________________
પ્રસ્તાવના
I
!'
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રનું આ છેલ્લું અથવા દશમું પર્વો છે. બધાં પ કરતાં આ પર્વ પ્રમાણમાં મોટું છે. આ પર્વમાં મુખ્ય શ્રી મહાવીરસ્વામીનું ચરિત્ર ઘણું વિસ્તરે છે. છત્મસ્થપણુના બાર વર્ષના વિહારનું વર્ણન ઘણું વિસ્તૃત છે. ગણધરવાદ પણ બહુ સારી રીતે ટૂંકામાં સમજાવેલ છે. આ પર્વમાં પ્રાસંગિક અનેક ઉત્તમ પુરૂષોના ચરિત્રો ને પ્રબંધે છે,
શ્રેણિક, કેણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજ, હલ્લવિહલ, મેઘકુમાર, નંદીષેણ, ચલણ, દુર્ગધા, આદ્રકુમાર, ઋષભદત્ત, દેવાનંદા, જમાળી, શતાનિક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, યાસા સાસા, આનંદાદિ દશ શ્રાવકે ગોશાળે, હાળીક, પ્રસન્નચંદ્ર, દદ્રાંકદેવ, ગૌતમસ્વામી, પુડરોક, કંડરીક, અબડ, દશાર્ણભદ્ર, ધના શાળીભદ્ર, રોહિણેય, ઉદાયન (શતાનિક પુત્ર), છેલ્લા રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલ કેવળી, કુમારનંદી સોની, ઉદાયિ (મણીક પુત્ર), કુળવાવુક અને કુમારપાળરાજા વિગેરેના ચરિત્રો ને પ્રબધે ઘણા અસરકારક વર્ણવેલાં છે. તેમાં પણ શ્રેણિક, કેણિક, અભયકુમાર, આદ્રકુમાર, દદ્રાંકદેવ, છેલા રાજર્ષિ ઉદાયન અને ગોશાળા વિગેરેના વૃત્તાંત તે ઘણા જ વિસ્તારવાળાં છે. જેમાંથી કેટલાક વિભાગ તે અન્ય ગ્રંથાદિકમાં અલભ્ય છે. પાંચમ અને છઠ્ઠા આરાનું તથા ઉત્સર્પિણી કાળનું ભાવિ વૃત્તાંત પણ ઘણુ વિસ્તારથી છે, ઇત્યાદિક અનેક હકીકતથી પરિપૂર્ણ આ ચરિત્ર છે. તેનું વિશેષ વર્ણન અહીં લખવા કરતાં વાંચક વર્ગોને સાવંત વાંચવાનીજ ખાસ ભલામણ કરવી યોગ્ય ધારીએ છીએ,
આ પર્વમાં પ્રાસંગિક ઉપદેશ-દેશના-અને પ્રભુની ન્યાયગર્ભિત સ્તવના અનેક સ્થાને એવી અપૂર્વ છે કે વાંચનારના હદય આનંદ, વૈરાગ્ય તેમજ ધર્મશ્રદ્ધાથી પરિપૂર્ણ કરે છે.
આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર કળિકાળ સવંત શ્રીમાન હેમચંદ્રાચાર્યનું બનાવેલું સંસ્કૃત પદ્યાત્મક છે. કલોક તમામ અનુ૫ છે. કલકલોક સંખ્યા ૩૬૦૦૦ પ્રમાણ છે. આ આખા ચરિત્રનું ભાષાંતર કરાવી, તપાસી, શુદ્ધ કરીને છપાવવાનું કાર્ય પરમોપકારી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની કૃપા તેમજ પ્રેરણુ વડે અમે સુમારે દશ વર્ષ અગાઉ શરૂ કરેલું તે પરમાત્માની કૃપાથી આજે પૂર્ણ થઈ શકર્યું છે. આ ચરિત્રના દશ પર્વ અથવા વિભાગ છે. તેને અમે સાત વિભાગમાં છપાવીને બહાર પાડેલ છે. ૩જુ ને ૪થું, ૫મું ને હું અને ૮મું ને ૯મું પર્વ ભેળું બહાર પાડેલ છે. સાત વિભાગના મળીને કુલ ૧૮૨૬ પૃષ્ઠ થયાં છે. એટલે રોયલ આઠ પેજ ૨૨૮ ફારમે થયેલા છે. આવું મહાન કાર્ય પરમાત્માની કૃપા વિના પાર પડી શકતું નથી. ભાષાંતર યથાર્થ પ્રસિદ્ધ કરવા માટે અમે બનતા પ્રયાસ કરેલો છે. તો પણ તેની અંદર દૃષ્ટિ દોષથી યા મતિષથી જે કાંઈ ભૂલ થયેલી હોય તે સુજ્ઞજનોએ ક્ષમા કરવી, અને અમારી તરફ ભૂલે મેલવી કે જેથી પ્રથમના પાંચ વિભાગ ( પર્વ)ની ટૂંકા વખતમાં બીજી આવૃત્તિ બહાર પાડવાની છે તેમાં સુધારી શકાય.
આ ગ્રંથના કર્તા શ્રીમાન હેમચંદ્રાચાર્યનું વિસ્તાર યુક્ત ચરિત્ર તથા આખા ગ્રંથની પ્રસ્તાવના આ ચરિત્રના પ્રથમ પર્વની બીજી આવૃત્તિ થોડા વખતમાં બહાર પાડવાની છે તેમાં દાખલ કરશે, કે જે વાંચકવર્ગને ઘણી ઉપયોગી થઈ પડશે. - આ ચરિત્ર જનવર્ગમાં એટલું બધું પ્રખ્યાતિ પામેલું છે કે જેને માટે કાંઈ પણ પ્રશંસા લખવી પડે એમ નથી. આ ચરિત્ર અને તેના કર્તા જનવર્ગમાં પ્રથમ પંક્તિ ધરાવતા હોવાથી અત્ર કાંઈ પણ વિશેષ ન લખતાં સારગ્રાહી બુદ્ધિપૂર્વક સાર્ધત વાંચવાની ભલામણ કરી લેખિનીને વિરામ આપીએ છીએ.
જેન-ધર્મ-પ્રસારક સભા
ભાવનગર