________________
પર્વ ૭ મું ઉતરી; અને હે વત્સ ! હે વત્સ !” એમ બોલતી પ્રણામ કરતા એવા રામના મસ્તક પર ચુંબન કરવા લાગી. સીતા અને લક્ષમણ પણ તેના ચરણકમળમાં નમ્યા. તેમને બાહથી દબાવી તે તારસ્વરે રૂદન કરવા લાગી. ભરતે નેત્રમાં અશ્રુ લાવીને રામના ચરણમાં પ્રણામ કર્યો, અને તત્કાળ મૂછિત થઈ ગયે. કેમકે નેહ છે તે મહા વિષ તુલ્ય છે. પછી જ્યારે રામચઢે તેને સારી રીતે સમજાવ્યું, ત્યારે ભારત વિનયપૂર્વક બોલ્યા કે “હે આયંબંધુ ! અભક્તની જેમ મારે ત્યાગ કરીને તમે અહીં કેમ આવ્યા ? ભરત રાજ્યના અર્થી છે” એ માતાના દેષથી મને જે અપવાદ લાગે છે તે તમે વનમાં મને સાથે લઈ જઈને ટાળી નાખે; અથવા તે હે બ્રાતા ! અહીંથી પાછા વળી અયોધ્યામાં આવે અને રાજ્યલમી ગ્રહણ કરશે. તેમ કરવાથી મારું કલીનશલ્ય દૂર થઈ જશે. આપ રાજા થશે એટલે આ જગમિત્ર સૌમિત્રી (લક્ષમણ) તમારા મંત્રી થશે, આ માણસ (હું ભરત) તમારે પ્રતિહાર થઈને રહેશે અને શત્રુન છત્ર ધરનાર થશે.” ભરતે આમ કહ્યા પછી કૈકેયી બેલી-“હે વત્સ ! આ બ્રાતાનું વચન માન્ય કરો, કેમકે તમે સદા ભ્રાતૃવત્સલ છો. આ વિષયમાં તમારા પિતાનો દેષ નથી અને ભારતનો પણ દોષ નથી, માત્ર સ્ત્રીસ્વભાવને લીધે સુલભ એવો આ કૈકેયીનો જ દેષ છે. સ્ત્રીઓમાં કુટિલતા વિગેરે જે જે જુદા જુદા દે હોય છે તે સર્વે દેની ખાણરૂપ મારામાં રહેલા છે. પતિને, પુત્રોને અને તેમની માતાઓને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારૂ જે કર્મ મેં કર્યું છે તેને માટે મને ક્ષમા કરે; કારણકે તમે પણ મારા પુત્ર છો.” આ પ્રમાણે આંખમાં અશ્રુ લાવીને કેકેયીએ કહ્યું, એટલે રામ બોલ્યા “હે માતા ! હું દશરથ જેવા પિતાનો પુત્ર થઈ પ્રતિજ્ઞાન કેમ ત્યાગ કરૂં ? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયે, તે અમે બને જીવતાં એ વાણી અન્યથા કેમ થાય ? માટે અમારા બન્નેના આદેશથી ભરત રાજા થાઓ. પિતાની જેમ મારી આજ્ઞા પણું ભરતને ઉ૯લંઘને કરવા ગ્ય નથી.” આ પ્રમાણે કહી રામે સીતાના લાવેલા જળવડે સર્વ સામતોની સાક્ષીએ ત્યાં જ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કૈકેયીને પ્રણામ કરી, ભરતને બેલાવી, તેઓને અધ્યા તરફ વિદાય કરીને રામચંદ્ર દક્ષિણ દિશામાં ચાલ્યા.
ભરત અધ્યામાં આવ્યા, અને પિતા તથા વડીલ ભ્રાતાની આજ્ઞાથી તેમણે અખંડ શાસનવાળા રાજ્યનો ભાર અંગીકાર કર્યો. પછી રાજા દશરથે મહામુનિ સત્યભૂતિની પાસે મોટા પરિવાર સહિત દીક્ષા લીધી. પિતાના પૂજ્ય બંધુના વનવાસથી હૃદયમાં દુ:ખ પામતા સદ્દબુદ્ધિવાળા ભરત અરિહંતની પૂજામાં ઉદ્યમી થઈને એક પહેરેગીરની જેમ રાજ્યરક્ષા કરવા લાગ્યા.
સીતા અને લક્ષ્મણ સાથે ગમન કરતા પૃથ્વીના દેવ સમાન રામચંદ્ર માર્ગમાં આવેલા ચિત્રકૂટ પર્વતને ઉલ્લંઘન કરી કેટલેક દિવસે અવંતિ દેશના એક ભાગમાં આવી પહોંચ્યા.
&&&必函邓邓邓绥X&邓邓宏发区
इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते __महाकाव्ये सप्तमे पर्वणि रामलक्ष्मणोत्पत्तिपरिणय
વનસામનો નામ ચતુર્થ: સી. || #BB%E3 83 833 234 235 236 2888888888 ૧ કુલિનપણાને નાશ કરનારૂ-અધમ કુળ બતાવનારૂં શલ્ય.