________________
પર્વ ૧૦ સુ
૧૫
અશુભ કર્મ ઉપાર્જન કરશે, માટે માતાપિતાના જીવતાં હું દીક્ષા લઈશ નહીં.’ આ પ્રમાણે પ્રભુએ સાતમે માસે અભિગ્રહ લીધે.
અનુક્રમે ગર્ભ સ્થિતિ પૂર્ણ થયે જે વખતે સ` દિશાએ પ્રસન્ન થઈ હતી, સર્વ ગ્રહો ઊચ્ચ સ્થાને આવ્યા હતા, પવન પૃથ્વીપર પ્રસરીને પ્રદક્ષિણ અને અનુકૂલ વાતા હતા, જગત બધુ હથી પૂર્ણ થયું હતુ અને જયકારી શુભ શરૂના થતા હતા; તે સમયે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતિત થતાં ચૈત્ર માસની શુકલ ત્રયેાદશીએ ચંદ્ર હસ્તેાત્તરા નક્ષત્રમાં આવતાં ત્રિશલા દેવીએ સિંહના લાંછનવાળા, સુવર્ણ સમાન કાંતિવાળા અને અત્યંત સુંદર પુત્રને જન્મ આપ્યા. તે અવસરે ભાગ'કરા વિગેરે છપ્પન દિકુમારીએએ આવીને પ્રભુનું અને માતાનુ સૂતિકા કર્મ કર્યું.૧
સૌધમ ઈદ્ર પણ આસનક પથી પ્રભુના જન્મ જાણી તત્કાળ પરિવાર સહિત સૂતિકાગૃહમાં આવ્યા. અર્હંતને અને તેમની માતાને દૂરથી પ્રણામ કરી નજીક આવીને તેણે દેવીપર અવસ્થાપનિકા નિદ્રા મૂકી. પછી દેવીની પડખે ભગવ ંતનું પ્રતિબિંબ મૂકી ભક્તિકર્મોમાં અતૃપ્ત એવા ઇન્દ્રે પેાતાના શરીરના પાંચ રૂપ કર્યા. એક રૂપે તેણે પ્રભુને પેાતાના હાથમાં ઉપાડયા, ખીજે રૂપે પ્રભુને માથે છત્ર ધર્યું', બે રૂપે પ્રભુની બંને બાજુ સુ ંદર ચામર ધારણ કર્યાં. અને એક રૂપે વા ઉછાળતા અને નૃત્ય કરતા પ્રભુની આગળ ચાલ્યા. એ પ્રમાણે મેરૂગિરિપર જઇ અતિપાંડુક ખલા નામની શિલા ઉપર પ્રભુને ઉત્સંગમાં લઈને સિંહાસનપર બેઠા. તે વખતે બીજા ત્રેસઠ ઈંદ્રો પણ પ્રભુને સ્નાત્ર કરવા માટે ત્યાં આવ્યા. આભિયાગિક દેવતાએ સ્નાત્રને માટે તીનું જલ લઈ આવ્યા. તે અવસરે ભક્તિથી કામળ ચિત્તવાળા શક્રને ‘આટલેા બધા જલના સંભાર પ્રભુ શી રીતે સહન કરી શકશે’ એમ શકા ઉત્પન્ન થઈ. એટલે ઇંદ્રની આશંકા દૂર કરવા સારૂ પ્રભુએ લીલામાત્રે વામ ચરણના અંગુઠાથી મેગિરિને ખાવ્યા. તેથી તત્કાળ જાણે પ્રભુને નમવાને માટે જ હાય તેમ મેરૂ પર્યંતના શિખરો નમી ગયા, કુલિગિરઆ જાણે તેની નજીક આવતા હોય તેમ ચલાયમાન થયા, સમુદ્રો જાણે પ્રભુને સ્નાત્ર કરવાને ઇચ્છતા હોય તેમ ઘણું ઉછળવા લાગ્યા અને પૃથ્વી જાણે પ્રભુ પાસે નૃત્ય કરવાને ઉન્મુખ થઇ હોય તેમ સત્વર કંપવા લાગી. આ પ્રમાણે ઉત્પાત જોઇને ‘આ શુ થયુ ?” એમ ચિંતા કરતા ઇન્દ્રે અવિધજ્ઞાને જોયુ' એટલે તે વધી પ્રભુના પરાક્રમની લીલા તેના જાણવામાં આવી. પછી ઇંદ્રે કહ્યું, 'હે નાથ ! અસામાન્ય એવું તમારૂ' માહાત્મ્ય મારા જેવા સામાન્ય પ્રાણી શી રીતે જાણી શકે ? માટે મે' જે આવુ' વિપરીત ચિંતવ્યું, તે મારૂં દુષ્કૃત્ય મિથ્યા હજો.' આ પ્રમાણે કહી ઈ', પ્રભુને પ્રણામ કર્યા. પછી આનદ સહિત અનેક પ્રકારના વાજિંત્રા વાગતે છતે ઇદ્રોએ તીના સુગધી અને પવિત્ર જલવડે અભિષેક મહાત્સવ કર્યા. તે અભિષેકના જલને સુર, અસુર, મનુષ્યા અને નાગકુમારા વંદન કરવા લાગ્યા અને વારવાર સર્વ પ્રાણીઓના અંગાપર છાંટવા લાગ્યા. પ્રભુના સ્નાત્રજળ સાથે મળેલી મૃત્તિકા પણ વંદન કરવા ચેાગ્ય થઈ પડી. કેમકે ગુરૂના સ`સથી લઘુની પણ ગૌરવતા થાય છે.” પછી સૌધમે દ્ર પ્રભુને ઈશાન ઈંદ્રના ઉત્સંગમાં આપી સ્નાન, અર્ચન અને આરાત્રિક કરી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા
૧ દિકુમારિકાઓએ કરેલ મહેાત્સવનુ વર્ણન પ્રથમ પર્વમાં ઋષભદેના અધિકારમાં સવિસ્તર આપેલુ હાવાથી અહીં આપ્યું નથી.