SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ સગ ૭ મો પરાક્રમીમાં અગ્રેસર ચેદી દેશને રાજા શિશુપાલ તેની પછવાડે તૈયાર થયા. મહાપરાક્રમી રાજા હીરણ્યનાભ, સંગ્રામમાં ધુરંધર અને કૌરવ્ય એ દુર્યોધન અને બીજા ઘણું રાજાએ તથા હજારે સામતે પ્રવાહે જેમ સાગરમાં મળે તેમ જરાસંધને આવીને મળ્યા. જે વખતે જરાસંધ ચાલ્યો, તે વખતે તેના મસ્તકપરથી મુકુટ પડી ગયે, ઉરસ્થળથી હાર તુટી ગયે, વસ્ત્રના છેડા સાથે પગ ભરાયે, તેની આગળ છીંક થઈ, વામ નેત્ર ફરક્યું, તેના હાથીએ સમકાળે વિઠામૂત્ર કર્યા, પવન પ્રતિકૂળ વા અને આકાશમાં ગીધ પક્ષીઓ ઉડવા લાગ્યાં. આ પ્રમાણે આપ્તજનની જેમ માઠાં નિમિત્તોએ અને અપશુકનેએ તેને અશુભ પરિણામ જણાવ્યું તો પણ તે જરા પણ રોકાય નહીં. સૈન્યથી ઉડેલી રજની જેમ સૈન્યના કેલાહળથી દિશાઓને પૂરતા અને દિગગજની જેમ ઉત્ક્રાંત પણે પૃથ્વીને કંપાવતે ક્રૂર પ્રતિજ્ઞા વાળ જરાસંધ ગજ ઉપર આરૂઢ થઈ મોટા સૈન્ય સાથે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો. જરાસંધને આવતે જાણી કલિ કૌતુકી નારદે અને બીજા બાતમીદાએ સત્વર આવીને કૃષ્ણને તે ખબર આપ્યા. તે સાંભળતાંજ અગ્નિના જેવા તેજસ્વી કૃષ્ણ પણ સંભાનાદપૂર્વક પ્રયાણ કરવાને તૈયાર થયા. તે વખતે જેમ સુઘોષા ઘંટાના નાદથી સૌધર્મ દેવકના દેવતાઓ મળે તેમ તે ભંભાના નાદથી સર્વ યાદવ અને રાજાઓ એકઠા થયા. તેવામાં સમુદ્રની જેવા દુર્ધર સમુદ્રવિજય સર્વ પ્રકારની તૈયારી કરીને આવ્યા, તે સાથે તેમને મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, અરિષ્ટનેમિ ભગવાન, જયસેન, મહારાજ્ય, તેજસેન, જય, મેઘ, ચિત્રક, ગૌતમ, શ્વફલ્ક, શિવાનંદ અને વિશ્વસેન નામના મહારથી પુત્ર પણ આવ્યા. શત્રુઓને અન્ય એવા સમુદ્રવિજયના અનુજ બંધુ અક્ષોભ્ય અને યુદ્ધમાં ચતુર એવા ઉદ્ધવ, ધવ, શુભિત, મહેદધિ, અંભોનિધિ, જલનિધિ, વામનદેવ અને દઢવ્રત નામે આઠ પુત્રો આવ્યા. અભ્યથી નાના તિમિત અને તેના ઉમિયાન, વસુમાન, વીર પાતાળ અને સ્થિર નામે પાંચ પુત્રો આવ્યા. સાગર અને તેના નિષ્કપ, કંપન, લક્ષ્મીવાન, કેશરી, શ્રીમાન અને યુગાંત નામે છ પુત્ર આવ્યા. હિમવાનું અને તેના વિદ્યુ—ભ, ગંધમાદન અને માલ્યવાન નામે ત્રણ પુત્રે આવ્યા. અચલ અને તેના મહેંદ્ર, મલય, સદા, ગિરિ, શૈલ, નગ અને બળ નામે સાત પરાક્રમી પુત્રો આવ્યા. ધરણ અને તેના કર્કોટક, ધનંજય વિશ્વરૂપ, તમુખ અને વાસુકિ નામે પાંચ પુત્રો આવ્યા. પૂરણ અને તેના દુપૂર, દુર્મુખ, દુર્દશ અને દુર નામે ચાર પુત્રો આવ્યા. અભિચંદ્ર અને તેના ચંદ્ર, શશાંક, ચંદ્રાભ, શશી, સોમ અને અમૃતપ્રભ નામે છ પુત્રો આવ્યા. દશે દિશામાં સૌથી નાના વસુદેવ કે જે પરાક્રમથી દેવના પણ દેવ જેવા હતા તે પણ આવ્યા. અને તેના ઘણું પરાક્રમી પુત્રો પણ સાથે આવ્યા. તેઓનાં નામ આ પ્રમાણે વિજયસેનાના અક્રૂર અને ક્રૂર નામે બે પુત્ર, શ્યામાના જવલન અને અશનિવેગ નામે બે પુત્રે, ગંધર્વસેનાના જાણે મૂર્તિમાન અનિ હોય તેવા વાયુવેગ, અમિતગતિ અને મહેદ્રગતિ નામે ત્રણ પુત્ર, મંત્રીપુત્રી પદ્માવતીના મહા તેજવાન સિદ્ધાર્થ દારૂક અને સુદારૂ નામે ત્રણ પરાક્રમી પુત્ર, નીલયશાના સિંહ અને મતંગજ નામે બે પુત્રો, સમશ્રીના નારદ અને મરૂદેવ નામે બે પુત્રે, મિત્રશ્રીને સુમિત્ર નામે પુત્ર, કપિલાનો કપિલ નામે પુત્ર, પદ્માવતીના પદ્મ અને કુમુદ નામે બે પુત્રો, અશ્વસેનાને અશ્વસેન નામે પુત્ર, પંડાને પુંડ નામે પુત્ર, રત્નાવતીના રત્નગર્ભ અને વજાબાહુ નામે બે બાહુબળી, પુત્રી, સોમની પુત્રી સમશ્રીના ચન્દ્રકાંત અને શશિપ્રભ નામે બે પુત્રો, વેગવતીના વેગવાન અને વાયુવેગ નામે બે પુત્રો, મદનગાના અનાવૃષ્ટિ, દઢમુષ્ટિ અને હિમમુષ્ટિ નામે ત્રણ જગદ્વિખ્યાત
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy