SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મે. નંદન બલભદ્ર, દત્તવાસુદેવ અને પ્રહાદ પ્રતિવાસુદેવનું ચરિત્ર, હવે શ્રી અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા દત્ત, નંદન અને પ્રલ્હાદ નામે વાસુદેવ, બલભદ્ર અને પ્રતિવાસુદેવનું ચરિત્ર કહેવામાં આવશે. આ જમ્બુદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં તેના આભૂષણ જેવી સુસીમા નામે નગરી છે. તેમાં વસુંધર નામે રાજા હતા. તે ચિરકાલ પૃથ્વીનું પાલન કરી સુધર્મ મુનિની પાસે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવતા થયે. આ જબૂદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં શીલપુર નગરને વિષે મંદરથીર નામે એક રાજા હતો. તેને ગુણરત્નનો સાગર, પરાક્રમી અને મિત્રરૂપ કમલમાં સૂર્ય સમાન લલિતમિત્ર નામે પુત્ર હતો. ખેલ નામના મંત્રીએ, કુમાર લલિતમિત્ર ગવિષ્ટ છે એવું જણાવી તેના ભાઈને યુવરાજપદ ઉપર બેસારી દીધે. આ પરાભવથી વિરક્ત થયેલા લલિતમિત્રે ઘોષસેન મુનિની પાસે દીક્ષા લીધી. તે દુર્મદ કુમારે તપસ્યા કરતાં એવું નિયાણું બાંધ્યું કે “આ તપના પ્રભાવવડે તે ખેલ મંત્રીને વધ કરનાર થાઉં.' આવા નિયાણાની આલોચના ક્ય વગર તે કાલધર્મને પામી સૌધર્મ દેવલોકમાં પરમ મહદ્ધિક દેવતા થયા. પિલે ખલમંત્રી ચિરકાલ ભવાટવીમાં ભમી આ જ બૂદ્વીપમાં શૈતાઢયગિરિ ઉપર ઉત્તર શ્રેણીમાં તિલકપુર નામના નગરમાં વિદ્યાધરને ઇદ્ર પ્રમ્હાદ નામે પ્રતિવાસુદેવ થયા. - આ જમ્બુદ્વીપના દક્ષિણ ભરતાદ્ધમાં વારાણસી નામે નગરી છે. તે જાણે પોતાની સખી હોય તેમ ગંગા નદીથી આશ્રિત થયેલી છે. તે નગરીમાં તેજવડે અગ્નિ સમાન અને પરાક્રમથી સિંહ સમાન અગ્નિસિંહ નામે ઇક્વાકુવંશી રાજા હતા. તેને યશ રૂપી હંસ શૌર્ય અને વ્યવસાય રૂ૫ બે પાંખવડે જગતમાં નિરંતર પરિભ્રમણ કરવાથી વિરામ પામતે નહીં. રણભૂમિમાં લીલામાત્રમાં તેણે નમાવેલું ધનુષ્ય જોઈને જાણે તેની મર્યાદા ધરતા હોય તેમ સર્વ શત્રુરાજાઓ નમી જતા હતા. તેના બલવાન ભુજ રૂપ સ્તંભ સાથે દઢ ગુણવડે બંધાયેલી લક્ષ્મી હાથિણીની જેમ સ્થિરતાને પામી હતી. રૂપસંપત્તિથી અશેષ ભુવનની સ્ત્રીઓને જીતનારી જયંત અને શેષવતી નામે તેને બે પત્નીઓ હતી. વસુંધર રાજાને જીવ જે દેવતા થયા હતા તે પાંચમાં દેવકથી ચવીને મહાદેવી જયંતીના ઉદરમાં અવતર્યો. અનુક્રમે ચાર સ્વપ્નાએ સૂચવે છે રામાવતાર જેને એ નંદન નામે તેણે પુત્ર પ્રસ. લલિતમિત્રને જીવ સૌધર્મદેવલોકમાંથી ચવી શેષવતીના ઉદરમાં અવતર્યો. સાત સ્વપ્ન સૂચવે છે વાસુદેવ અવતાર જેને એ દત્ત નામે તેણે પુત્ર પ્રસ. અનુક્રમે વેત અને શ્યામ વર્ણવાળા તે બંને ભાઈ ક્ષીરદધિ અને કાલેદધિ સમુદ્રની જેવા દેખાવા લાગ્યા. છવીશ ધનુષ ઉંચી કાયાવાળા તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા. નીલ અને પીત વસ્ત્રને ધારણ કરતા અને ગરૂડ તથા તાડના ચિન્હને રાખતા તે બંને ભાઈઓ જયેષ્ઠકનિષ્ટ છતાં જાણે સમાન વયના હોય તેમ સાથે ને સાથે ફરતા હતા. એકદા ભરતાદ્ધના સ્વામી અને સમર્થ એવા અલ્લાદ પ્રતિવાસુદેવે, નંદન અને દત્તની પાસે ઐરાવણ જે હાથી છે એવું સાંભળીને તેની માગણી કરી. જ્યારે તેમણે એ ગજેને
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy