________________
પર્વ ૧૦ મું તત્પર એવા રાજાએ તેમનો સત્કાર કર્યો. પછી સિદ્ધાર્થ રાજાએ તેઓને કહ્યું કે, “આ પુત્ર ગર્ભમાં આવતાં અમારા ઘરમાં, નગરમાં અને માંગલ્યમાં ધનાદિકની વૃદ્ધિ થયેલી છે તેથી તેનું વદ્ધમાન એવું નામ છે. આ પ્રમાણે સાંભળી તે બંધુઓએ પણ હર્ષ પામીને કહ્યું કે, “એમ જ થાઓ” પછી “પ્રભુ મેટા ઉપસર્ગોથી પણ કંપાયમાન થશે નહીં એવું ધારી ઈદ્ર તે જગત્પતિનું મહાવીર એવું નામ પાડયું. ભક્તિવંત એવા સુર અને અસુરેથી આગળ પડી પડીને સેવાતા, અમૃતવર્ષિણ દષ્ટિથી પૃથ્વીનું સિંચન કરતા અને એક હજાર ને આઠ લક્ષણથી ઉપલક્ષિત એવા પ્રભુ છે કે સ્વભાવથી ગુણવૃદ્ધ તો હતા જ, પરંતુ અનુક્રમે વયે કરીને પણ વધવા લાગ્યા.
એક વખતે આઠ વર્ષમાં કંઈક ઓછી વયના પ્રભુ સમાન વયના રાજપુત્રોની સાથે વયને યેગ્ય એવી ક્રીડા કરવા ગયા. તે સમયે અવધિજ્ઞાનવડે તે જાણીને ઈ દેવતાઓની સભામાં ધીરપણામાં મહાવીર એવા વીર ભગવંતની પ્રશંસા કરી. તે સાંભળી કઈ મત્સરી દેવ “હું તે મહાવીરને ક્ષોભ પમાડું” એવું ધારીને જ્યાં પ્રભુ કીડા કરતા હતા
ત્યાં આવ્યું, તે વખતે પ્રભુ રાજપુત્રોની સાથે આમલકી કીડા કરતા હતા. ત્યાં તે દેવ કોઈ વૃક્ષના મૂળ પાસે માયાથી મોટો સર્પ થઈને રહ્યો. તેને જોઈ તત્કાળ સર્વ રાજપુત્રો ત્રાસ પામી દશ દિશામાં નાસવા લાગ્યા; એટલે પ્રભુએ હસતા હસતા દેરીની જેમ તેને ઉંચે કરીને દૂર પૃથ્વી પર ફેંકી દીધો. રાજકુમારે તે જોઈ લજજા પામીને પાછા ક્રીડા કરવા માટે એકઠા થયા. એટલે તે દેવ પણ રાજકુમાર થઈને ત્યાં આવ્યો. સર્વ કુમારે એક વૃક્ષ ચડયા. પ્રભુ સર્વ કુમારેથી પહેલાં વૃક્ષના અગ્ર ભાગ ઉપર ચડી ગયા. અથવા “જે લોકારે જવાના છે તેને આ વૃક્ષના અગ્રપર જવું કોણ માત્ર છે.” ત્યાં રહેલા પ્રભુ મેરૂના શિખર પર સૂર્યની જેમ શેભવા લાગ્યા અને શાખાઓમાં લટકતા બીજા કુમારો વાનરેની જેવા દેખાવા લાગ્યા. તે રમતમાં ભગવાન જીત્યા. એ રમતમાં એવું પણ હતું કે, જે હાસ જાય તે બીજાઓને પિતાના પૃષ્ટ ઉપર ચડાવીને વહન કરે એટલે રાજપુત્ર અશ્વની જેમ વીર પ્રભુને પિતાના પૃષ્ટપર બેસાડીને વહન કરવા લાગ્યા. અનુક્રમે મહા પરાક્રમીઓમાં શ્રેષ્ઠ એવા પ્રભુ પેલા દેવના પૃષ્ટ ઉપર પણ આરૂઢ થયા. તત્કાળ એ દુષ્ટ બુદ્ધિવાળે દેવ વિકરાળરૂપ કરી પર્વતને પણ નીચા કરે તેમ વધવા લાગ્યા, તેના પાતાળ જેવા મુખમાં રહેલી જિવા તક્ષક નાગ જેવી દેખાવા લાગી, ઉંચા પર્વત જેવા મસ્તક પર આવેલા પીળા કેશ દાવાનળ જેવા દેખાવા લાગ્યા, તેની ભયંકર દાઢે કરવતના જેવી થઈ ગઈ તેના લેચન અંગારાની સગડીની જેવા જાજ્વલ્યમાન જણાવા લાગ્યા, તેના નસકેરા પર્વતની ગુહાની જેમ અતિ ઘેર દેખાવા લાગ્યા અને ભ્રકુટીવડે ભંગુર એવી ભમર જાણે બે મેટી સર્પિણી હોય તેવી જણાવા લાગી. આ પ્રમાણે તે દેવ વધવાથી વિરામ પામ્યું નહીં. તેટલામાં તો તેનું સ્વરૂપ જાણુંને મહા પરાક્રમી પ્રભુએ તેના પૃષ્ટ ભાગ ઉપર એક મુષ્ટિ મારીને તેને વામન કરી નાંખ્યું. પછી તે દેવ ઈદ્ર વર્ણન કરેલા ભગવંતના બૈર્યને પ્રત્યક્ષ જોઈને પિતાનું સ્વરૂપે પ્રગટ કરી પ્રભુને નમીને પિતાને સ્થાનકે ગયો.
પ્રભુ આઠ વરસ ઉપરાંતના થયા એટલે પિતાએ તેમને અભ્યાસ કરાવવા માટે નિશાળે મૂકવાનો આરંભ કર્યો. તે વખતે ઈદ્રનું સિંહાસન કંપાયમાન થયું. એટલે ઈ અવધિ. જ્ઞાનથી પ્રભુના માતાપિતાની અદ્દભુત સરલતા જાણી, અને “અરે શું સર્વજ્ઞ પ્રભુને શિષ્યપણું હોય ? એમ વિચારી તત્કાળ ત્યાં આવ્યું. પ્રભુને નિશાળે લઈ જવામાં આવ્યા, ત્યાં ઈ પ્રભુને ઉપાધ્યાયના આસન પર બેસાડ્યા. પછી પ્રણામ કરીને પ્રાર્થના કરી, એટલે પ્રભુએ