SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વમું સંભ્રમ પામી પાશ્વકુમાર પિતા પાસે આવ્યા, ત્યાં તો રણકાર્ય માટે તૈયાર થયેલા સેનાપતિઓને તેમણે જોયા, એટલે પાર્વકુમાર પિતાને પ્રણામ કરી બેલ્યા કે “હે પિતાજી! જેને માટે તમારા જેવા પરાક્રમીને આવી તૈયારી કરવી પડે છે, તે શું દૈત્ય, યક્ષ, રાક્ષસ કે બીજે કઈ તમારો અપરાધી થયે છે ? તમારા સરખો કે તમારાથી અધિક કોઈપણ મારા જોવામાં આવતો નથી. તેમના આવા પ્રશ્નથી અંગુળીથી પુરૂત્તમ નામના પુરુષને બતાવીને રાજાએ કહ્યું કે “હે પુત્ર ! આ માણસના કહેવાથી પ્રસેનજિત્ રાજાને યવન રાજાથી બચાવવા માટે મારે જવાની જરૂર છે.” કુમારે ફરીથી કહ્યું કે “હે પિતા! યુદ્ધમાં તમારી આગળ કઈ દેવ કે અસુર પણ ટકી શકે તેમ નથી, તો મનુષ્ય માત્ર એ યવનના શા ભાર છે? પરંતુ તેની સામે આપને જવાની કાંઈ જરૂર નથી, હું જ ત્યાં જઈશ, અને બીજાને નહી ઓળખનારને શિક્ષા કરીશ.” રાજા બોલ્યા- હે વત્સ! તે કાંઈ તારે ક્રીડેવ નથી. વળી કષ્ટકારી રણયાત્રા તારી પાસે કરાવવાનું મારા મનને પ્રિય લાગતું નથી. હું જાણું છું કે મારા કુમા૨નું ભુજબળ ત્રણ જગતને વિજય કરવાને સમર્થ છે, પરંતુ તે ઘરમાં કીડા કરે તે જોવાથીજ મને હર્ષ થાય છે. પાર્શ્વકુમાર બેલ્યા–“હે પિતાજી! યુદ્ધ કરવું તે મારે ક્રિીડારૂપજ છે, તેમાં જરાપણુ મને પ્રયાસ પડવાનો નથી, માટે હે પૂજ્ય પિતાજી! તમે અહીં જ રહો.” પુત્રને અતિ આગ્રહથી તેના ભુજબળને જાણનારા અશ્વસેન રાજાએ તેનું અનિંદ્ય એવું તે વચન સ્વીકાર્યું. પછી પિતાએ આજ્ઞા આપી એટલે પાર્શ્વકુમાર શુભ મહને હાથી ઉપર બેસીને તે પુરૂષો મની સાથે ઉત્સવ સહિત નગર બહાર નીકળ્યા. પ્રભુએ એક પ્રયાણ કર્યું, ત્યાં તો ઇંદ્રનો સારથિ આવી રથમાંથી ઉતરી અંજલિ જોડીને કહેવા લાગ્યા–“હે સ્વામિન્ ! તમને કીડાથી પણ યુદ્ધ કરવાની ઈચ્છાવાળા જાણીને ઈદ્ર આ સંગ્રામ ગ્ય રથ લઈને મને સારથિ થવા માટે મોકલ્યો છે. હે સ્વામિન્ ! તે ઈદ્ર “તમારા પરાક્રમ પાસે ત્રણ જગત્ પણ તૃણરૂપ છે” એમ જાણે છે, તથાપિ આ સમય પ્રાપ્ત થવાથી એની ભક્તિ બતાવે છે.” પછી પૃથ્વીને નડી ૫શ કરતા અને વિવિધ આયુધથી પૂરેલા એ મહારથમાં પ્રભુ ઈદ્રના અનુગ્રહને માટે આરૂઢ થયા. પછી સૂર્યના જેવા તેજથી પાર્શ્વકુમાર આકાશગામી રથ વડે ખેચરોથી સ્તુતિ કરાતા આગળ ચાલ્યા. પ્રભુને જોવા માટે વારંવાર ઊંચા મુખ કરી રહેલા સુભટોથી શોભતું પ્રભુનું સર્વ સૈન્ય પણ પ્રભુની પછવાડે પછવાડે ચાલ્યું. પ્રભુ એક ક્ષણવારમાં ત્યાં પહોંચી જવાને અને એકલાજ તે યવનનો વિજય કરવાને સમર્થ છે, પણ સૈન્યના ઉપરોધથી તેઓ ટુંકા ટૂંકા પ્રયાણવડે ચાલતા હતા. કેટલેક દિવસે તેઓ કુશસ્થળ સમીપે આવી પહોંચ્યા. ત્યાં ઉદ્યાનમાં દેવતાએ એ વિકલા સાત ભૂમિવાળા મહેલમાં આવીને વસ્યા. પછી ક્ષત્રિયેની તેવા રીતિ હોવાથી તેમજ દયાને લીધે પ્રભુએ પ્રથમ યવનરાજાની પાસે એક સદ્દબુદ્ધિવાળા દૂતને શિક્ષા આપીને મોકલ્યા. તે દૂત યવનરાજ પાસે જઈ તેને પ્રભુની શક્તિથી સારી રીતે માહિતગાર કરવા માટે કહેવા લાગ્યું કે “હે રાજન્ ! શ્રી પાર્શ્વકુમાર પોતાના મુખથી તમને આ પ્રમાણે આદેશ કરે છે કે આ પ્રસેનજિત્ રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કરેલું છે, માટે તેને રધથી અને વિધથી છોડી દે. મારા પિતા પોતે યુદ્ધ કરવાને આવતા હતા, તેમને મહા પ્રયાસે નિવારીને આ હેતુ માટે જ હું અહીં આવેલો છું. હવે અહીંથી પાછા વળીને શીઘપણે તમારે ઠેકાણે ચાલ્યા જાએ. જે તમે જલદી ચાલ્યા જશે તે તમારે આ અપરાધ અમે સહન કરશે.” દ્વતનાં આવાં વચન સાંભળી લલાટ ઉપર ભયંકર અને ઉગ્ર ભ્રકુટી ચઢાવી યવનરાજ બેલ્યો-“અરે દૂત! આ તું શું બોલે છે? શું તું મને નથી ઓળખતે? એ બાળક પાર્શ્વકુમાર અહીં યુદ્ધ કરવા આવે તેથી શું? અને કદિ વૃદ્ધ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy