________________
ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ૮૦ ચેડા જ વખતમાં તેમને એવો મેકે મળી ગયો. સિકંદરના મરણના ખબર તક્ષશિલા પહોંચ્યા કે તરત જ ચંદ્રગુપ્તને લાગ્યું કે કાર્ય કરવાને વખત આવી પહોંચ્યો છે. તેણે આસપાસના લોકોને જાગ્રત કર્યા અને તેમની સહાયથી સિકંદર ત્યાં આગળ જે સેના મૂકી ગયું હતું તેના ઉપર હુમલે કરી તેને હાંકી કાઢી. તક્ષશિલાને કબજે લીધા પછી ચંદ્રગુપ્ત અને તેના સહાયકોએ દક્ષિણમાં પાટલીપુત્ર તરફ કૂચ કરી અને નંદ રાજાને હરાવ્યું. આ બનાવે ઈ. સ. પૂ. ૩૨૧ની સાલમાં, એટલે કે સિકંદરના મરણ પછી પાંચ વર્ષ બાદ બન્યું. અને એ દિવસથી માર્ય વંશને અમલ શરૂ થયો. ચંદ્રગુપ્તને “મૈર્ય” શા માટે કહેવામાં આવતું હતું એ વિષે આપણને ચોક્કસ માહિતી મળતી નથી. કેટલાક કહે છે કે તેની માનું નામ મુરા હતું તે ઉપરથી તે મૌર્ય કહેવાતું. વળી બીજા કેટલાક કહે છે કે તેની માને બાપ રાજાના મોરને રખવાળ હતા અને મોરને સંસ્કૃતમાં “મયૂર” કહેવામાં આવે છે તે ઉપરથી તેનું નામ “મર્ય' પડયું. એ શબ્દનું મૂળ ગમે તે હો, પણ તે ચંદ્રગુપ્ત મૌર્યના નામથી ઓળખાય છે અને એ નામથી જ એના પછી ઘણી સદીઓ બાદ થયેલા હિંદુસ્તાનના ચંદ્રગુપ્ત નામના બીજા મહાન રાજકર્તાથી તે જુદો છે એમ આપણે યાદ રાખી શકીએ છીએ.
મહાભારતમાં તેમજ બીજા પ્રાચીન ગ્રંથો અને કથાઓમાં સમગ્ર ભારતવર્ષ ઉપર રાજ્ય કરતા મહાન રાજાઓ અથવા ચક્રવતીઓ વિષે આપણે વાંચીએ છીએ. પરંતુ તે સમયની આપણને ચોક્કસ માહિતી નથી અને ભારત અથવા તે ભારતવર્ષનો તે કાળમાં કેટલે વિસ્તાર હતે તે પણ આપણે ચોક્કસ કહી શકીએ નહિ. સંભવ છે કે તે કાળની આપણને મળતી કથાઓમાં પ્રાચીન રાજાઓના સામર્થ્ય વિષે અતિશયોક્તિ પણ કરવામાં આવી હેય. એ ગમે તેમ છે, પણ ચંદ્રગુપ્ત મર્યનું સામ્રાજ્ય એ ઈતિહાસમાં હિંદુસ્તાનમાં ઉદ્ભવેલાં બળવાન અને વિસ્તૃત સામ્રાજ્યનું પ્રથમ દષ્ટાંત છે. આપણે જોઈશું કે એ અતિશય પ્રગતિશીલ અને બળવાન રાજ્યતંત્ર હતું. એ તે સ્પષ્ટ છે કે આવું રાજ્ય અને રાજ્યતંત્ર એકાએક તે અસ્તિત્વમાં ન જ આવ્યું હોય. ઘણું લાંબા સમયથી એ દિશામાં અનેકવિધ પ્રવૃત્તિ ચાલુ હશે –નાનાં નાનાં રાજ્યો એકત્ર થતાં ગયાં હશે અને શાસનકળામાં પણ ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી હશે. *