SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૯ મું ૪૦૧ વક્ષસ્થળવાળા પ્રભુ વિશેષ શોભવા લાગ્યા. હસ્તકમળ, ચરણકમળ, વદન કમળ અને નેત્રકમળ વડે અશ્વસેનના કુમાર વિકસ્વર થયેલાં કમળોના વનવડે મોટો દ્રહ શોભે તેમ શોભવા લાગ્યા. તેમજ વજ જેવા દઢ, સર્પના લાંછનવાળા અને વજાના મધ્ય ભાગ સમાન કૃશ ઉદરવાળા પ્રભુ વજઋષભનારાંચ હનનને ધારણ કરતા ભવા લાગ્યા. પ્રભુનું સ્વરૂપ જોઈને સ્ત્રીઓ ચિંતવન કરતી કે “આ કુમાર જેમના પતિ થશે તે સ્ત્રી આ પૃથ્વીમાં ધન્ય છે.” એક વખતે અશ્વસેન રાજા સભામાં બેસી જિનધર્મની કથામાં તત્પર હતા તેવામાં પ્રતીહારે આવીને વિજ્ઞપ્તિ કરી કે “હે નરેશ્વર ! સુંદર આકૃતિવાળે કોઈ પુરુષ દ્વારે આવ્યો છે, તે સ્વામીને કાંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે, માટે પ્રવેશની આજ્ઞા આપીને તેના પર પ્રસન્ન થાઓ.” રાજાએ કહ્યું તેને સત્વર પ્રવેશ કરાવ.” “ન્યાયી રાજા પાસે આવીને સર્વે વિજ્ઞપ્તિ કરે છે.” દ્વારપાળે તેને પ્રવેશ કરાવ્યું, એટલે તેણે પ્રથમ રાજાને નમસ્કાર કર્યો અને પછી પ્રતીહારે બતાવેલા આસન ઉપર તે બેઠે. રાજાએ પૂછયું કે “હે ભદ્ર! તમે કેના સેવક છો ? કેણ છે ? અને શા કારણે અહીં મારી પાસે આવ્યા છો?” તે પુરુષ બો -બહે સ્વામિન ! આ ભરતક્ષેત્રમાં લક્ષમી ના દાડાસ્થાન જેવું કશસ્થળ નામે એક નગર છે. તે નગરમાં શરણાથીને કવરૂપ અને વાચકોને કલ્પવૃક્ષરૂપ નરવર્મા નામે પરાક્રમી રાજા હતા. તે પોતાના સીમાડાના ઘણા રાજાઓને સાધી પ્રલયકાળના સૂર્યની જેમ તીવ્ર તેજથી પ્રકાશતા હતા. જનધર્મમાં તત્પર એ રાજાએ મુનિરાજની સેવામાં સદા ઉદ્યત રહીને અખંડ ન્યાય અને પરાક્રમથી ચિરકાળ પિતાના રાજ્યનું પાલન કર્યું. પછી સંસારથી ઉદ્વેગ પામી રાજ્યલક્ષ્મીને તૃણવત્ છોડી દઈ, સુસાધુ ગુરૂની પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. તે પુરુષે આટલી અર્ધ વાર્તા કહી, ત્યાં તે ધાર્મિકવત્સલ અશ્વસેન રાજા હર્ષ પામી સભાસદને હર્ષ પમાડતા વચમાં બેલી ઉડ્યા કે “અહે. ! નરવર્મા રાજા કેવા વિવેકી અને ધર્મજ્ઞ છે કે જેણે રાજ્યને તૃણવત્ ત્યાગ કરી વ્રત ગ્રહણ કર્યું. રાજાએ પ્રાણસંશયમાં પડી, મોટા યુદ્ધના વિવિધ ઉદ્યમ આચરીને જે રાજ્યને મેળવે છે, તે રાજ્ય પ્રાણાંતે પણ તજવું મુશ્કેલ છે. પોતાની અને સંપત્તિથી પ્રાણુ જેવા વહાલા પુત્રાદિકની જે રક્ષા કરવામાં આવે છે, તેઓને તજવા તે પણ પ્રાણીઓને અશક્ય છે. તે સર્વને રાજા નરવર્માએ સંસાર છોડવાની ઈચ્છાથી એક સાથે છોડી દીધા, તેથી તેને પૂરી સાબાશી ઘટે છે. તે પુરુષ ! તારી વાત આગળ ચલાવ, તે પુરુષ બોલ્યા કે “તે નરવર્માના રાજ્ય ઉપર હાલ તેમના પુત્ર પ્રસેનજિત નામે રાજા છે. તે સેનારૂપ સરિતાઓના સાગર જેવા છે. તેને પ્રભાવતી નામે એક પુત્રી છે.’ જે યૌવનને પ્રાપ્ત થયેલી હોવાથી ભૂમિ પર આવેલી દેવકન્યા હોય તેવી અદ્વૈત રૂપને ધારણ કરનારી છે. વિધાતાએ ચંદ્રના ચૂર્ગથી તેનું મુખ, કમળથી નેત્ર, સુવર્ણરજથી શરીર, રક્તકમળથી હાથ પગ, કદલીગમેથી ઉરૂ, શેણમણિથી નખ મૃણાલથી ભુજદંડ રચ્યા હોય તેમ દેખાય છે. અદ્વૈત રૂપલાવણ્યવતી તે બાળાને યૌવનવતી જોઈને પ્રસેનજિત્ રાજા તેણીના યોગ્ય વરને માટે ચિંતાતુર થયા, તેથી તેમણે રાજાઓના ઘણા કુમારોની તપાસ કરી, પણ કઈ પોતાની પુત્રીને યંગ્ય જોવામાં આવ્યો નહીં. એક વખતે પ્રભાવતી સખીએની સાથે ઉદ્યાનમાં આવી. ત્યાં કિરેની સ્ત્રીઓનાં મુખથી આ પ્રમાણે એક ગીત તેના સાંભળવામાં આવ્યું, “શ્રી વારાણશીના સ્વામી અશ્વસેન રાજાના પુત્ર શ્રી પાર્શ્વનાથકુમાર રૂપલાવણ્યની સંપત્તિથી જય પામે છે. જે સ્ત્રીને તે ભર્તા થશે તે સ્ત્રી આ જગતમાં જયવતી છે. તેવા પતિ મળવા દુર્લભ છે, કારણ કે એવો પુણ્યને ઉદય કયાંથી હોય ?” આ પ્રમાણે શ્રી પાર્શ્વનાથનું ગુણકીર્તન સાંભળી, પ્રભાવતી તન્મય થઈને તેમના રાગને ૫૧
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy