________________
સર્ગ પ માં
આપ્યો નહીં ત્યારે પ્રતિવાસુદેવ પ્રહાદ તિરસ્કાર કરેલા સિંહની જેમ અતિશય કે પાયમાન થયો. પછી જેમ વનના બે ગજેદ્રા હોય તેમ વાસુદેવ અને પ્રતિવાસુદેવ ક્રોધ કરી સર્વ યુદ્ધસામગ્રી લઈને પરસ્પર યુદ્ધ કરવા માટે સામસામા ચડી આવ્યા. પ્રવ્હાદના સન્ય સામા સૈન્યને ક્ષણવારમાં દીન દશાને પમાડી દીધું, એટલે નંદન અને દત્ત બંને રથમાં બેસી યુદ્ધ કરવાને ચાલ્યા. દત્તે શત્રુઓના બલિને હણનારા પાંચજન્ય શંખને ફુક્યો અને જયકુંજરના વાછત્ર રૂપ શાગ ધનુષ્યને ટંકાર કર્યો. તે સાંભળી પ્રહાદ પણ ધનુષ્યના ટંકારથી દિશાઓને ગજાવતા અને યમરાજની જેમ ભુજદંડને દઢ કરતે રણભૂમિમાં આવ્યા. હરિ અને પ્રતિહરિ બંને રેષથી બાણને છોડવા લાગ્યા, અને પરસ્પર વિજયની ઈચ્છાએ એક બીજાના બાણને છેદવા લાગ્યા. છેદ કરવામાં ચતુર એવા બંને વીર પરસ્પરનાં ગદા, મુદગર અને દંડ વિગેરે બીજા આયુધોને પણ છેદવા લાગ્યા. પછી ક્રોધ પામેલા પ્રહાદે પ્રલયકાલના સૂર્યની જેવું તેજપુંજથી ભરપૂર અને સેંકડો જવાળાઓની માળાવડે વ્યાપ્ત એવું ચક્ર આકાશમાં ભમાંડીને વાસુદેવ ઉપર મૂકયું. પરંતુ તેની સમીપ આવતાં તે ચક્ર નિષ્ફળ થયું, એટલે વાસુદેવે તે ચક્ર હાથમાં લઈ પ્ર©ાદ ઉપર મૂકયું, જેથી તેનું મસ્તક તત્કાળ છેદાઈ ગયું. પછી દત્તવાસુદેવે દિગ્વિજય કરી ભરતાદ્ધને સાધી લીધું, અને કેટી શિલા ઉપાડીને તે આ ભારતમાં સાતમા અદ્ધચકી થયા. કૌમારવયમાં નવ વર્ષ, મંડલિકપણમાં અને દિગ્વિજયમાં પ્રત્યેક પચાસ પચાસ વર્ષ અને વાસુદેવપણુમાં પ૫૦૦૦ વર્ષએમ બધા મળી છપ્પન હજાર વર્ષનું આયુષ્ય નિર્ગમન કરી દત્તવાસુદેવ પાપકર્મને વશપણુથી પાંચમી નરઠભૂમિમાં ગયા
પિતાના લઘુભાઈ દત્તવાસુદેવને અવસાનકાળ થયા પછી પાંસઠ હજાર વર્ષના આયુગવાળા નંદન બળભદ્દે બાકીને કાળ માંડમાંડ પૂરો કર્યો. પ્રાંતે ભાઈના મૃત્યુથી અને ઘણી ભવભાવનાથી વૈરાગ્યવાન થયેલા નંદન બલભદ્ર દીક્ષા લઈ નિરતિચાર તીવ્ર ત્રત પાળીને સિદ્ધિપદમાં પ્રતિષ્ઠા પામ્યા, અર્થાત્ ક્ષે ગયા.
इत्याचार्यश्रीहेमचंद्र विरचिते त्रिषष्ठिशलाकापुरुषचरिते महाकाव्ये पंचम पर्वणि श्रीशांतिनाथ चरमभव
વનો નાગ પંચમ: સઃ | BEB%98E9E388%E3%8888888888888888ષ્ઠ