________________
૩૪૮
સર્ગ ૧૧ મો
કઈ સેવક પુરુષ ફરતે ફરતે ત્યાં આવ્યું, તેણે તૃષા લાગવાથી એ કુંડમાંથી મદિરા પીધે. તેના સ્વાદથી હર્ષ પામીને તે મદિરાની એક મસક ભરી લઈને શાંખકુમારને ઘેર આવ્યું અને તે મદિરાની શાંબકુમારને ભેટ કરી. તેને જોઈને જ તે કૃષ્ણકુમાર અતિ હર્ષ પામે. પછી તૃપ્તિ પર્યત તેનું સારી રીતે પાન કરીને તે બે કે “આ ઉત્તમ મદિરા તને કયાંથી મળ્યો ?” તેણે તે સ્થાન બતાવ્યું. એટલે બીજે દિવસે શાંબ યાદવના અનેક દુદ્દત કુમારોને લઈને કાદંબરી ગુફા પાસે આવ્યા. કાદંબરી ગુફાના યોગથી વિવિધ જાતની
સ્વાદિષ્ટ મદિરાને જોઈને તૃષિત માણસ નદીને જોઈને જેમ હર્ષ પામે તેમ તે ઘણે હર્ષ પામ્યો. પછી ત્યાં પુષ્પવાળા વૃક્ષોની વાટિકામાં બેસીને શાંબકુમારે પિતાના ભાઈઓ અને બ્રાતૃપુત્રોની સાથે પાનગેઝી રચી અને સેવકોની પાસે મંગાવી મંગાવીને તેઓ મદિરા પીવા લાગ્યા. લાંબે કાળે પ્રાપ્ત થયેલ, જીર્ણ થયેલ અને અનેક સુગંધી તેમજ સ્વાદુ દ્રવ્યથી સંસ્કાર પામેલ તે મદિરાનું પાન કરતાં તેઓ તૃપ્તિ પામ્યા નહીં. પછી ક્રીડા કરતા અને ચાલતા મદિરાપાનથી અંધ થયેલા તે કુમારોએ તેજ ગિરિને આશ્રય કરીને રહેલા ધ્યાનસ્થ કૈપાયન ઋષિને જોયા. તેને જોઈને શબકુમાર બે કે “આ તાપસ અમારી નગરીને અને અમારા કુળને હણી નાખનાર છે. માટે તેને જ મારી નાખો કે જેથી તે મરાયા પછી બીજાને શી રીતે હણી શકશે ?” આવાં શાંખકુમારનાં વચનથી તત્કાળ કેપ કરીને સર્વે યદુકુમારો ઢેફાથી, પાટુએથી, લપડાકથી અને મુષ્ટિઓથી તેને વારંવાર મારવા લાગ્યા. એ પ્રમાણે તેને પૃથ્વી પર પાડી નાખી મૃતપ્રાય કરીને તેઓ સર્વ દ્વારકામાં આવી પોતપોતાના ઘરમાં પેસી ગયા. - કૃષ્ણ પિતાના માણસો પાસેથી આ બધી ખબર સાંભળી અને ખેદયુક્ત થઈને વિચારવા લાગ્યા કે-અહે! આ કુમારેએ કુળને અંત કરે તેવું આ કેવું ઉન્મત્તપણું આચર્યું છે ? ' પછી કૃષ્ણ રામને લઈને દ્વૈપાયન ઋષિ પાસે આવ્યા. ત્યાં મોટા દષ્ટિવિષ સર્ષની જેમ ક્રોધથી રાતા નેત્રવાળા થયેલા તે દ્વૈપાયનને દીઠા. પછી ઉન્મત્ત હાથીને મહાવત શાંત કરે તેમ તે અતિ ભયંકર ત્રિદંડીને કૃષ્ણ આ પ્રમાણેનાં વચને વડે શાંત કરવા લાગ્યા - ધ એ મહા મટે શત્રુ છે કે જે કેવળ પ્રાણીને આ જન્મમાં જ દુઃખ આપતો નથી, પણ લાખે જન્મ સુધી દુ:ખ આપ્યા કરે છે. હે મહર્ષિ ! મદ્યપાનથી અંધ થયેલા મારા અજ્ઞાની પુત્રએ જે તમારો મોટો અપરાધ કર્યો છે, તેમને ક્ષમા કરે; કેમકે આપના જેવા મહાશયને કોધ કરે યુક્ત નથી.” કૃષ્ણ આ પ્રમાણે ઘણું કહ્યું, તે પણ તે ત્રિદ ડી શાંત, થયે નહીં, અને તે બોલ્યો કે “હે કૃષ્ણ! તમારા સાંત્વનથી હવે સયું, કારણ કે જ્યારે તમારા પુત્રોએ મને માર્યો ત્યારે મેં સર્વ લોકસહિત દ્વારકાનગરીને બાળી નાખવાનું નિયાણું કરેલ છે. તેમાંથી તમારા બે વિના બીજા કેઈને છુટકારે થશે નહી. આ પ્રમાણેનાં તેમનાં વચન સાંભળી રામે કૃષ્ણને નિષેધ કરીને કહ્યું કે હે બાંધવ! એ સંન્યાસીને વૃથા શા માટે મનાવો છો ? જેઓનાં મુખ, ચરણ, નાસિકા અને હાથ વાંકાં હોય; જેઓના હોઠ, દાંત અને નાસિકા સ્થળ હોય, જેઓની ઇદ્રિ વિલક્ષણ હોય અને જે હીન અંગવાળા હોય તેઓ કદિ પણ શાંતિ પામતા નથી, આ વિષે એને બીજું કહેવાનું પણ શું છે? કારણ કે ભાવી વસ્તુને નાશ કોઈ પણ રીતે થતો નથી અને સર્વજ્ઞનું વચન અન્યથા થતું નથી.” પછી કૃષ્ણ સશોક વદને ઘેર આવ્યા અને દ્વારકામાં તે પાયનના નિયાણની વાર્તા પ્રગટ થઈ. .. બીજે દિવસે કૃષ્ણ દ્વારકામાં આષણા કરાવી કે “હવેથી સર્વ લોકોએ ધર્મમાં વિશેષ રીતે તત્પર રહેવું પછી સવ જાએ તે પ્રમાણે આરંભ કર્યો, તેવામાં ભગવાન