________________
પર્વ ૧૦ મું “અહ“ત, ભગવંત, સ્વયં બુદ્ધ, વિધાતા અને પુરૂષોમાં ઉત્તમ એવા આદિકાર તીર્થકર રૂપ તમને હું નમસ્કાર કરું છું. લેકમાં પ્રદીપરૂપ, લેકને પ્રદ્યોતના કરનારા, લોકમાં ઉત્તમ, લોકના અધીશ અને લોકના હિતકારી એવા તમને હું નમું છું. પુરૂષોમાં શ્રેષ્ઠ પુંડરીક કમળ રૂપ, સુખના આપવાવાળા, પુરૂષોમાં સિંહ સમાન અને પુરૂષોમાં મદાંધી ગજેન્દ્ર રૂપ એવા તમને નમસ્કાર છે. ચક્ષુને અને અભયને આપનારા, બોધિદાયક, માર્ગદેશક, ધર્મદાયક, ધર્મદેશક અને શરણદાયક એવા તમને હું નમું છું. ધર્મના ચક્રવતી, છદ્મસ્થપણાને નિવૃત્ત કરનાર અને સમ્યગદર્શનધારી એવા તમને નમસ્કાર છે. જિન અને જાપક', તરેલા અને તારનાર, કર્મથી મુક્ત અને મુકાવનાર, તથા બુદ્ધ અને બોધ કરનાર એવા તમને હું નમું છું. સર્વજ્ઞ, સર્વેદશી, સર્વ અતિશયના પાત્ર અને આઠ કર્મને નાશ કરનાર એવા હે સ્વામી! તમને નમસ્કાર છે. ક્ષેત્ર, પાત્ર, તીર્થ, પરમાત્મા, સ્યાદ્વાદવાદી, વીતરાગ અને મુનિ એવા તમને નમસ્કાર છે. પૂજ્યના પણ પૂજ્ય, મોટાથી પણ મોટા, આચાર્યોના પણ આચાર્ય અને યેષ્ઠના પણ યેષ્ઠ એવા તમને નમસ્કાર છે. વિશ્વને ઉપન્ન કરનાર, યોગીઓના નાથ અને યેગી, પવિત્ર કરનાર અને પવિત્ર, અનુત્તર અને ઉત્તર એવા તમને નમસ્કાર છે. પાપનું પ્રક્ષાલન કરનાર, ગાચાર્ય, જેનાથી કોઈ બીજુ વિશેષ ઉત્તમ નથી એવા, અગ્ર, વાચસ્પતિ અને મંગળરૂપ તમને નમસ્કાર છે. સર્વ તરફથી ઉદિત થયેલા, એક વીર, સૂર્યરૂપ અને “૩૪ મૂકુંવઃ સ્વઃ' એ વાણીથી સ્તુતિ કરવા ગ્ય એવા તમને નમસ્કાર છે. સર્વ જનના હિતકારી, સર્વ અર્થન સાધનાર, અમૃતરૂપ, બ્રહ્મચર્યને ઊંદિત કરના૨, આપ્ત અને પારંગત એવા તમને નમસ્કાર છે. દક્ષિણીય, નિકા૨, દયાળ અને વાષભનારા શરીરના ધારણ કરનાર એવા તમને નમસ્કાર છે. ત્રિકાળના જાણનાર, જિનેંદ્ર, સ્વયંભૂ, જ્ઞાન, બળ, વીર્ય, તેજ, શક્તિ અને એશ્વર્યમય એવા તમને નમસ્કાર છે. આદિ પુરૂષ, પરમેષ્ઠી, મહેશ અને જ્યોતિષ્મસ્વરૂપ એવા તમને નમસ્કાર છે. સિદ્ધાર્થ રાજાના કુળ રૂપી ક્ષીરસાગરમાં ચંદ્ર જેવા, મહાવીર, ધીર અને ત્રણ જગતના સ્વામી એવા તમને નમસ્કાર છે.”
આ પ્રમાણે સ્તુતિ કરી પ્રભુને લઈ માતાની પાસે મૂક્યા અને તેમનું પ્રતિબિંબ અને અવસ્થા પનિકા નિદ્રા હરી લીધી. પછી ઉશીષે સૌમવસ્ત્ર તથા બે કુંડળ અને પ્રભુની શય્યા ઉપર શ્રીદા મગંડક મૂકી ઈદ્ર પિતાના સ્થાનકે ગયા. તે સમયે ઈદ્રની આજ્ઞાથી કુબેરેલા જભક દેવતાઓ એ સિદ્ધાર્થ રાજાના ગૃહમાં સુવર્ણ, માણિજ્ય અને વસુધારાની વૃષ્ટિ છે. - પ્રભાતકાળે રાજા સિદ્ધાર્થે પ્રભુના જન્મોત્સવમાં પ્રથમ તે કારાગૃહમાંથી સર્વ કેદીઓને છેડી મૂક્યા. “અહંતને જન્મ ભવિ પ્રાણીઓને ભવમાંથી પણ છોડાવે છે.” ત્રીજે દિવસે માતાપિતાએ પ્રસન્ન થઈ પુત્રને સૂર્ય ચંદ્રના બિંબના દર્શન કરાવ્યા. છ દિવસે મધુર સ્વરે મંગળ ગીત ગાનારી, કુંકુમના અંગરાગને ધરનારી, ઘણું આભૂષણોથી શૃંગારેલી અને કંઠમાં લટકતી માળાઓ પહેરનારી અનેક કુલીન સૌભાગ્યવતી સ્ત્રીઓની સાથે રાજા રાણીએ રાત્રિજાગરણોત્સવ કર્યો. જ્યારે અગ્યારમો દિવસ પ્રાપ્ત થયા એટલે સિદ્ધાર્થ રાજાએ અને ત્રિશલા દેવીએ પુત્રને જાતકર્મમહોત્સવ પૂર્ણ કર્યો. જેની ઈચ્છા માત્ર સિદ્ધ થઈ છે એવા સિદ્ધાર્થ રાજાએ બારમે દિવસે પોતાના સર્વ જ્ઞાતિ, સંબંધી અને બાંધવોને બેલાવ્યા. તેઓ હાથમાં અનેક પ્રકારની માંગલ્ય ભેટ લઈને આવ્યા. એગ્ય પ્રતિદાનના વ્યવહારમાં ૧. રાગદ્વેષ જીતેલા અને બીજાને જીતાવનારા.