________________
લ્યાનું સ્નાનજળ લાવવાને થયેલે નિર્ણય–ભામંડળાદિકનું તે કાર્ય માટે ભારત પાસે આવવું-ભરતનું તેની સાથે જવું–તેણે દ્રોણમેઘ રાજા પાસે કરેલી લક્ષમણ માટે વિશલ્યાની માગણી–તેણે એક હજાર કન્યા સાથે વિશલ્યાનું કરેલ વાદાન-તેને લઈને ભામંડળાદિકનું રામચંદ્ર પાસે આવવું–વિશલ્યાના કરસ્પર્શથી લક્ષમણના દેહમાંથી શક્તિનું નીકળી જવું–તેણે કહેલી પિતાની હકીકત-લક્ષ્મણનું સાવધ થવું –આખા સૈન્યમાં થયેલ હર્ષ–વિશલ્યા સાથે લમણને તેજ રાત્રોએ વિવાહેત્સવ.
રાવણે સાંભળેલા લક્ષ્મણ સાવધ થવાના ખબર તેણે મંત્રીઓ સાથે કરેલો વિચાર-મંત્રીઓની સલાહ રાવણને ન રૂચવી-રાવણે રામ પાસે મોકલેલે દૂત–તેની સાથે રામલક્ષ્મણની વાતચિત–તેને ગળે પકડીને વાનરોએ કાઢી મૂક-દૂતે રાવણને કહેલી બધી હકીકત-મંત્રીઓએ ફરોને રાવણને આપેલી યોગ્ય સલાહરાવણને તે પણ ન રૂચવી–બહુરૂપ વિદ્યા સાધવાને રાવણે કરેલા વિચાર-શાંતિનાથના વીત્યમાં વિદ્યા સાધવા જવું–તેણે કરેલી શાંતિનાથની સ્તુતિ-બહુરૂપવિદ્યા સાધવા બેસવું–લંકામાં આઠ દિવસને ફેરવેલે અમારી પડત-રાવણને ચળાવવા અંગદાદિનું ત્યાં આવવું–તેણે કરેલ ઉપસર્ગ-રાવણનું સ્થિર રહેવું–વિદ્યાનું સિદ્ધ થવું–રાવણને વધેલું અભિમાન-તેનું સીતા પાસે આવવું–રાવણે બળાત્કાર કરીશ” એમ કહ્યુંસીતાએ કરેલી સાગારી અનશનની પ્રતિજ્ઞા-રાવણને આવેલ સવળા વિચાર–અભિમાને કરેલું તેનું રોકાણ પ્રાતઃકાળે અપશુકન થયા છતાં રાવણનું યુદ્ધ માટે નીકળવું.
યુદ્ધ સંબંધી ચોથે દિવસ-પરસ્પર મહાન યુદ્ધ-લક્ષમણનું બળ જોઈ રાવણને પડેલો પોતાના જયમાં શંકા-તેણે કરેલું બહુરૂપીવિદ્યાનું સ્મરણ–તેથી થયેલાં રાવણનાં ઘણું રૂપ-લક્ષમણને એકરૂપે પણ તેને બાણના પ્રહારવડે અકળાવી દેવો-રાવણે સંભારેલું ચક-લક્ષ્મણપર ચક્રનું મૂકવું–તેનું લક્ષ્મણ પાસેજ રહેવું–રાવણને થયેલી મુનિનાં વચનનો ખાત્રી–વિભીષણે પ્રાંતે પણ આ પેલી શિખામણ–રાવણને મૃત્યુસૂય ગર્વ–લક્ષ્મણે ચક્રવડે કરેલે રાવણનો વિનાશ–તેનું ચોથો નરકમાં ઉત્પન્ન થવું–લમણને થયેલે જયતેના સૌન્યમાં ઉપજેલ હર્ષ.
(પૃ. ૧૦૪ થી ૧૧૮) સર્ગ આઠમા માં-રાક્ષસ સૈન્યને વિભીષણે આપેલ આશ્વાસન-વિભીષણને થયેલ બંધુના મરણનો શોક-રામલક્ષ્મણે આપેલ ધીરજ-કુંભકર્ણાદિને છોડી દેવા-રાવણને કરેલો અગ્નિસંસ્કાર ને જળાંજલિ કુંભકર્ણાદિકને તેનું રાજ્ય કરવા રામચંદ્ર કહેવું-કુંભકર્ણાદિએ બતાવેલ દીક્ષા ગ્રહણને વિચાર-કેવળજ્ઞાની મુનિને સમાગમ-રામલક્ષ્મણ ને કુંભકર્ણદિનું તેમની પાસે જવું-ઈદ્રજિત ને મેઘવાહને પૂછેલા પોતાના પૂર્વભવ–મનિએ કહેલ. તે ના પૂર્વભવનું વૃતાંત-ઈદ્રજિત, મેઘવાહન, કુંભકર્ણ અને સંદેદરીએ લીધેલી દીક્ષા-રામચંદ્રાદિનો લંકામાં પ્રવેશ–દેવરમણ ઉદ્યાનમાં જવું–ત્યાં સીતાને દેખવાથી થયેલ આનંદ-લક્ષ્મણદિકે સીતાને કરેલ નમસ્કાર–સીતાએ આપેલ આશિષ-સીતાને લઈને રામચંદ્રનું રાવણના મહેલમાં આવવું -
ત્યાં કરેલી શાંતિનાથજી પરમાત્માની પૂજા-વિભીષણના આગ્રહથી સૌનું તેને ઘેર જવું તેણે કરેલે સત્કારરામે કરેલો લંકાના રાજય ઉપર વિભીષણનો અભિષેક–પૂવે વનવાસમાં કબુલ કરેલો કન્યાઓનું ત્યાં આવવું-રામલક્ષમણે કરેલ પાણિગ્રહણ-રામલક્ષમણદિનું છ વર્ષ લંકામાં રહેવું -ઈદ્રજિત, મેઘવાહન ને કુંભકર્ણનું મોક્ષગમન.
- અયોધ્યામાં રામલક્ષમણની માતાઓને થતા પુત્રવિયેગજન્ય શોક-નારદનું ત્યાં આવવું-કૌશલ્યાદિએ કહેલ શક્યું કારણ –નારદે ખબર લાવવાની આપેલી કબુલાત તેનું રામચંદ્ર પાસે આવવું-નારદના કથનથી રામલક્ષમણને માતા પાસે જવાની થયેલી ઉત્સુકતા-તેમણે વિભીષણુ પાસે માગેલી રજા-વિભીષણે અયોધ્યાને શણગારવી-નારદે માતાઓને આપેલ ખબર–રામલક્ષમણુનું માતા પાસે જવા લંકાથી નીકળવુંભરત અને શત્રધનું સામે આવવું-પરસ્પર મેળાપ-અયોધ્યામાં પ્રવેશ-માતાઓ પાસે જઈ પગે લાગવું–તેમને થયેલ હર્ષ-અયોધ્યામાં ઉત્સવ. *