________________
ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૮૯ રાજ્યાભિષેક વખતે પ્રજા પાસેથી રાજ્યસત્તા પ્રાપ્ત કર્યા પછી રાજાને પ્રજાસેવાની પ્રતિજ્ઞા લેવી પડતી. તેને પ્રતિજ્ઞા કરવી પડતી કે,
જો હું તમને પીડું તે હું સ્વર્ગ રહિત, જીવનરહિત અને સંતાનરહિત થાઉં. એ ગ્રંથમાં રાજાનાં દિનચર્યા અને નિત્યકર્મ પણ આપવામાં આવ્યાં છે. તાકીદનાં કાર્યો માટે તેને હમેશાં તત્પર રહેવાનું હતું કારણકે જાહેર કર્યો રાજાની ખુશી મુજબ રેકી ન શકાય કે તેમાં વિલંબ પણ ન કરી શકાય. “રાજા જે ઉદ્યમી હોય તે તેની પ્રજા પણ ઉદ્યમી બને.”
પ્રજાના સુખમાં જ તેનું સુખ છે અને તેની આબાદીમાં જ રાજા ની આબાદી છે. જે વસ્તુ તેના મનને ભાવે તેને તે સારી નહિ ગણે, પણ જે વસ્તુ પ્રજાને પસંદ પડે તેને તેણે સારી ગણવી જોઈએ.”
આપણી દુનિયામાંથી આજકાલ રાજાએ અદશ્ય થતા જાય છે. હવે બહુ થેડા જ રહ્યા છે અને તેઓ પણ થોડા સમયમાં અલેપ થવાના. પણ એ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે પ્રાચીન હિંદમાં રાજપદના આદર્શમાં પ્રજાસેવાનો સમાવેશ થતો હતો. તે સમયે રાજાનાં દેવસિદ્ધ હક (ડિવાઈન રાઈટ) કે આપખુદ સત્તા જાણવામાં નહોતાં. રાજા કદી દુરાચારી નીકળે તે તેને પદભ્રષ્ટ કરવાનો અને તેની જગ્યાએ બીજાને મૂકવાને પ્રજાને અધિકાર હતો. એ કાળમાં આ સિદ્ધાંત અને આદર્શ હતે. અલબત, એવા પણ ઘણું રાજાઓ હતા કે જેઓ આ આદર્શને અનુસરવામાં નિષ્ફળ નીવડ્યા અને જેમણે પિતાની બેવકૂફીથી પિતાની પ્રજા અને દેશ ઉપર આપત્તિ આણી.
આર્યને કદી પણ ગુલામ ન બનાવાય” એ પ્રાચીન સિદ્ધાંત ઉપર અર્થશાસ્ત્ર પણ ઘણે ભાર મૂકે છે. આ ઉપરથી એ તે સ્પષ્ટ છે કે તે સમયે કોઈ ને કોઈ પ્રકારના ગુલામે તે હતા જ. પછી તે પરદેશથી આણવામાં આવ્યા હોય કે આ દેશના વતની હોય. પરંતુ કોઈ પણ આર્ય કદીયે ગુલામ ન બને એ વિષે ખાસ કાળજી રાખવામાં આવતી.
પાટલીપુત્ર મૈર્ય સામ્રાજ્યની રાજધાની હતી. એ ભવ્ય શહેર હતું અને ગંગા નદીને કિનારે નવ માઈલ સુધી એને વિસ્તાર હતે. તેના કેટને ચેસઠ મુખ્ય દરવાજા હતા અને નાના નાના બીજા સેંકડે દરવાજા હતા. મોટા ભાગનાં ઘરે લાકડાનાં હતાં અને એમને આગનું