________________
જયે અગ્નિપ્રવેશની કરેલી તૈયારી-તેનાં વચને–પ્રહલાદે અગ્નિમાં પડતાં કરેલું રોકાણ-પ્રહલાદ રાજાએ શોધ માટે મોકલેલા વિદ્યાધરોનું હનુપુર આવવું-ત્યાં મળે અંજનાનો પત્તો-તેઓએ કરેલી પવનંજયને થયેલ ખેદાદિકની હકીકત-અંજનાને થયેલ અતિશય ચિંતા-પુત્ર સહિત તેને લઈને પ્રતિસૂર્યનું પવનંજયની શોધમાં નીકળવું તેમનું પણ ભુતવનમાં આવવું –પરસ્પર થયેલે સર્વના મેળાપ-સવને થયેલ હર્ષ-સર્વેનું હનુપુર આવવું–પવનંજયનું ત્યાં રહેવું–હનુમાને મેળવેલી પ્રવીણતા–તેને પ્રાપ્ત થયેલી યૌવનાવસ્થા. - રાવણે કરીને વરૂણને જીતવા જવું-દૂતદ્વારા રાજએને તેડાવવા-પવનંજયે જવાની કરેલી તેયારીહનુમાને કરેલ નિવારણ-હનુમાનનું રાવણ પાસે જવું વરૂણ સાથેના યુદ્ધમાં હનુમાને બતાવેલ પરાક્રમરાવણને જય-હનુમાને કરેલું અનેક સ્ત્રીઓનું પાણિગ્રહણ–તેનું હનપુર આવવું. (પૃ. ૩૪ થી ૪૬)
ચેથા સર્ગમાં-(રામ લક્ષમણ જન્માદિય-મિથિલાનગરીમાં હરિવંશમાં જનક રાજ–તે સમયે અયોધ્યામાં દશરથ રાજા–તેને પૂર્વવંશઈવાકુ વંશાંતર્ગત સૂર્યવંશમાં મુનિસુવ્રતસ્વામીના તીર્થમાં થયેલ વિજય નામે રાજા–તેને બે પુત્ર—તેમાંથી વજહુએ કરેલું મને રમાનું પાણિગ્રહણ-પરણીને આવતાં માર્ગમાં મુનિને સમાગમ–તેના સાળા ઉદયસુંદરે કરેલું ઉપહાસ્ય-વજ બાહુને થયેલ સત્ય વૈરાગ્ય–તેણે લીધેલી દીક્ષા–મનેરમા અને ઉદયમુંદરાદિએ પણ લીધેલી દીક્ષા-વિજયરાજના બીજા પુત્ર પુર દરનું ગાદી ઉપર આવવું–તેનો પુત્ર કીર્તિધર-કીર્તાિધરને સુશળ–સુકેશળને બાલ્યાવસ્થામાં રાજ્ય સ્થાપી કીર્તાિધરે લીધેલી દીક્ષા-કીર્તિધર મુનિનું અયોધ્યા આગમન-તેને સુકેશળની માતાએ કરેલ ઉપદ્રવ-સુકેશળને પડેલી ખબર-તેણે લીધેલી દીક્ષા–તેની માતાનું વાઘણ થવું–પિતાપુત્રને મુનિ તરીકે સાથે વિહારવાઘણનું સામે આવવું–તેણે કરેલું સુકે શાળનું ભક્ષતેનું અને કાર્તાિ ધરનું મોક્ષગમન-સુકોશળની સગર્ભા સ્ત્રીને થયેલ હિરણ્યગર્ભ નામે પુત્ર-તેને પુત્ર નઘુષ–નઘુષ રાજાને સિંહિકા રાણી ઉપર પડેલ શંકાદાહજવરના નિવારણથી તેણે કરેલું શંકાનું નિવારણ–નઘુષને સદાસ નામે પુત્ર-તેને પડેલી નરમાંસ ભક્ષણની કટેવ-તેથી રાજ્યભ્રષ્ટ થવું–તેના પુત્ર સિ હરથનું રાજ્ય સ્થાપન-ત્યાર પછી ઘણા રાજાઓ થયા પછી થયેલ અનરણ્ય નામે રાજા–તેને અનંતરથ અને દશરથ નામે બે પુત્ર–અનરશ્ય રાજાએ સહસ્ત્રાંશ રાજા સાથેના સકતાનુસાર લીધેલી મોટા પુત્ર સહિત દીક્ષા-દશરથનું રાયે આવવું તેણે કરેલું અપરાજિતા (કૌશલ્યા), સુમિત્રા તથા સુપ્રભા સાથે પાણિગ્રહણ.
રાવણે નિમિતિયાને કરેલ પ્રશ્ન-તેણે જનકપુત્રીના નિમિત્તે દશરથ રાજાના ભાવી થનારા)પુત્રથી બતાવેલ તેનું મરણ-નિમિત્તિયા છે વચનને નિષ્ફળ કરવા માટે બંનેના બીજરૂપ જનક ને દશરથને વિનાશ કરવાની વિભીષણે કરેલી પ્રતિજ્ઞા-નારદદારા તે વાતની જનક તથા દશરથને પડેલી ખબર–તે બંનેનું રાજય તજીને પરદેશ પ્રયાણુ-બંનેની લેયમય મૂર્તિનું સ્થાપન-વિભીષણનું અયોધ્યા આવવું–તેણે કરેલે મૂર્તિરૂપ દશરથને વિનાશ-જનકની ઉપેક્ષા કરીને તેનું લંકાએ પાછા જવું –ઉત્તરાપથમાં દશરથ રાજાએ કરેલું કેકેચીન પાણિગ્રહણ-તે પ્રસંગે થયેલું અન્ય રાજાઓ સાથે યુદ્ધ-તેમાં કૈકેયીએ બતાવેલું પરાક્રમ–દશરથ રાજાએ આપેલ વરદાન-દશરથ ને જનક બંનેનું સ્વદેશાગમન-દશરથ રાજાને મગધપતિને છતીને રાજગૃહમાં નિવાસ-અંતઃપરને ત્યાં તેડાવી લેવું-અપરાજિતાએ દીઠેલા ચાર સ્વપ્ન-બળદેવ થનારા જીવનું તેની કક્ષિમાં ઉત્પન થવું–તેનો જન્મ-રાજાએ કરેલ મહેસવ-રામ નામ સ્થાપન-સુમિત્રાએ દીઠેલાં સાત સ્વપ્ન-વસુદેવના જીવનું તેના ઉદરમાં ઉપજવું-પુત્રજન્મ-લક્ષ્મણ નામ સ્થાપન-બંનેનો પરસ્પર અત્યંત સ્નેહ-તેમનું પરાક્રમી પણું-દશરથને થયેલી નિર્ભયતાથી તેનું અયોધ્યામાં પાછું આવવું-કયીને થયેલ ભરત નામે પુત્ર–સુપ્રભાને થયેલ શત્રુન નામે પુત્ર.
સીતાને ભામંડળના પૂર્વ ભવનું વૃત્તાંત-એ બંનેના જીવનું જનક રાજાની રાણી વિદેહાના ઉદરમાં યુગલપણે ઉપજવું–બંનેને જન્મ-ભામંડળના છપના પૂર્વ ભવના વૈરી દેવે કરેલું તેનું જન્મતાં જ હરણ