SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ સ ૧૧ મે, દ્વારકાના દાહ અને કૃષ્ણનુ અવસાન એક વખતે દેશનાને અંતે વિનયવાન્ કૃષ્ણે નમસ્કાર કરી અ'જલિ જોડીને શ્રી નેમિનાથ ભગવંતને પૂછ્યુ –‘ભગવન્ ! આ દ્વારકાનગરીના, યાદવાના અને મારા શી રીતે નાશ થશે ? તે કોઇ બીજા હેતુથી ખીજાવડે થશે કે કાળના વશથી સ્વયમેવ થશે ?’ પ્રભુ મેલ્યા-શૌય - પુરની બહાર એક આશ્રમમાં પરાસર નામે કોઇ પવિત્ર તાપસ રહે છે. કોઇ વખત તેણે યમુના દ્વીપમાં જઈને કોઇ નીચ કુળની કન્યા સેવી, તેનાથી તેને દ્વૈપાયન નામે એક પુત્ર થયા છે. બ્રહ્મચર્ય ને પાળનાર અને ઇન્દ્રિયાના દમન કરનાર તે દ્વૈપાયન ઋષિ ચાઢવાના સ્નેહથી દ્વારકાના સમિપ ભાગમાં રહેશે, તેને કેાઇ વાર શાંબ વિગેરે યદુકુમારો દિરાથી અંધ થઈને મારશે, તેથી ક્રોધાંધ થયેલા તે દ્વૈપાયન ચાદવા સહિત દ્વારકાને બાળી નાખશે, અને તમારા ભાઈ જરાકુમારથી તમારો નાશ થશે.' પ્રભુનાં આવાં વચન સાંભળીને ‘અરે ! આ જરાકુમાર આપણા કુળમાં અંગારારૂપ છે.’ એમ સ યાદવા હૃદયમાં ક્ષેાભ પામીને તેને જોવા લાગ્યા. જરાકુમાર પણ તે સાંભળીને વિચારવા લાગ્યા કે શું હું વાસુદેવને પુત્ર થઈને ભાઇના ઘાત કરનાર થાઉં ? માટે પ્રભુનુ વચન સર્વથા અન્યથા કરવાને હું પ્રયત્ન કર્'.' આવા વિચાર કરી પ્રભુને નમીને તે ત્યાંથી ઉઠો, અને એ ભાથાં તથા ધનુષ્યને ધારણ કરી કૃષ્ણની રક્ષા કરવાના વિચારથી (પાતાથી તેના વિનાશ ન થાય તેટલા માટે) વનવાસને અંગીકાર કર્યાં. દ્વૈપાયન પણ જનશ્રુતિથી પ્રભુનાં વચન સાંભળી દ્વારકા અને યાદવાની રક્ષાને માટે વનવાસી થયા, કૃષ્ણે પણ પ્રભુને નમીને દ્વારકાપુરીમાં આવ્યા અને મદિરાના કારણથી અન થશે એમ ધારીને મઢિરાપાન કરવાનો સંથા નિષેધ કર્યાં. કૃષ્ણની આજ્ઞાથી સમીપના પર્વતપર આવેલા કદંબ વનની મધ્યમાં કાબરી નામે ગુફાની પાસે અનેક શિલાકુડાની અંદર ઘરની ખાળના જળની જેમ દ્વારકાના લાકા પૂર્વે તૈયાર કરેલા બધી જાતના મદ્ય લાવી લાવીને નાખવા લાગ્યા. એ સમયે સિદ્ધાર્થ નામના સારથીએ શુભ ભાવ આવવાથી ખળદેવને કહ્યું, 'આ દ્વારકાનગરીની અને યાદવકુળની આવી દશાને હું શી રીતે જોઇ શકીશ ? માટે મને પ્રભુના ચરણને શરણે જવા દો કે જેથી હું ત્યાં જઇને હમણાં જ વ્રત ગ્રહણુ કર્. હું જરા પણુ કાળક્ષેપ સહન કરી શકું એમ નથી.’ બળદેવ નેત્રમાં અશ્રુ લાવીને ખેલ્યા હે અનઘ ! હે ભ્રાત! તું તે ચુક્ત કહે છે, પણ હું તને છેડવાને અસમર્થ છું, તથાપિ તને વિદાયગીરી આપું છું; પણ જો તુ તપસ્યા કરીને દેવ થાય તેા પછી જ્યારે મારે વિપત્તિનો સમય આવે ત્યારે તુ ભ્રાતૃસ્નેહ સભારીને મને પ્રતિબાધ આપજે.' ખળભદ્રનાં આ પ્રમાણેનાં વચનો સાંભળીને ‘બહુ સારૂ’ એમ કહી સિદ્ધાર્થે પ્રભુની પાસે દીક્ષા લીધી, અને છ માસ સુધી તીવ્ર તપસ્યા કરીને સ્વગે ગયા. અહી' દ્વારકાના લોકોએ જે શિલાકુડામાં મદિરા નાખ્યા હતા, ત્યાં વિવિધ વૃક્ષાનાં સુગધી પુષ્પાથી તે ઘણા સ્વાદિષ્ટ થઈ ગયા. એક વખતે વૈશાખ માસમાં શાંખકુમારને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy