SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મુ ૨૨૯ પછી જાણે દીક્ષા લેવા ઈચ્છતા હોય તેમ તેણે અંગ ઉપરથી સર્વ આભૂષણેા વિગેરે પણ હારીને છેડી દીધાં. પછી કુબરે કહ્યું, હું નળ ! તું સર્વસ્વ હારી ગયા છે, માટે હવે અહિ રહીશ નહીં. મારી ભૂમિ છેાડી દે, કેમકે તને તેા પિતાએ રાજ્ય આપ્યું હતું અને મને તે છૂતના પાસાએ રાજ્ય આપ્યુ છે.' તેનાં આવાં વચને સાંભળીને ‘પરાક્રમી પુરૂષોને લક્ષ્મી દૂર નથી માટે તું જરા પણ ગવ ધરીશ નહિ.’ આ પ્રમાણે કહેતા નળ માત્ર પહેરેલાં વસ્ત્ર સહિતજ ત્યાંથી ચાલી નીકળ્યા. તે વખતે દવદંતી તેની પછવાડે જવા લાગી. તેને જોઇ કુબર ભયંકર શબ્દ આલ્યા-‘અરે સ્ત્રી ! તને દ્યૂતક્રીડામાં હું જીત્યા છું, માટે તું કયાં જાય છે ! તુ' તા મારા અંતઃપુરને અલ'કૃત કર,' તે સમયે મંત્રી વિગેરેએ દુરાશય કુબરને કહ્યું કે, “એ મહાસતી દવદંતી ખીજા પુરૂષની છાયાના પણ સ્પર્શ કરતી નથી, માટે તે મહાસતીને તું જતાં અવરોધ કર નહી. બાળક પણ જાણે છે કે જયેષ્ઠ બંધુની સ્રી માતા સમાન છે, અને જ્યેષ્ઠ ખંધુ પિતા સમાન છે. તે છતાં જો તું ખાળત્કારે તેમ કરીશ તેા એ મહાસતી ભીમસુતા તને ખાળીને ભસ્મ કરી નાખશે. “સતીઓને કાંઈપણ મુશ્કેલ નથી.” માટે એ સતીને કાપાવીને અનર્થ વહારી લે નહીં, પણ પતિની પછવાડે એ સતીને ઉલટી ઉત્સાહિત કર. વળી તને જે ગામ નગરાદિ સ મળ્યુ છે તેથી સંતુષ્ટ થા, અને આ નળરાજાને પાચેપ સાથે એક સારથી સહિત રથ આપ.’ મંત્રીઓનાં વચનથી કુખરે દવદ તીને નળની સાથે જવા દીધી, અને પાથેય સાથે સારથીયુક્ત એક રથ આપવાં માંડવો, તે વખતે નળે કહ્યું કે ‘ભરતા ના વિજયથી જે લક્ષ્મી મેં ઉપાર્જન કરી હતી તેને આજે હુ.. ક્રીડામાત્રમાં છેડી દઉં છું; તા પછી મારે એક રથની સ્પૃહા શી ? માટે મારે રથ જાઈતા નથી.” તે વખતે મંત્રીઓએ કહ્યું કે-“હે ! રાજેદ્ર ! અમે તમારા ચિરકાળના સેવકો છીએ, તેથી તમારી સાથે આવવા ઈચ્છીએ છીએ, પણ આ કુબર અમને અટકાવે છે. આ તમારો અનુજ ખંધુ છે અને તમે તેને રાજ્ય આપ્યું છે, તેથી હવે અમારે તે ત્યાગ કરવા ચેાગ્ય પણ નથી, કેમકે અમારા એવા ક્રમ છે કે ‘આ વંશમાં જે રાજા થાય તેની અમારે સેવા કરવી.’ તેથી હું મહાભુજ ! અમે તમારી સાથે આવી શકતા નથી. આ વખતે તો આ ધ્રુવદંતી જ તમારી ભર્યા મ`ત્રી, મિત્ર અને સેવક જે ગણેા તે છે. સતીવ્રતને અગીકાર કરનાર અને શિરિષના પુષ્પ જેવી કામળ આ દવતીને માર્ગોમાં પગે ચાલતી તમે શી રીતે લઈ જશે ? સૂર્યના તાપથી જેની રેતીમાંથી અગ્નિના તણખા નીકળે છે તેવા માગ માં કમળ જેવા કામળ ચરણાવડે આ સતી શી રીતે ચાલી શકશે ? માટે હે નાથ ! આ રથને ગ્રહણ કરીને અમારી ઉપર અનુગ્રહ કરો. તમે દેવી સાથે આ રથમાં બેસે, તમારો મા કુશળ થાઓ અને તમારૂ કલ્યાણ થાઓ.” આ પ્રમાણે પ્રધાન પુરૂષોએ વારવાર પ્રાર્થના કરી એટલે નળરાજા દવદંતી સાથે રથમાં બેસીને નગરબહાર નીકળ્યા. જાણે સ્નાન કરવા તૈયાર થઈ હેાય તેમ એક વસ્ત્ર પહેરીને જતી દવદંતીને જોઇ અધી નગરસી અશ્રુજળથી કાંચળીઓને આ કરતી રાવા લાગી. નળરાજા નગરની મધ્યમાં થઈ ને ચાલ્યા જતા હતા, તે વખતે દિગ્ગજના આલાનસ્તંભ જેવા પાંચસેા હાથ ઊંચા એક સ્તભ તેના જોવામાં આવ્યા. તે વખતે રાજ્યભ્રષ્ટ થવાના દુ:ખને જાણે ન જાણતા હોય તેમ કૌતુકથી તેણે કઇલીસ્તંભને ઉપાડે તેમ લીલામાત્રમાં તે સ્ત ંભ ઉપાડી લીધા અને પાછેા તેને ત્યાંજ આરાપણ કર્યા. જેથી તેણે ઉઠાડીને બેસાડવારૂપ રાજાઓના વ્રતને સત્ય કરી બતાવ્યું તે જોઈ નગરજના કહેવા લાગ્યાકે “અહા ! આ નળરાખનુ કેવુ બળ છે આવા બળવાન્ પુરૂષને પણ આવું દુઃખ પ્રાપ્ત થાય છે ૧ જો કાઈ આજ્ઞા ન માને તે પ્રથમ તેને રાજ્યથી ઉઠાડી મૂકવા અને પાછે આજ્ઞા માને કે તરત રાજ્યલાભ ન કરતાં તેનુ` રાજ્ય તેને સેાપી દેવુ. એવો ક્ષત્રી રાજાઓના ચાલ્યા આવતા ધર્મ છે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy