SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ સર્ગ ૩ જે પલાયન કરવું પણ શ્રેષ્ઠ છે.” મનમાં આ વિચાર કરી કદંબે ત્યાંથી પલાયન કરી વિરક્ત થઈ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું, અને પ્રતિમાઓ ( કોત્સગ ધ્યાને) રહ્યો. કદંબને વ્રતધારી જોઈ ને નળે કહ્યું કે, “અહીં તો હું તમને જીતી ગયો છું, પણ હવે બીજી પૃથ્વીમાં (મુનિપણામાં) આસક્ત થઈને તમે ક્ષમાને છોડશે નહીં. કેમકે તમે વિજયને ઈચ્છનારા છે.” મહાવ્રતધારી અને ધીર એવા તે કદંબ મુનિએ નળરાજાને કાંઈપણ ઉત્તર આપ્યો નહીં; કેમકે નિઃસ્પૃહને રાજાનું પણ શું કામ છે ?? આથી નળે કદંબમુનિની પ્રશંસા કરી, તેના સવથી પ્રસન્ન થઈને શિર કપાવ્યું અને પુત્ર જયશકિતને તેના રાજ્ય ઉપર બેસાડ્યો. પછી બધા રાજાઓએ મળી વસુદેવની જેમ સર્વ રાજાઓને જિતનાર નળરાજાને ભરતાઈ. પતિપણાને અભિષેક કર્યો. ત્યાંથી કેશલદેશના અધિપતિ કેશલ નગરીમાં આવ્યા, ત્યાં ભક્તિકુશળ સર્વ રાજાઓ એ આવી તેને ભેટ ધરી. બેચરની સ્ત્રીઓએ પણ જેનું બળ ગાયેલું છે એ નળરાજા દવદંતી સાથે ક્રોડા કરતે ચિરકાળ પૃથ્વી પર શાસન કરવા લાગ્યા. તેનો અનુજ બંધુ કુબેર કે જે કુળમાં અંગારા જેવો અને રાજ્યલુબ્ધ હતું, તે સત્પાત્રના છિદ્રને ડાકણ જુવે તેમ નળરાજાનાં છિદ્રને શોધવા લાગ્યા. નળરાજા સદા ન્યાયવાનું હત તથાપિ તેને છૂત રમવા ઉપર વિશેષ આસક્તિ હતી. “ચંદ્રમાં પણ કલંક છે. કઈ ઠેકાણે રત્ન નિષ્કલંક હોતાં જ નથી.” હું આ નળ પાસેથી સર્વ પૃથ્વી ઘત રમીને જીતી લઉં” એવા નઠારા આશયથી તે કુબર હમેશાં પાસાથી નળને રમાડતું હતું. તેઓ. બંને પાસઘતથી બહુ કાળ રમ્યા, તેમાં ડમરૂક મણિની જેમ એક બીજાનો વિજય થયા કરતો હતો. - એક વખતે નળરાજા કે જે વૃતક્રીડામાં બંધ મિક્ષ કરવામાં ચતુર હતા, તે પણ દેવદોષથી કુબેરને જીતવાને સમર્થ થઈ શક્યો નહીં'. નળે પોતાને પ િજે અનુકૂલ પડે ધારે તે પણ વિપરીત પડવા લાગ્યા, અને કુબેર વારંવાર તેની સગઠીઓ મારવા લાગે. નળરાજા ધીમે ધીમે ગામડાં, કબૂટ અને ખેડુતી કસબા વિગેરે ઘતમાં હારી ગયે; અને ગ્રીષ્મ કાળમાં જળવડે સરોવરની જેમ તે લક્ષ્મીવડે હીણ થવા લાગ્યો. જ્યારે આટલી હાનિ થયા છતાં પણ નળે ઘૂતક્રીડા છોડી નહીં ત્યારે બધા લોકો ખેદ પામવા લાગ્યા અને કુબર પોતાની ઇચ્છા પૂરાવાથી ઘણે હર્ષ પામવા લાગ્યા. સર્વ લો કે નળના અનુરાગી હતા, તેથી તેઓ હાહાકાર કરવા લાગ્યા. એ હાહાકાર સાંભળીને દવદંતી પણ ત્યાં આવી. નળને કહ્યું, “હે નાથ ! હું તમને પ્રાથના કરી કહું છું કે મારી ઉપર પ્રસન્ન થાઓ અને ઘતક્રીડા છેડી દ્યો. એ પાસા તમારા વેરીની જેમ દ્રોહ કરનારા છે. બુદ્ધિમાનોને વેશ્યાગમનની જેમ ધૂત ક્રીડામાત્ર હોય છે પણ પિતાના આત્માને અંધકાર આપનારી તે ધૃતક્રીડાનું તેઓ આમ અતિ સેવન કરતા નથી. આ રાજ્ય અનુજ બંધુ કુબેરને સ્વયમેવ * આપી દેવું તે સારું છે, પણ “મેં તે તેની પાસેથી બળાત્કારે રાજ્યલક્ષમી લઈ લીધી છે એ એ અપવાદ બેલે તેમ કરશે નહીં. હે દેવ ! જે આ પૃથ્વી સેંકડો યુદ્ધ કરીને મેળવેલી છે, તે એક ઘમકીડામાં કુટેલા પ્રવાહની જેમ સહજમાં ચાલી જાય છે, તે મને ઘણું દુઃખ આપે છે.” દેવદંતીની આ વાણી દશમી મદાવસ્થાને પ્રાપ્ત થયેલા હસ્તીની જેમ નળરાજાએ સાંભળી નહિ અને તેને દષ્ટિએ જોઈ પણ નહિ. જ્યારે પતિએ તેની અવજ્ઞા કરી ત્યારે રેતી રેતી કુલપ્રધાને પાસે આવી અને કહ્યું કે, “આ નળરાજાને તમે છૂતથી અટકાવે. સનિપાતવાળા માણસને ઔષધની જેમ તે પ્રધાનનાં વચનો એ પણ નળરાજાને જરા પણ અસર કરી નહીં. ભૂમિને હારી જનાર તે નળરાજા અનળ-અગ્નિ જેવો થઈ ગયે. પછી દવદંતી સહિત બધું અંતઃપુર પણ હારી ગયે. એ પ્રમાણે સર્વસ્વ હારી ગયા
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy