SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સગ ૩ જો વશ થઈ ગઈ. તે વખતે પાકુમારે રૂપથી કામદેવને જીતી લીધા છે, તેનું વૈર લેતો હોય તેમ તેની પર અનુરાગવાળી પ્રભાવતીને તે નિર્દયતાથી ખાણવડે પ્રહાર કરવા લાગ્યા. ખીજી વ્યથા અને લજ્જાને છેાડી દઈ ને હિણીની જેમ પ્રભાવતી તે ગીતનેજ વારંવાર એકમનથી સાંભળવા લાગી, તેથી સખીઓએ તેને પાર્શ્વકુમાર ઉપરના રાગ જાણી લીધા. ચતુર જનથી શું ન જાણી શકાય ? કિન્નરીએ તો ઉડીને ચાલી ગઈ, પરંતુ પ્રભાવતી તો કામને વશ થઇ ચિરકાળ શૂન્ય મને ત્યાંજ બેસી રહી. એટલે બુદ્ધિમતી તેની સખીએ મનવડે ચાગિનીની જેમ પાર્શ્વ કુમારતું ધ્યાન કરી તેને યુક્તિ ડે સમજાવીને ઘેર લાવી. ત્યારથી તેનું ચિત્ત પાર્શ્વ કુમારમાં એવું લીન થયું કે તેના પાશાક અગ્નિ જેવા લાગવા માંડયો, રેશમી વસ્ત્ર અંગારા જેવાં લાગવા માંડયાં અને હાર ખડગની ધાર જેવા જણાવા લાગ્યા. તેના અંગમાં જળની પસલીને પણ પચાવે તેવા તાપ નિરતર રહેવા લાગ્યા અને પ્રસ્થ પ્રમાણ ધાન્ય રધાય તેવા કટાહને પણ પૂરે તેટલી અશ્રુધારા વહેવા લાગી. કામાગ્નિથી જર્જર થયેલી તે ખાળા પ્રભાતે, પ્રદોષે, રાત્રે કે દિવસે સુખ પામતી નહોતી. પ્રભાવતીની આવી સ્થિતિ જાણીને સખીએએ તે વૃત્તાંત તેના રક્ષણને માટે તેનાં માતાપિતાને જણાવ્યા. પુત્રીને પાર્શ્વ કુમાર ઉપર અનુરક્ત થયેલી જાણી, તેને આશ્વાસન આપવાના હેતુથી તે વારવાર આ પ્રમાણે કહેવા લાગ્યા કે પાકુમા૨ ત્રણ જગતમાં શિરામણું છે; અને આપણી સદ્દગુણી દુહિતાએ પાતાને યાગ્ય તે વર શેાધી લીધેા છે' તેથી આપણી પુત્રી મહાશય જામાં અગ્રેસર જેવી છે.’ આવાં માતાપિતાનાં વચનથી મેઘધ્વનિવડે મયૂરીની જેમ પ્રભાવતી હ પામવા લાગી; અને કાંઇક સ્વસ્થ થઈને પાર્શ્વકુમારનો નામરૂપ જાપમંત્રને ચેાગિનીની જેમ આંગળીપર ગણતી ગણતી આશાવડે દિવસેને નિર્ગમન કરવા લાગી; પરંતુ ખીજના ચંદ્રની રેખાની જેમ તે એવી તો કૃશ થઇ ગઈ કે જાણે કામદેવના ધનુષ્યની બીજી યષ્ટિ હોય તેવી દેખાવા લાગી. દિવસે દિવસે તે બાળાને અતિ વિધુર થતી જોઇને તેનાં માતાપિતાએ તેને પાર્શ્વ કુમારની પાસે સ્વયંવરા તરીકે મેાકલવાના નિશ્ચય કર્યાં. એ ખબર કલિ ગાદિ દેશેાના નાયક યવન નામે અતિદુર્દા ત રાજાએ જાણ્યા, એટલે તે સભા વચ્ચે ખેલ્યા કે ‘હું છતાં પ્રભાવતીને પરણનાર પાકુમાર કેણુ છે ? અને તે કુશસ્થળના પતિ કાણુ છે કે જે મને પ્રભાવતી ન આપે? જે યાચકની જેમ કોઈ તે વસ્તુ લઈ જશે, તો વીરજના તેએનુ સર્વસ્વ ખુંચવી લેશે.’ આ પ્રમાણે કહીને અનન્ય પરાક્રમવાળા તે યવને ઘણુ સૈન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેની ફરતો ઘેરા નાંખ્યા. તેથી ધ્યાન ધરતા ચેાગીના શરીરમાં પવનની જેમ તે નગરમાંથી કોઈને પણ નીકળવાના માર્ગ રહ્યો નહિ. એવા કષ્ટને સમયે રાજાની પ્રેરણાથી હું અધરાત્રે તે નગરમાંથી ગુપ્તપણે નીકળ્યો છું. હું સાગરદત્તના પુત્ર પુરૂષોત્તમ નામે તે રાજાના મિત્ર છુ; અને એ વૃત્તાંત કહેવાને માટેજ અહીં આવ્યા છું, માટે હવે સ્વજન અને શત્રુજનના સંબ`ધમાં તમને જે ચેાગ્ય લાગતું હોય તે કરો.” આવાં તે પુરુષનાં વચન સાંભળી અશ્વસેન રાજા ભ્રકુટીથી ભયકર નેત્ર કરીને વાના નિર્દોષ તુલ્ય ભયંકર વચન ખેલ્યા કે “અરે! એ રાંક ચવન કેણુ છે ? હું છતાં પ્રસેનજિને શા ભય છે ? કુશસ્થળની રક્ષા કરવાને માટે હુ' જ તે યવનની ઉપર ચઢાઈ કરીશ.' આ પ્રમાણે કહી વાસુદેવ જેવા પરાક્રમી અશ્વસેન રાજાએ રણભભાના નાદ કરાવ્યેા. તે નાદથી તત્કાળ તેનું સવ સૈન્ય એકઠું થયુ. તે વખતે ક્રીડાગૃહમાં રમતા પાકુમારે તે ભંભાના નાદ અને સૈનિકોના માટે કાલાહલ સાંભળ્યા, એટલે ‘ આ શું ?' એમ -
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy