SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૨૭ * કે, “હું પિત્ર પાર્જિત ભૂમિ ઉપર રાજ્ય કરું છું કે તેથી અધિક ભૂમિ ઉપર રાજ્ય કરું છું તે કહે. તેઓ બોલ્યા- “તમારા પિતા નિષધ રાજાએ તો ત્રીજે અંશે ઉણા એવા આ ભરતાઈને ભગવ્યું હતું, અને તમે તા બધા ભરતાઈને ભોગવે છે તેથી પિતાથી પુત્ર અધિક થાય તે યુક્ત જ છે. પણ આપને એટલું જણાવવાનું છે કે, અહીંથી બસે જન ઉપર તક્ષશિલા નામે નગરી છે, તેમાં કદંબ નામે રાજા છે, તે તમારી આજ્ઞાને માનતો નથી. અર્ધ ભરતના વિજયથી ઉત્પન્ન થયેલા તમારા યશરૂ૫ ચન્દ્રમાં તે એક દુર્વિનીત રાજા માત્ર કલંકભૂત છે. આપે અંશમાત્ર વ્યાધિની જેમ પ્રમાદવડે તેની ઉપેક્ષા કરી તેથી તે રાજા હાલ શક્તિમાં વધી પડવાથી કષ્ટસાધ્ય થઈ પડ્યો છે. પણ તે મહાબાહો ! તમે તેના ઉપર રોષથી કઠોર એવું મન કર્યું છે, તો તે પર્વત ઉપરથી પડેલા ઘડાની જેમ અવશ્ય વિશી જ થઈ ગયેલો છે એમ સંશયરહિત અમારું માનવું છે; માટે પ્રથમ એક દૂત મોકલી તેને જણ એટલે પ્રણિપાતમાં કે દંડમાં તેની જે ઈચ્છા હશે તે જણાશે.” આ પ્રમાણેનાં સા મતાનાં વચનથી નળરાજાએ દ્રઢતા માં મહાગિરિ જેવા એક દતને સમજાવીને મોટા સૈન્ય સાથે ત્યાં મોકલ્યા. ગરૂડની જે દુધર તે દૂત ત્વરાએ ત્યાં પહોંચે અને પિતાના સ્વામી ન લાજે તેમ તેણે કદંબ રાજાને કહ્યું કે “હે રાજેદ્ર ! શત્રુરૂપ વનમાં દાવાનળ જેવા મારા સ્વામી નળરાજાની સેવા કરે, અને વૃદ્ધિ પામે, તમારા તેજને વધ કરે નહીં. તમારી કુળદેવીથી અધિષ્ઠિત થયેલાની જેમ હું તમને હિતવચન કહું છું કે નળરાજાની સેવા કરે, વિચારે, જરા પણ મુંઝાશે નહીં.' દૂતનાં આવાં વચન સાંભળીને ચંદ્રકળાને રાની જેમ દતઝથી હઠને ડંસતો કદંબ પિતાને ભૂલી જઈને પોતાની સામું જોયા વિના આ પ્રમાણે બોલ્ય-“અરે દૂત ! શું નળરાજા મૂખ છે, ઉન્મત્ત છે કે શું વાયડો થઈ ગયે છે કે શત્રુરૂપી મોથમાં વરાહ જેવા મને બીલકુલ જાણતા નથી ? અરે દૂત ! શું તારા રાજ્યમાં કોઈ કુળમંત્રીઓ પણ નથી કે જેઓ એ આ પ્રમાણે મારે તિરસ્કાર ક નળરાજાને અટકાવ્યું નહીં ? હે હત! તું સત્વર જા, જે તારે સ્વામી રાજ્યથી કંટાળ્યો હોય તો ભલે, તે યુદ્ધ કરવાને તૈયાર થાય, હું પણ તેના રણને અતિથિ થવાને તૈયાર છું.” દૂત તરત જ ત્યાંથી નીકળી, નળરાજા પાસે આવીને તેનાં અહંકારી વચને બળવાન નળરાજાને કહી સંભળાવ્યાં. પછી મોટા અહંકારના પર્વતરૂપ તક્ષશિલાના રાજા કદંબે ઉપર નળરાજાએ મોટા આડંબરથી ચઢાઈ કરી. પરાક્રમી હાથીઓ વડે જાણે બીજા કીલ્લાવાળી હોય તેમ તક્ષશિલા નગરીને પિતાની સેના થી ઘેરી લીધી. તે જોઈ કદંબ રાજા પણ તૈયાર થઈને મોટા સૈન્ય સાથે બહાર નીકળ્યો. “કેશરીસિંહ ગુદાદ્વાર પાસે કોઈનું ગમનાગમન સહન કરી શકતો નથી.” પછી કેથી અરૂણ નેત્ર કરતા પ્રચંડ તેજવાળા દ્વાએ બાણાબાણી યુદ્ધથી આકાશમાં મંડપ કરતા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. તે જોઈને નળ કદંબ રાજાને કહ્યું, “અરે ! આ હાથી વિગેરેને મારી નખાવવાનું શું કારણ છે? આપણે બન્નેજ શત્રુઓ છીએ, તે આપણે જ કં યુદ્ધ કરીએ.’ પછી નળ અને કદંબ જાણે બે જંગમ પર્વતો હોય તેમ ભુજાયુદ્ધ વિગેરે દ્વંદ્વયુદ્ધથી યુદ્ધ કરવા લાગ્યા. ગર્વાધ કદ બે નળ પાસે જે જે યુદ્ધની માગણી કરી તે તે બધા યુદ્ધમાં વિજયી નળે તેને હરાવી દીધું. તે વખતે કદંબે વિચાર કર્યો કે “આ મહા પરાક્રમી નળરાજાની સાથે મેં બરાબર ક્ષાત્રવ્રત તોળી લીધું, હવે તેણે મને મૃત્યુકેટીમાં પમાડ્યો છે, માટે પતંગની જેમ (તેના પરાક્રમરૂપ અગ્નિમા) પડીને શા માટે મરી જવું ? તેથી હું અહીંથી પલાયન કરીને વ્રત ગ્રહણ કરું.” “જે પરિણામ નિમળ આવતું હોય તે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy