SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મે. સીતાહરણ માગમાં શાંત થયેલા જાનકીને વિશ્રામ આપવાને માટે યક્ષપતિ કુબેરની જેમ રામચંદ્ર એક વડની નીચે બેઠા. તે પ્રદેશને સર્વ તરફ જોઈને રામે લક્ષમણને કહ્યું-“આ પ્રદેશ કોઈના ભયથી હમણાં જ ઉજ્જડ થઈ ગયેલું લાગે છે. જુઓ, હજુ જેઓની નીકે સુકાઈ ગઈ નથી એવા આ ઉદ્યાન, ઈક્ષુદંડ સહિત આ ઈક્ષુના વાઢે અને અન્નથી ભરપૂર ખળાઓ આ દેશ તરતમાં જ ઉજજડ થયાનું કહી આપે છે. તે સમયે કોઈ પુરૂષ ત્યાં થઈને જતો હતો તેને રામે પૂછયું- હે ભદ્ર! આ દેશ શા કારણથી ઉજજડ થયે છે ? અને તું કઈ તરફ જાય છે?” તે એલ્ય-આ અવંતિ દેશ છે, તેમાં અવંતિ નામે નગરીમાં શત્રુઓને સિંહની જે દસહ સિંહદર નામે રાજા છે. તે રાજાના તાબાના આ દેશમાં દશાંગપુર નગરમાં તે નગરનો નાયક વજકર્ણ નામે એક બુદ્ધિમાન સિહોદર રાજાનો સામંત રાજા રાજ્ય કરે છે. એક વખતે તે વાકર્ણ વનમાં મૃગયા રમવાને ગયે. ત્યાં પ્રીતિ વધારનારા પ્રતિવર્ધન નામના એક મહામુનિને કાર્યોત્સર્ગે રહેલા તેણે જોયા; એટલે તેણે પૂછ્યું–આવા ઘેર અરણ્ય માં વૃક્ષની જેમ તમે કેમ રહેલા છે ?” મુનિએ કહ્યું–આત્મહિતને માટે.” વાકણે ફરીથી પૂછયું કે ખાનપાનવર્જિત એવા આ અરણ્યમાં તમારું આત્મહિત શું થાય છે ?? આવા તેના પ્રશ્નથી તેને ગ્ય જાણુ મુનિએ આત્મહિતકારક ધર્મ કહ્યો, તેથી તત્કાળ તે બુદ્ધિમાન વાકણે શ્રાવકપણું સ્વીકાર્યું, અને એ દઢ અભિગ્રહ લીધે કે “અહંતદેવ અને જૈન મુનિ વિના બીજા કોઈને હું નમીશ નહિ.” પછી મુનિને વંદના કરીને વજકર્ણ દશાંગપરમાં ગયો. શ્રાવકપણું પાલતા સતા એકદી તેણે વિચાર કર્યો કે “દેવ ગુરૂ વિના બીજા કોઈ ને નમસ્કાર કરે નહિ એ મારે અભિગ્રહ છે, તેથી જે હું સિહોદર રાજાને નમીશ નહિ તો તે મારે વેરી થશે.” આ વિચાર કરી એ બુદ્ધિમાન સામંતે પિતાની મુદ્રિકામાં મુનિસુવ્રતસ્વામીની મણિમય પ્રતિમા સ્થાપના કરી. પછી પિતાની અંગુલીમાં રહેલા પ્રભુના બિંબને નમન કરીને તે સિંહદર રાજાને છેતરવા લાગ્યો. “અતિ બલવાન પુરૂષની આગલ માયાનો ઉપાય જ ચાલે છે.? વજકર્ણના આવા કપટનું વૃત્તાંત કોઈ બળ પુરૂષે સિંહોદર રાજાને કહી દીધું. કેમ કે ખળ પુરૂષો સર્વને હાનિ કરનારા હોય છે, વાકણું ના કપટવૃત્તાંતને જાણીને મોટા સર્ષની જેમ નિશ્વાસ નાખતો સિંહદર તત્કાળ વિજકર્ણની ઉપર ગુસ્સે થયો. તે ખબર કે ઈ પુરૂષે આવીને વજકર્ણને જણાવી. વાકર્ણ તે પુરૂષને પૂછયું કે મારી ઉપર તેને કોપ થયો છે એવું તે શી રીતે જાણ્યું?” એટલે તે પુરૂષે કહ્યું-“કુંદનપુર નગરમાં સમુદ્રસંગમ નામે એક શ્રાવક વણિક રહે છે. તેને યમુના નામે પત્ની છે, તેમના વિદ્યુદંગ નામે હું પુત્ર છું. હું અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો એટલે કેટલાક કરીયાણા લઈ ક્યવિક્રય કરવાને માટે ઉજજયિની નગરીએ ગયે. ત્યાં કામલતા નામની એક મૃગલોચના વેશ્યા મારા જોવામાં આવી. તેને જોતાં જ હું કામદેવના બાણનું સ્થાન થઈ પડ્યો. તેની સાથે હું એક રાત્રિજ રહીશ” એવા વિચારથી મેં તેનો સમાગમ કર્યો, પરંતુ પાસથી મૃગલાની જેમ હું તેના રાગથી દઢ બંધાઈ ગયો. તેથી જન્મથી કષ્ટ ભોગવી ભોગવીને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy