SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વ ૮ સુ ૩૦૩ પરાક્રમવાળા પુત્રો, બંધુમતીના ખર્ષણ અને સિ'હુસેન નામે બેપુત્રો, પ્રિય ગુસ્સુ દરીનો શિલાયુધ નામે ધુરંધર પુત્ર, પ્રભાવતીના ગ'ધાર અને પિ'ગલ નામે બે પુત્રો, જરાદેવીના જરાકુમાર અને વાલ્મીક નામે બે પુત્રો, અવંતિદેવીના સુમુખ અને દુર્મુખ નામે એ પુત્રા, રાહિણીના રામ (બળભદ્ર), સારણ અને વિદુરથ નામે ત્રણ પુત્રો, બાલચન્દ્રાના વાદ ટ્ અને અમિતપ્રભ નામે બે પુત્રો, તે સિવાય રામ (ખળભદ્ર)ના ઘણા પુત્રો કે જેઓમાં ઉત્સૂક, નિષધ, પ્રકૃતિવ્રુતિ, ચારૂદત્ત, ધ્રુવ, શત્રુદમન, પીઠ, શ્રીધ્વજ, નંદન, શ્રીમાન્, દશરથ, દેવાનદ, આનંદ, વિપૃથુ, શાંતનુ, પૃથુ, શતધનુ, નરદેવ, મહાધનુ અને દૃઢધન્વા મુખ્ય હતા, એ સર્વે વસુદેવની સાથે યુદ્ધમાં આવ્યા. તેમજ કૃષ્ણના પણ અમુક પુત્રો આવ્યા. જેએમાં ભાનુ, ભામર, મહાભાનુ, અનુભાનુક, બૃહદ્ધ્વજ, અગ્નિશિખ, ભ્રૂષ્ણુ, સંજય, અકંપન, મહાસેન, ધીર, ગંભીર, ઉદધિ, ગૌતમ, વસુધર્મા, પ્રસેનજિત, સૂર્ય, ચંદ્રવર્મા, ચારૂકૃષ્ણ, સુચારૂ, દેવદત્ત, ભરત, શ’ખ, પ્રદ્યુમ્ન અને શાંખ વિગેરે મહાપરાક્રમી પુત્રો મુખ્ય હતા. તે સિવાય બીજા પણ હજારો કૃષ્ણના પુત્રો યુદ્ધ કરવાની ઈચ્છાએ ત્યાં આવ્યા. ઉગ્રસેન અને તેના ધર, ગુણુધર, શક્તિક, દુર, ચન્દ્ર અને સાગર નામે પુત્રો યુદ્ધમાં આવ્યા. પિતરાઇ કાકા જ્યેષ્ઠ રાજાના પુત્ર સાંત્વન અને મહાસેન, વિષમિત્ર, હર્દિક અને સત્યમિત્ર નામે તેના પુત્રો, તેમજ મહાસેનના પુત્ર સુષેણ નામે રાજા, વિષમિત્રના હૃદિક, સિનિ તથા સત્યક નામે પુત્ર, હર્દિકના કૃતવર્મા અને દૃઢધર્મા નામે પુત્ર અને સત્યકના યુયુધાન નામે પુત્ર, તેમજ તેને ગધ નામે પુત્ર-એ સવ આવ્યા. તે સિવાય બીજા દશાના અને રામ કૃષ્ણના ઘણા પુત્રો તથા કૃષ્ણની ફઈના અને અેનેાના પણ ઘણા પરાક્રમી પુત્રો ત્યાં આવ્યા. પછી ક્રાકીએ બતાવેલા શુભ દિવસે દારૂક સારથિવાળા અને ગરૂડના ચિહ્નવાળા રથ ઉપર આરૂઢ થઇને સવ ચાદવાથી વીંટાયેલા અને શુભ શુકનાએ જેના વિજય સૂચવ્યા છે એવા કૃષ્ણે ઈશાન દિશા તરફ પ્રયાણ કર્યું. પેાતાના નગરથી પીસ્તાળીશ ચેાજન દૂર જઈ ને યુદ્ધચતુર કૃષ્ણે સેનપલ્લી ગ્રામની સમીપે પડાવ નાખ્યા. જરાસ`ધના સૈન્યથી ચાર ચેાજન કૃષ્ણનુ સૈન્ય દૂર રહ્યું, તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરો ત્યાં આવ્યા; અને સમુદ્રવિજય રાજાને નમીને મેલ્યા કે હે રાજન્ ! અમે તમારા ભાઇ વસુદેવના ગુણને વશ થઇ ગયેલા છીએ. જે તમારા કુળમાં અધા જગતની રક્ષા કરવામાં અને ક્ષય કરવામાં સમથ એવા અરિષ્ટનેમિ ભગવાન્ થયેલા છે, તેમજ જેમાં અદ્વિતીય પરાક્રમવાળા રામ કૃષ્ણ થયેલા છે, અને પ્રદ્યુમ્ન, શાંખ વિગેરે કાટિંગમે પૌત્ર રહેલા છે, તેમને યુદ્ધમાં ખીજાની સહાયની જરૂર હોતી જ નથી, તથાપિ અવસર જાણીને અમે ભક્તિથી અહી' આવ્યા છીએ, તેથી અમેને આજ્ઞા કરો અને અમને તમારા સામતવર્ગ માં ગણા.’ સમુદ્રવિજયે કહ્યુ` કે ‘બહુ સારૂ’’ એટલે તેઓ ખેલ્યા, ‘આ જરાસ’ધ એકલા કૃષ્ણની આગળ તૃણ સમાન છે. પરંતુ વૈતાઢયગિરિ ઉપર કેટલાએક ખેચરા જરાસ'ધના પક્ષના છે, તેથી તેઓ અહી' આવે નહી' ત્યાં સુધીમાં અમને તેમની સામે તેઓને ત્યાંજ રાકવા માટે જવાની આજ્ઞા આપે, અને તમારા અનુજ ખ' વસુદેવને અમારા સેનાપતિ તરીકે સ્થાપન કરીને શાંખ, પ્રદ્યુમ્ન સહિત અમારી સાથે મેાકલા, જેથી તે સર્વ વિદ્યાધરા જીન્નાયા છે એમ સમજજો. આ પ્રમાણે સાંભળી કૃષ્ણની સંમતિથી સમુદ્રવિજયે પૌત્ર પ્રદ્યુમ્ન અને શાંખ સહિત વસુદેવને તે ખેચરાની સાથે મેાકલ્યા. તે સમયે અરિષ્ટનેમિએ પેાતાના જન્મનાત્ર વખતે દેવતાએ પાતાની ભુજાપર બાંધેલી અસ્રવારણી ઔષધિ વસુદેવને આપી.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy