SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૪ થે ભરેલી વાણીવડે સમજાવીને માંડમાંડ પાછા વળ્યા, અને ઘટિત વચનાથી પુરજનોને પણ વિસર્જન કરીને સીતા લક્ષમણ સહિત ત્વરાથી આગળ ચાલ્યા. માર્ગમાં ગામે ગામ અને શહેરે શહેરે ગ્રામના વૃદ્ધ પુરૂષ તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે કાતા નહોતા. - અહી ભરત રાજ્ય અંગીકાર કર્યું નહિ, પણ ઉલટા બંધુના વિરહને સહન કરવામાં અસમર્થ એવા તેણે પિતાની માતા કૈકેયીની ઉપર કેટલાક આક્રોશ કર્યા. તેથી રાજા દશરથે દીક્ષા લેવાને ઉત્સુક થઈ રાજ્ય લેવાને માટે લક્ષમણ સહિત રામને પાછા લાવવા માટે સામંત અને મંત્રીઓને મોકલ્યા. રામ પશ્ચિમ દિશામાં જતા હતા, તેમની પછવાડે તેઓ ત્વરાથી ચાલ્યા, અને તેમની ભેળા થઈને રાજાની આજ્ઞા પૂર્વક તેમને પાછા આવવાની વિજ્ઞપ્તિ કરી. તે દીન થઈ ગએલા મંત્રીઓએ અને સામંતોએ ઘણી પ્રાર્થના કરી, પરંતુ રામ પાછા વળ્યા નહિ. કેમકે મહાન પુરૂષોની પ્રતિજ્ઞા પર્વતની જેમ ચલાયમાન થતી નથી. રામે તેમને વારંવાર પાછી વાળવા માંડ્યાં, પણ રામની પાછા વળવાની આશાએ તેઓ સાથે સાથે જ ચાલ્યા. અનુક્રમે રામ, લક્ષમણ અને જાનકી આગળ ચાલતાં શિકારી પ્રાણીઓના સ્થાન રૂપ એક નિર્માનુષ્ય અને ઘાટા વૃક્ષવાળી પારિયાત્રા ૧ અટવામાં આવી પહોંચ્યા. ત્યાં માર્ગમાં ગંભીર આવર્તાવડે ભયંકર અને વિશાળ પ્રવાહવાળી ગંભીર નામે એક નદી આવી. તેને કાંઠે ઊભા રહીને રામે સામે તેને કહ્યું કે તમે આ ઠેકાણેથી નિવૃત્ત થાઓ, કારણકે હવે અહીંથી આગળ ઘણો કષ્ટકારી માર્ગ આવશે. અમારા કુશળ સમાચાર પિતાને કહેજો, અને હવેથી ભરતને મારી જેમ અથવા પિતાની જેમ ગણીને તેની સેવા કરજે.” “રામના ચરણને અયોગ્ય એવા અમને ધિકકાર છે!” એમ કહીને ઘણુ રૂદન કરતા અને અશ્રુથી વસ્ત્રને ભીંજવતા તે સામતે માંડ માંડ પાછા વળ્યા. પછી તટ ઉપર રહેલા સામંતોએ સાચંદષ્ટિએ જોયેલા રામ, સીતા લક્ષમણ સાથે તે સ્તર સરિતાને ઉતરી ગયા. રામ જ્યારે દૃષ્ટિમાર્ગને ઉલ્લંઘન કરી ગયા ત્યારે સામંતાદિક સર્વે હૃદયમાં મહા કષ્ટ પામતાં પાછા વળીને અયોધ્યામાં આવ્યા અને સર્વ વૃત્તાંત તેમણે દશરથ રાજાને જણાવ્યું. તે સાંભળીને રાજાએ ભરતને કહ્યું- હે વત્સ! રામ લક્ષમણ તે પાછા આવ્યા નહિ, માટે હવે તું રાજ્ય ગ્રહણ કર, મારી દીક્ષામાં વિદનરૂપ થા નહીં.” ભરતે કહ્યું-“હે તાત ! હું કદીપણ રાજ્ય કણ કરીશ નહિ, હું જાતે જઈને મારા અગ્ર બંધુને પ્રસન્ન કરી પાછા તેડી લાવીશ.’ તે સમયે કૈકેયી પણ ત્યાં આવી દશરથ રાજાને કહેવા લાગી કે-“હે સ્વામી ! તમે તો તમારી સત્ય પ્રતિજ્ઞા પ્રમાણે ભારતને રાજય આપ્યું, પણ એ તમારે વિનયી પુત્ર રાજ્યને ગ્રહણ કરતો નથી અને તેની બીજી માતાઓને તેમજ મને પણ મહત્ દુ:ખ પ્રાપ્ત થયું છે. આ બધું વગરવિચાર્યું કરનારી અને પાપીણી એવી મેં જ કર્યું છે. અરે ! તમે સપુત્ર છતાં આ રાજ્ય અત્યારે રાજા વગરનું થઈ ગયું છે. વળી કૌશલ્યા, સુમિત્રા અને સુપ્રભાનું દુશવ રૂદન સાંભળતાં મારું હૃદય પણ ફાટી જાય છે. હે નાથ ! હું ભારતની સાથે જઈ વત્સ રામ અને લક્ષમણને પાછા લઈ આવીશ, તેથી મને ત્યાં જવાની આજ્ઞા આપે.” રાજા દશરથે હર્ષથી આજ્ઞા આપી, એટલે કૈકેયી ભરત અને મંત્રીઓની સાથે ત્વરાથી રામની પછવાડે ચાલી. કૈકેયી અને ભરત છે દિવસે જ્યાં રામ વિગેરે હતા ત્યાં પહોંચ્યા. ત્યાં એક વૃક્ષ તળે જાનકી, રામ અને લક્ષમણને બેઠેલા જોયા. તેમને જોતાંજ કૈકેયી રથમાંથી ૧ વિયાટવી.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy