SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ સગ ૧૦ મા વળી અગંધન કુળમાં ઉત્પન્ન થયેલા સર્પ પ્રજ્વલિત અગ્નિમાં પેસે છે, પણ વમન કરેલાને - પાછું ખાવા ઇરછતા નથી. અરે કામી ! તારા મનુષ્યત્વને ધિક્કાર છે કે તું વમન કરેલાને પાછું ખાવાને ઈચ્છે છે, પણ આથી મરણ સારું છે. હું ભેજવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્રી છું અને તું અંધકવૃષ્ણિના કુળમાં ઉત્પન્ન થયેલ પુત્ર છે, આપણે કેઈ નીચ કુળમાં ઉત્પન્ન થયા નથી કે જેથી અંગીકાર કરેલા સંયમને ભંગ કરીએ. જે તે સ્ત્રીને જઈને કામાતુર થયે તો તેની પૂહા કરે છે, તે તું વાયુથી હણાયેલા વૃક્ષની જેમ અસ્થિર થઈશ.” આ પ્રમાણે રાજીમતીએ પ્રતિબંધિત કરેલા રથનેમિ વારંવાર પશ્ચાત્તાપ કરતા સતા સર્વ પ્રકારે ભેગની ઈચ્છા તજી દઈને નીપણે વ્રત પાળવા લાગ્યા, અને ત્યાંથી તરતજ પ્રભુની પાસે આવી પિતાનાં સર્વ દુશ્ચરિત્રની આચના કરીને વિશુદ્ધ બુદ્ધિવાળા રથનેમિ મુનિએ એક વર્ષ પર્યત છદ્મસ્થપણુમાં રહીને છેવટે કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. ભવ્યજનરૂપ કમળમાં સૂર્ય સમાન શ્રી નેમિનાથ પ્રભુ બીજે વિહાર કરીને પાછા ફરીવાર રૈવતગિરિ ઉપર સમવસર્યા. તે ખબર જાણી કૃષ્ણ પાલક અને શાંબ વિગેરે પુત્રને કહ્યું કે “જે સવારે વહેલા ઉઠીને સૌથી પ્રથમ પ્રભુને વાંદશે તેને હું વાંછિત આપીશ” તે સાંભળી શાંબકુમારે પ્રાત:કાળે શયામાંથી ઉઠી ઘરમાં જ રહીને ભાવથી પ્રભુને વંદના કરી, અને પાલકે મોટી રાત્રીએ વહેલા ઉઠી મોટા અશ્વ ઉપર બેસી ઉતાવળા ગિરનાર પર જઈ અભવ્ય હવાથી હૃદયમાં આક્રોશ કરતા સતા પ્રભુને વંદના કરી, પછી કૃષ્ણ પાસે આવીને તેણે દર્પક નામના અશ્વની માગણી કરી. કૃષ્ણ કહ્યું કે “શ્રી નેમિપ્રભુ જેને પ્રથમ વંદના કરનાર કહેશે, તેને તે અશ્વ આપીશ.” કૃષ્ણ પ્રભુ પાસે જઈને પૂછ્યું કે “સ્વામિન્ ! આપને પ્રથમ કોણે વંદના કરી છે?” પ્રભુ બેલ્યા-પાલકે દ્રવ્યથી અને શાંબ ભાવથી પ્રથમ વંદના કરી છે. કૃષ્ણ પૂછયું કે “એ કેવી રીતે?” એટલે પ્રભુ બોલ્યા કે ‘પાલક અભવ્ય છે અને જાબવતીનો પુત્ર શાંબ ભવ્ય છે. તે સાંભળી કૃષ્ણ કેપ કરીને એ ભાવરહિત પાલકને કાઢી મૂકો અને શાબને માગ્યા પ્રમાણે તે ઉત્તમ અધ આપે અને મોટો માંડળિક રાજા કર્યો. ॥ इत्याचार्यश्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते ___महाकाव्येष्टमे पर्वणि द्रौपदीप्रत्याहरणगजसुकुमालादि વરિતવર્ષનો નામ વશમઃ | GSSSBøøø888888888888888 8 888888
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy