SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ સગ ૩ જો અશ્વસેન રાજા પાતેજ આવ્યેા હાત તેા તેથી પણ શું ? તે બન્ને પિતા પુત્ર અને બીજા તેના પક્ષના રાજાએ પણ મારી પાસે કેણુ માત્ર છે ? માટે રે કૂત! જા, કહે કે પાશ્વ - કુમારને પેાતાના કુશળની ઇચ્છા હોય તો ચાલ્યા જાય. તું આવું નિષ્ઠુર ખોલે છે, તે છતાં કૃતપણાને લીધે અવષ્ય છે, માટે અહી થી જીવતા જવા દઉં છું. તેથી તું જા અને તારા સ્વામીને જઈને બધું કહે.' દૂતે ફરીથી કહ્યું કે “અરે દુરાશય ! મારા સ્વામી પાર્શ્વ કુમારે માત્ર તારાપર દયા લાવીને તને સમજાવવા માટે મને માકલ્યા છે, કાંઈ અશક્તપણાથી માકલ્યા નથી. જો તુ તેમની આજ્ઞા માનીશ તેા જેમ તેએ કુશસ્થળના રાજાનું રક્ષણ કરવાને આવ્યા છે તેમ તને પણ મારવાને ઈચ્છતા નથી, પરંતુ જે પ્રભુની આજ્ઞા સ્વર્ગમાં પણ અખ'ડપણે પળાય છે, તેને ખંડન કરીને હે મુઢબુદ્ધિ ! જો તું ખુશી થતા હો તે તું ખરેખર અગ્નિની કાંતિના સ્પર્શથી ખુશી થનાર પતંગના જેવા છે. ક્ષુદ્ર એવા ખદ્યોત (ખજવા) કયાં અને સર્વ વિશ્વને પ્રકાશ કરનાર સૂર્ય કયાં ? તેમ એક ક્ષુદ્ર રાજા એવા તું કયાં અને ત્રણ જગતના પતિ પાર્શ્વકુમાર કયાં ? ” ઉપર પ્રમાણે દૂતનાં વચન સાંભળી યવનના સૈનિકો ક્રેાધથી આયુધ ઊંચાં કરીને ઊભા થયા અને ઊંચે સ્વરે કહેવા લાગ્યા−અરે ! અધમ દૂત ! તારે તારા સ્વામીની સાથે શુ વૈર છે કે જેથી તેનો દ્રોહ કરવાને માટે તું આવાં વચન બેલે છે ? તું સારી રીતે સર્વ ઉપાયાને જાણે છે.’ આ પ્રમાણે કહેતા એવા તે રાષવડે તેને પ્રહાર કરવાને ઇચ્છવા લાગ્યા. તે સમયે એક વૃદ્ધ મંત્રીએ આક્ષેપવાળા કાર અક્ષરે કહ્યું કે “આ કૃત પેાતાના સ્વામીના બૈરી નથી. પણ તમે તમારા સ્વામીના વૈરી છે કે જે સ્વેચ્છાએ વર્તવાથી સ્વામીને અન ઉત્પન્ન કરી છે. અરે સૂઢો ! જગપતિ શ્રી પાર્શ્વનાથની માત્ર આજ્ઞાનું ઉલ્લંઘન કરવુ, તે પણ તમારી કુશળતાને માટે નથી, તો પછી આ કૃતના ઘાત કરવાની તેા વાતજ શી કરવી ? તમારા જેવા સેવકા દુર્દા ત ઘેાડાની જેમ પેાતાના સ્વામીને ખેંચીને તત્કાળ અન રૂપ અરણ્યમાં ફેંકી દે છે. તમે પૂર્વે બીજા રાજાઓના દૂતાને ઘાષિત કર્યા છે, તેમાં જે તમારી કુશળતા રહી છે તેનું કારણ એ હતું કે આપણા સ્વામી તેમનાથી સમ હતા; પણ આ પાર્શ્વનાથ પ્રભુના તા ચાસઠ ઈંદ્રો પણ સેવક છે; તેા તેવા સમની સાથે આપણા સ્વામીને તમારા જેવા દુવિનીત મનુષ્યકીટાવડે જે યુદ્ધ કરવુ તે કેટલું બધું હાનિકારક છે ?’’ મંત્રીનાં આવાં વચન સાંભળી સર્વે સુભટો ભય પામીને શાંત થઈ ગયા. પછી તે દૂતના હાથ પકડી મત્રીએ સામ વચને કહ્યું– હું વિદ્વાન્ ઙૂત! માત્ર શસ્ત્રાપજીવી એવા આ સુભટોએ જે કહ્યું તે તમારે સહન કરવુ, કેમકે તમે એક ક્ષમાનિધિ રાજાના સેવક છે. અમે શ્રી પાર્શ્વનાથ પ્રભુના શાસનને મસ્તકપર ચઢાવવાને તમારી પછવાડેજ આવીશું, માટે એમનાં વચને તમે સ્વામીને કહેશે નહી',’ આ પ્રમાણે તેને સમજાવી અને સત્કાર કરી મંત્રીએ એ દૂતને વિદાય કર્યા. પછી તે હિતકામી મ`ત્રીએ પોતાના સ્વામીને આ પ્રમાણે કહ્યું કે હે સ્વામિન્ ! તમે વિચાર્યા વિના જેનું માઠું પરિણામ આવે તેવું કાર્ય કેમ કર્યુ ? પણ હજુ સુધી કાંઈ બગડી ગયું નથી, માટે સત્વર જઈ ને તે શ્રી પાર્શ્વનાથના આશ્રય કરેા. જેનું સૂતિકા કર્મ દેવીઓએ કરેલુ' છે, જેનું ધાત્રીકમ પણ દેવીએ એ કરેલુ છે, જેનું જન્મસ્નાત્ર અનેક દેવા સહિત ઇંદ્રોએ કરેલુ છે, અને દેવા સહિત ઇંદ્રો પોતે જેના સેવક થઇને રહે છે, તે પ્રભુની સાથે જે વિગ્રહ કરવા તે હાથીની સાથે મેંઢાએ વિગ્રહ કરવા જેવા છે. પક્ષીરાજ ગરૂડ કયાં અને કાકાલ પક્ષી કયાં! મેરૂ કયાં અને સરસવના દાણા કયાં ? શેષનાગ કયાં અને ક્ષુદ્ર સપ કયાં ? તેમ તે પાર્શ્વનાથ કયાં અને તમે કયાં ? તેથી જ્યાંસુધી લેાકેાના જાણવામાં આવે નહીં, ત્યાં સુધીમાં આત્મહિત કરવાની ઇચ્છાએ કંઠપર કુહાડા લઈ ને તમે અશ્વસેનના કુમાર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy