SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૬ ઠ શ્રી મઠ્ઠીનાથ ચરિત્ર, મલ્લિકાના પુષ્પની જેવી નિર્માળ અને ભવ્યપ્રાણીરૂપ ભમરાઓએ ઉત્કંઠાથી પાન કરેલી શ્રીમલ્લીનાથ ભગવાનની વાણી જય પામે છે. હવે શ્રોતાઓના અમૃતના શ્રવણમાં સ્રોત જેવુ' તે શ્રી મલીસ્વામીનું અદ્ભુત ચરિત્ર કહેવામાં આવશે. જબૂઢીપના અપવિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશેાકા નામે નગરી છે, તેમાં શત્રુએના ખલરૂપ વનને વિનાશ કરવામાં કુંજર ( હાથી ) જેવા અને ખલથી ખલભદ્ર જેવા અલ નામે એક દેવાકૃતિ રાજા હતા. તે રાજાને ધારણી નામે પત્નીથી કેશરીસિંહના સ્વપ્નથી સૂચિત મહાખલ નામે એક પૂર્ણ પરાક્રમી પુત્ર થયા. અનુક્રમે તે મહાખલ કુમાર ઉત્કટ યૌવનવયવાળી કમલશ્રી વિગેરે પાંચસેા રાજકન્યા સાથે એક દિવસે પરણ્યા. તે મહાબળને અચળ, ધરણ, પૂર્ણ, વસુ, વૈશ્રવણ, અને અભિચંદ્ર નામે છ રાજાએ ખાલમિત્રો હતા. એકાદા તે નગરની બહાર ઇશાન દિશામાં આવેલા ઇંદ્રકુબ્જ નામના ઉદ્યાનમાં કેટલાક મુનિએ આવ્યા. અળરાજા તેમની પાસે ગયા. ત્યાં ધર્મ સાંભળી વૈરાગ્ય પ્રાપ્ત થતાં મહાબળને રાજ્ય ઉપર બેસારી દીક્ષા લઈ ને તે રાજા માક્ષે ગયા. મહાખલને કમલશ્રી નામે મુખ્ય રાણીથી સિંહના સ્વપ્નવડે સૂચિત અલભદ્ર નામે એક પુત્ર થયા. અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થતાં જાણે પાતાની બીજી મૂર્તિ હોય તેવા અલભદ્રને તેણે યુવરાજપદવી આપી. અને પોતે પોતાના છ બાલમિત્રો સાથે સૌહાદના એક ભાવથી નિત્યે આત ધર્મને સાંભળવા લાગ્યા. એકદા મહાબલે પેાતાના મિગાને કહ્યું- હે મિત્રો ! હું આ સ'સારથી ભય પામ્યા છું માટે હવે દીક્ષા ગ્રહણ કરીશ. પછી તમારે શે માર્ગ લેવા છે?” તેઓ મેલ્યા- જેવી રીતે આપણે એકઠા રહીને આજ સુધી સાંસારિક સુખ ભાગળ્યું તેવીજ રીતે એકઠા રહીને હવે મેાક્ષસુખ ભોગવશુ'.' મહાબલે પેાતાના રાજ્ય ઉપર બલભદ્રને બેસાર્ય અને ખીજા મિત્રોએ પેાતપાતાના પુત્રોને બેસાર્યા. પછી મહાબલે પોતાના છ મિત્રો સાથે મહાત્મા વધ મુનિની પાસે દીક્ષા લીધી. તે મહાત્માએ સાતેની એવી પ્રતિજ્ઞા હતો કે ‘આપણામાંથી જે એક તપસ્યા કરે તેા તેએ પ્રમાણે સવે એ કરવી,’ આવેા સ'કેત કરી મેાક્ષને માટે સરખી ઉત્કંઠા ધારણ કરી તેઓ ચતુર્થાદિ તપસ્યા કરવા લાગ્યા. તેમાં મહાબલ સથી પેાતાને અધિક ફળ મળે તેવી ઇચ્છાથી " આજ મારૂં મસ્તક દુઃખે છે, આજે પેટમાં પીડા થાય છે, આજે ક્ષુધા લાગી નથી’ આવા ખાટા ખાના બતાવી પારણાને દિવસે પણ આહાર કરતા નહીં અને તેવી રીતે માયા ( કપટ ) થી તે છ મિત્રોને છેતરીને અધિક તપસ્યા કરતા હતા, તેવા માયામિશ્ર તપ કરવાવડે સ્ત્રીવેદ અને અર્હત ભક્તિ પ્રમુખ સ્થાનકોને આરાધવા વડે તી‘કરનામકમ મહાબળે ઉપાર્જન કર્યું. ચારશશી લાખ પૂર્વના આયુષ્યવાળા તે સાતે મિત્રમુનિઓ ચેારાશી હજાર વર્ષ સુધી વ્રત પાળી આયુષ્યના ક્ષય થતાં બે પ્રકારની સ`લેખના કરી, અનશન વ્રત લઈ કાળધમ પામીને વૈજય'ત નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy