર્ચાઓ કરી છે કે એને વિષે હું તને બહુ વિસ્તારથી કહી શકું એમ નથી. એમાં રાજાના ધર્મનું, તેના પ્રધાન અને સલાહકારનાં કર્તવ્યનું, રાજ્યપરિષળું, રાજ્યનાં જુદાં જુદાં ખાતાઓનું, વેપારજગારનું, ગામ અને કસબાઓના શાસનનું, કાયદા અને ન્યાયની અદાલતનું, સામાજિક રૂઢિ અને રીતરિવાજોનું, સ્ત્રીઓના અધિકારનું, વૃદ્ધ અને નિરાધાર લેકના પાલનનું, લગ્ન અને છૂટાછેડાનું, કરેનું, લશ્કર અને નૌકાસૈન્યનું, યુદ્ધ અને સુલેહનું, કુટિલનીતિનું, ખેતી, કાંતવાવણવાનું, કારીગરોનું, પાર્સપર્ટનું, અરે, જેનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે ! આ યાદીમાં હું ઘણે ઉમેરો કરી શકું એમ છું, પરંતુ કટિલ્યના અર્થ શાસ્ત્રનાં પ્રકરણોનાં મથાળાંઓથી આ પત્ર ભરવાની મારી ઇચ્છા નથી.