SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સગ ૭ મે અહીં મગધપતિ જરાસંધની પાસે હંસક નામનો એક મંત્રી બીજા મંત્રીઓને સાથે લઈને આવ્યું અને તેણે વિચાર કરીને જરાસંધને કહ્યું “હે રાજન્ ! પૂર્વે કંસે મંત્ર વગર વિચાર કર્યા વગર) કામ કર્યું હતું, તેથી તેને તેનું માથું ફળ મળ્યું હતું, કારણ કે મંત્રશક્તિ વિના ઉત્સાહશક્તિ અને પ્રભુશક્તિનાં પરિણામ સારાં આવતાં નથી. શત્રુ પિતાથી નાનો હેય તો પણ તેને પિતાથી અધિક છે એવી નજરે જે એવી નીતિ છે, તે આ મહાબળવાન કૃષ્ણ તો તમારાથી અધિક જ છે એ દેખીતું છે, વળી રોહિણના સ્વયંવરમાં તે કૃષ્ણના પિતા દશમી દશા વસુદેવને બધા રાજાઓના મુખમાં અંધકારરૂપ તમે પોતે જોયેલો હતો. તે વખતે તે વસુદેવના બળ આગળ કોઈ પણ રાજા સમર્થ થયે નહેતો, અને તેને ચેષ્ઠ બંધુ સમુદ્રવિજયે તમારા સૈનિકોની રક્ષા કરી હતી. વળી ઘુતક્રીડામાં કેટિ દ્રવ્ય જીતવાથી અને તમારી પુત્રીને જીવાડવાથી એ વસુદેવને ઓળખીને તમે સેવકોને મારવા સોંપ્યો હતો, પણ પિતાના પ્રભાવથી એ વસુદેવ મરણ પામે નહોતા. એવા બળવાન વસુદેવથી આ રામ કૃષ્ણ થયા છે અને તેઓ આટલી વૃદ્ધિને પામ્યા છે. તેમજ જેઓને માટે કુબેરે સુંદર દ્વારકાપુરી રચી આપી છે, એ બન્ને અતિરથી વીર છે કે જેઓને શરણે દુઃખને વખતે મહારથી એવા યુધિષ્ઠિર વિગેરે પાંડ પણ આવેલા છે. તેમના પુત્ર પ્રદ્યુમ્ન અને શાંબ બીજા રામ કૃષ્ણ જેવા છે, તેમજ ભીમ અને અર્જુન પણ ભુજાના બળથી યમરાજને પણ ભયંકર છે. વધારે શું કહેવું ? તેઓમાં જે એક નેમકુમાર છે, તે પિતાના ભુજદંડવડે બધી પૃથ્વીને છત્રરૂપે કરવાને સમર્થ છે. વળી તમારા સૈન્યમાં શિશુપાલ અને રૂફમિ અગ્રેસર છે. તેમણે તે રૂકમિણીના હરણમાં રણને વિષે તે કૃષ્ણનું બળ જોયેલું છે. કૌરવપતિ દુર્યોધન અને ગંધારપતિ શકુનિ તે શ્વાનની પેઠે છળરૂપ બળવાળા છે, તેમની તે વીરમાં ગણના જ નથી. હે સ્વામિન્ ! અંગદેશને રાજા કર્ણ તે સમુદ્રમાં સૌથવાની મુઠીની જે તેમના કોટિ સંખ્યા પ્રમાણે મહારથીવાળા સૈન્યમાં છે એમ હું માનું છું. શત્રુના સૈન્યમાં નેમિ, કૃષ્ણ અને રામ એ ત્રણ અતિરથી છે અને તમારા સૈન્યમાં તમે એક જ છે, તેથી બને સૈન્યમાં મોટું અંતર છે, અય્યત વિગેરે ઈદ્રો જેને ભક્તિથી નમસ્કાર કરે છે, તે નેમિનાથની સાથે યુદ્ધ કરવાને કણ ઉત્સાહ કરી શકે? વળી કૃષ્ણના પક્ષના દેવતાઓએ છળ કરી તમારા પુત્ર કા ને મારી નાખ્યો, તેથી તમારે જાણી લેવું કે હમણાં દેવ તમારાથી પરા મુખ છે. બળવાનું યાદ પણ ન્યાયને-ગ્ય અવસરને પ્રમાણ કરીને મથુરાપુરીથી નાસી દ્વારકા નગરીમાં ચાલ્યા ગયા હતા, પણ તમે તે જેમ રાફડામાંથી કાળા સપને યષ્ટિથી તાડન કરીને જગાડે તેમ કર્યું છે, તેથી જ તે કૃષ્ણ તમારી સામે આવેલ છે, કાંઈ પિતાની મેળે આવેલ નથી. એટલું બધું થઈ ગયા છતાં પણ હજુ હે રાજન્ ! તેની સાથે યુદ્ધ કરવું યુક્ત નથી. જો તમે યુદ્ધ નહીં કરો તે તે પોતાની મેળે પાછા ફરીને ચાલ્યા જશે.” હંસક મંત્રીનાં આવાં વચન સાંભળી જરાસંધ ક્રોધ પામીને બોલ્યા કે “હે દુરાશય! માયાવી યાદવે એ જરૂર તને ખુટ લાગે છે, તેથી જ અરે દુર્મતિ! તું આમ વૃથા તેનું બળ બતાવીને મને બીવરાવે છે, પણ શું કેશરીસિંહ શિયાળના કુંફાડાથી કદિ પણ બીવે? એ ગોપાળાના રમૈન્યને ક્ષણવારમાં ભસ્મ કરી દઈશ; માટે રણમાંથી નિવૃત્ત કરનારા તારા આ મનોરથને ધિક્કાર છે !” આ પ્રમાણેનાં તેનાં વચન સાંભળી ભિક નામને તેને એક મંત્રી તેના ભાવ પ્રમાણે વચન બોલ્યો કે “હે રાજેદ્ર ! હવે આ રણ કરવાને સમય આવ્યો છે તે તેને આપે ત્યાગ કરવો નહીં. હે પ્રભો ! સંગ્રામમાં સન્મુખ રહેતાં યશસ્વી મૃત્યુ થાય તે સારું, પણ રણમાંથી પરા મુખ રહીને જીવવું તે સારું નહી માટે આપણું
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy